રાજકોટ જિલ્લાની ૧૩૫૬ આંગણવાડીઓમાં કલીન ઇન્ડિયા કેમ્પેઇન-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
જે અન્વયે રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકામાં આવેલી આઇ.સી.ડી.એસ.ની વિવિધ કચેરીઓ અને આંગણવાડીઓમાં સાફ-સફાઇ હાથ ધરવામાં આવી હતી.

આ કેમ્પેઇન પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૧૨ ઘટકના સી.ડી.પી.ઓ, આંગણવાડીઓની બહેનો વગેરે દ્વારા કરાયુ હતું. તેમ આઇ.સી.ડી.એસ. વિભાગની યાદીમાં જણાવાયુ છે.
- Advertisement -



