ગઈકાલે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણનું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયશ્રી રામના જયનાદ સાથે દહન કરવામાં આવ્યું હતું. કોરોનાનો કેર ઓછો થતાં એક વર્ષના બ્રેક બાદ આ વર્ષે વિજયાદશમીના દિવસે રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકારે નિયમોને આધિન નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપતા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે રાવણદહનનું આયોજન કરાયું હતું જેમાં ભવ્ય આતશબાજી કરી બાદમાં 54 ફૂટ ઉંચા રાવણ અને 30-30 ફૂટ ઉંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.



