ભગવંત માન શહીદ ભગત સિંહના ગામમાં લેશે મુખ્યમંત્રી પદના શપથ: સિદ્ધુ, અમરિંદર, ચન્ની, સુખબીર, મજીઠિયા હાર્યા : હાર પછી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષના પદેથી રાજીનામું આપ્યું
દિલ્હીની સરહદ ઓળંગીને આમ આદમી પાર્ટીએ પંજાબમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. APP પંજાબમાં ન તો માત્ર મોટી પાર્ટીને બનીને સામે આવી છે પરંતુ બહુમતીના આંકડાથી પણ ઘણી આગળ નીકળતી જોવા મળી રહી છે. આપના ઈખ કેન્ડિડેટ ભગવંત માન 45 હજાર વોટથી રેકોર્ડ જીત મેળવી છે. સિદ્ધુ, અમરિંદર, ચન્ની, સુખબીર, મજીઠિયા સહિતના નેતાઓ હારી ગયા છે. જીત પછી ભગવંત માને જનતાને સંબોધન કર્યું. તે આવતીકાલ શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ રાજભવનની બદલે શહીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકડકલામાં યોજાશે. આ પહેલાં ઈખના શપથ રાજભવનમાં જ યોજાયા છે.
- Advertisement -
શપથ લેતાં પહેલાં માન શહીદી સ્મારકમાં માથું ટેકવવા ગયા હતા. કેપ્ટન અમરિંદર 13 હજાર અને સુખબીર બાદલ 12 હજાર વોટથી હારી ગયા છે. હાલ CM ચન્ની અને કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને પણ હારનો સામનો કરવો પડ્યો છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપ સહિત તેમના સહયોગી મળીને પણ આપના લગભગ ચોથા ભાગ સુધી પણ પહોંચી નથી શક્યા.
મણિપુરમાં ઈતિહાસ રચશે ભાજપ
મણિપુરમાં ભાજપની સરકાર નક્કી, મુખ્યમંત્રી બિરેનસિંહની જીત
- Advertisement -
મણિપુરમાં ભાજપનાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ હેનિગાંગ બેઠક પર 17 હજારથી વધુ મતથી જીત્યા છે. મણિપુરમાં ભાજપે 60 માંથી 16 બેઠક પર આગળ છે, જ્યારે 12 બેઠક પર ભાજપે જીત મેળવી છે. મણિપુરમાં કોંગ્રેસે 3, ગઙઙએ 2 બેઠકો જીતી છે. મણિપુરમાં કોંગ્રેસ 8 બેઠક પર, ગઙઙ 7 બેઠક પર, ગઙઋ 4 બેઠકો પર અને અન્ય 3 બેઠક પર આગળ છે. મણિપુરમા બહુમત માટે 31 બેઠકની જરુર છે. મણિપુરમાં 2002થી 2017 સુધી સરકાર બનાવનાર કોંગ્રેસ છેલ્લી વખતે પણ 28 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપે જોડતોડથી પહેલીવાર સરકાર બનાવી હતી.
1. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ 17 હજારથી વધુ મતથી જીત્યા છે.
2.મણિપુરની તિપાઈમુખ બેઠક પરથી જનતા દળ (યુનાઈટેડ)ના નગુરસંગલુર સનાટે 1249 મતથી જીત્યા છે.
3. મણિપુરની બાપગઈ બેઠક પરથી ભાજપના ડો.યુ. દેબેન સિંહ જીત્યા છે.
4. મણિપુરની 60 બેઠકોમાંથી ભાજપ હવે 29 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 10 બેઠકો પર, NPP 10 બેઠકો પર, ગઙઋ 3 બેઠકો પર આગળ છે.
5. મણિપુરની યુરીપોક બેઠક પર ગઙઙના દિગ્ગજ નેતા યુમનમ જોયકુમાર સિંહ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના રઘુમણિ સિંહ 101 મતોથી પાછળ છે.
6. છેલ્લી ચૂંટણી દરમિયાન મણિપુરમાં સત્તામાં આવેલી ભાજપે પહેલીવાર તમામ 60 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.


