ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
મેંદરડા સામુહિક આરોગય કેન્દ્ર ખાતેના ડાયલાસીસ વિભાગ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો. પૂજા પ્રિયદર્શની મેડમના અધ્યક્ષ સ્થાને “વર્લ્ડ બ્લડ ડોનર ડે” નિમિતે સપથ ગ્રહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં અધ્યક્ષ ર્ડો.પૂજા પ્રિયદર્શની મેડમ તેમજ ઉપાઘ્યક્ષ ર્ડો.બોરડ સાહેબ (ઇન્ચાર્જ અધિક્ષક) સામુહિક આરોગય કેન્દ્ર મેંદરડા તેમજ સી.એચ.સી તેમજ તાલુકા હેલ્થ ઓફિસના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને રૂપરેખા આપી સફળ બનાવેલ હતો . આ તકે દરેક સ્ટાફગણોએ વર્ષમાં 4 વખત રકતદાન કરવાના સપથ લીધા હતા.કાર્યક્રમ ના અંતે આશિષભાઇ બદાણી (આઈસીટીસી કાઉન્સેલર ) તેમજ દિપકભાઈ બલદાણીયા (એસટીએસ) દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.