આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં નોંધાઈ શકે છે વધારો
સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે 38.3 ડિગ્રી સાથે તાપમાનમાં વધારો નોંધાયો
- Advertisement -
વાતાવરણમાં ગરમીના પ્રમાણમાં વધારો નોંઘાયો છે. બપોરનાં સમયમાં લોકો આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન ખાતાએ પણ ચેતવણી આપી છે કે, આગામી ત્રણ દિવસમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
રાજ્યનાં વિવિધ શહેરોમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે. આજરોજ વલસાડ, ભુજ, કંડલા, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થયો છે. આ વધારો 38 ડિગ્રીથી વધુ તાપમાને નોંધાયો છે.
હવામાન ખાતાએ ત્રણ દિવસની આગાહી સાથે તાપમાનમાં વધારો થતાં ગરમી જોર પકડશે તેમ જણાવ્યું છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતાઓ રહેલી છે. વલસાડમાં 38, ભુજમાં 38.2, કંડલામાં 38.1, સુરેન્દ્રનગરમાં 38.3 અને રાજરકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન સતત બીજા દિવસે સુરેન્દ્રનગરમાં રહેવા પામ્યું છે.


