ફરજ પર પોલીસે AAP નેતા સહિતના લોકોની કરી અટકાયત : ભારે ઘર્ષણ
નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગા સાથે દિલ્હીનાં જંતરમંતર ખાતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. જેમાં જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચૂકને આમરણાંત ઉપવાસ દરમિયાન હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગત સાંજે રાજકોટના બહુમાળી ચોકમાં વિરોધ પ્રદર્શન અંગે વિડીયો વાયરલ થતા એક પછી એક યુવક-યુવતીઓ બહુમાળી ચોકમાં આવવા લાગ્યા હતા. જો કે સ્થાનિક પોલીસ અગાઉથી જ સતર્ક હતી અને કોઈપણ પ્રકારે વિરોધ કરવામાં આવે તે પહેલાં જ તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.
- Advertisement -
આ તકે આમ આદમી પાર્ટીનાં પદ્મિનીબા વાળાની અટકાયત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મોદી સાહેબ આપને દેશ મૂકીને જાવું નો પડે જોજો. યુવા પેઢીને તમે મારકૂટ કરી છે, અમે આ યુવાનોની સાથે છીએ અને અમારો તેમને પૂરો સપોર્ટ છે. યુવાનોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, તમે છેલ્લે સુધી લડજો અમે તમારી સાથે છીએ. આ દરમિયાન તેમની સાડી ભરાઈ જતા જણાવ્યું કે, મારી સાડીને કાંઈ થયું તો બધાના પટ્ટા ઉતરાવી દઈશ.




