રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ચેરમેન નરશીભાઈ સોજિત્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
સિંચાઈ અને બાંધકામના કામોને પ્રાધાન્ય : 52 આંગણવાડી, 25 ગ્રામ પંચાયત બિલ્ડીંગ અને 13 રસ્તાના કામોનો સમાવેશ કરાયો
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક સોમવાર, તા.24 ઓગસ્ટના રોજ કારોબારી સમિતિના ચેરમેન નરશીભાઈ સોજિત્રાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યોને વેગ મળે
તે હેતુથી સિંચાઈ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખા હેઠળના કુલ 43 કામો માટે રૂ.39.63 કરોડથી વધુની ટેન્ડર, વહીવટી તથા ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં મંજૂર થયેલા કામોની કુલ કિંમત
રૂ.39,63,52,492 જેટલી થાય છે. તેમાં ખાસ કરીને સિંચાઈ અને બાંધકામ ક્ષેત્રના મોટા પ્રમાણમાં વિકાસકામોનો સમાવેશ થતો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂતી મળશે.
સિંચાઈ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખાના મળીને કુલ 43 કામો માટે રૂ.39,63,52,492, એટલે કે આશરે રૂ.39.63 કરોડની મંજૂરી આપવામાં આવી છે. તેમાં વિકાસકામોના ટેન્ડર ઉપરાંત વહીવટી મંજૂરી અને જરૂરી
સાધનોની ખરીદી માટેના ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ બેઠકમાં મંજૂર થયેલા કામો આગામી તબક્કામાં અમલીકરણ તરફ આગળ વધશે, જેના પરિણામે રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી, ગ્રામ
પંચાયત કચેરી, રસ્તા અને સિંચાઈ સહિતની પાયાની સુવિધાઓને વેગ મળવાની શક્યતા છે. બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન નરશીભાઈ સોજિત્રા, જિલ્લા વિકાસ અધિકારી અને સચિવ અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા
વિકાસ અધિકારી, કારોબારી સમિતિના સભ્યો તેમજ રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિંચાઈ શાખાના 14 કામોને રૂ.11.55 કરોડની મંજૂરી
સિંચાઈ શાખા હેઠળ કુલ 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 5 કામો માટે કુલ રૂ.2,14,39,842ના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 9 કામો માટે કુલ રૂ.9,40,92,000ની વહીવટી મંજૂરી આપવામાં આવી
હતી. આમ, સિંચાઈ શાખાના કુલ 14 કામો માટે મળીને રૂ.11,55,31,842ની મંજૂરી આપવામાં આવી છે. સિંચાઈ ક્ષેત્રના આ કામો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વ્યવસ્થાપન અને સિંચાઈ સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ
સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- Advertisement -
બાંધકામ શાખાના 27 કામો માટે રૂ.28 કરોડના ટેન્ડર મંજૂર
બેઠકમાં સૌથી મોટો હિસ્સો બાંધકામ શાખાના વિકાસકામોનો રહ્યો હતો. બાંધકામ શાખા હેઠળ કુલ 27 કામો માટે રૂ.28,01,70,650ના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. આ મંજૂર થયેલા કામોમાં રાજકોટ જિલ્લાના વિવિધ
ગામોમાં 52 આંગણવાડી બિલ્ડીંગ, 25 નવી ગ્રામ પંચાયત બિલ્ડીંગ તથા 13 રસ્તાના કામોનો સમાવેશ થાય છે. આંગણવાડી અને ગ્રામ પંચાયતની નવી ઇમારતોના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી જાહેર સુવિધાઓમાં
વધારો થશે, જ્યારે રસ્તાના કામોથી ગામડાંઓમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનવાની અપેક્ષા છે.
મહેકમ અને વહીવટ શાખા માટે પણ ખર્ચ મંજૂર
બેઠકમાં મહેકમ શાખા માટે નવા 3 કમ્પ્યુટર સેટની ખરીદી માટે રૂ.3.50 લાખ સુધીના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. તે જ રીતે વહીવટ શાખા માટે નવા 2 કમ્પ્યુટર સેટ તથા પ્રિન્ટરની ખરીદી માટે રૂ.3 લાખ સુધીના
ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. આ બંને મંજૂરીઓ દ્વારા જિલ્લા પંચાયતની આંતરિક વહીવટી કામગીરીમાં જરૂરી આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થયો છે.




