લેબ ટેસ્ટમાં ઘીમાં બીટા-સિટોસ્ટેરોલ મળતા કંપનીના ઉત્પાદન અને સંગ્રહ પર તાત્કાલિક રોક લગાવવા આદેશ
ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરતાં દિલ્હીની માર્ચે રિટેલ પ્રાઇવેટ લિમિટેડનો ખાદ્ય વ્યવસાય પરવાનો ૩0 દિવસ માટે સ્થગિત કર્યો છે.
સાથે જ દમણ સ્થિત એસડીપી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને તેના તમામ પ્રકારના ઘીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણે જણાવ્યું કે માર્ચે રિટેલના પરિસરમાં તપાસ અને ત્યારબાદની ચકાસણી દરમિયાન ગંભીર ખામીઓ મળી આવી હતી. તેમાં પરિસરની રચના, કામગીરીની વ્યવસ્થા, સ્વચ્છતા, કર્મચારીઓની વ્યક્તિગત
સ્વચ્છતા, ખાદ્ય સંભાળનાર કર્મચારીઓની તાલીમ અને ફરજિયાત દસ્તાવેજો જાળવવામાં બેદરકારીનો સમાવેશ થાય છે. આ ખામીઓને પગલે કંપનીને તમામ ખાદ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી સુધારણા કરવા
આદેશ અપાયો છે. દમણ સ્થિત એસડીપી ઇન્ડસ્ટ્રીઝના ઘીના નમૂનાઓની તપાસ દરમિયાન ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ સહિતની વિવિધ બ્રાન્ડના ઘીમાં નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું.
પ્રયોગશાળાની તપાસમાં બીટા-સિટોસ્ટેરોલ નામનું વનસ્પતિજન્ય તત્ત્વ મળી આવ્યું હતું, જે શુદ્ધ ઘીમાં હાજર ન હોવું જોઈએ. ઉપરાંત, ઘીની ચરબીમાં રહેલા વિવિધ અમ્લોના પ્રમાણમાં પણ અસંગતતા મળી આવી હતી. આ
પરિણામો ઘીમાં બહારની અથવા વનસ્પતિજન્ય ચરબીની હાજરી તરફ સંકેત કરે છે અને ગંભીર ખાદ્ય સુરક્ષા ચિંતા ઊભી કરે છે. આ કાર્યવાહી બાદ એસડીપી ઇન્ડસ્ટ્રીઝને તેના અધિકૃત પરિસરમાં ઉત્પાદિત, સંગ્રહિત અથવા
વેચાતા તમામ પ્રકારના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવા અને પ્રતિબંધિત ઉત્પાદનો બજારમાં ન પહોંચે તેની ખાતરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગળના આદેશ સુધી અમલમાં રહેશે. ખાદ્ય
સુરક્ષા પ્રાધિકરણે તાજેતરના મહિનાઓમાં ખાદ્ય કંપનીઓ સામે તપાસ વધુ કડક બનાવી છે. ખોટા દાવા, ભ્રામક જાહેરાતો અને ખોટી માહિતીવાળા લેબલ સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ ૧૫૦થી વધુ નોટિસો જારી કરવામાં
આવી છે.
- Advertisement -
FSSAIની નેસ્લે, કોકા-કોલા અને KFC સહિતની દિગ્ગજ કંપનીઓને 150થી વધુ નોટિસ
ખાવા-પીવાની વસ્તુઓને લઈને મોટા-મોટા દાવા કરતી કંપનીઓ પર ફૂડ સેફ્ટી રેગ્યુલેટર ESSAની કાર્યવાહી ચાલું છે. ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને લેબલિંગ નિયમોનું પાલન ન કરવાના મામલામાં SSA એ છેલ્લા
કેટલાક મહિનાઓમાં ૧૫૦ થી વધુ નોટિસ જાહેર કરી છે. જેમાં નેસ્લે ઈન્ડિયા, પેપ્સીકો, કોકા-કોલા, રેડ બુલ જેવી ઘણી મોટી કંપનીઓ સામેલ છે. હકીકતમાં, આ આખા મામલાની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ છે, જ્યાં ફૂડ સેફ્ટી
કમિશનર તુકારામ મુંઢેની સખત કાર્યવાહી બાદ દરોડા પાડયા હતા. શનિવારેએક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી કે કેવી રીતે એક પછી એક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ ક્લેમ્સ (ખોટા દાવા)
અને લેબલિંગ રેગ્યુલેટરે જણાવ્યું કે તેણે ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે નિયમોનાં ગંભીર ભંગના મામલામાં કાર્યવાહી કરી છે. કંપનીઓ પર મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ (ભ્રામક જાહેરાત), ફોલ્સ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન
કરવાના આરોપોસર નોટિસ મોકલવામાં આવી છે.




