સમિતિ દ્વારા રથયાત્રા સુરક્ષા સંયોજકોની નિમણૂક કરવામાં આવી
ગત વર્ષના વિજેતા અનેક મંડળોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તાવા પ્રસાદ તથા સન્માન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. અપૂર્વમુની સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ હોવા ઉપરાંત માર્ગદર્શક સમિતિના
માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના
અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા ઉપરાંત સંકલન સમિતિના પુ. રાધેશ્યામ બાપુ, લલીતભાઇ વડેરીયા
(કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ,
રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, નિલેશભાઇ ગોલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મા. પરેશભાઈ પીપળીયા, વિજયભાઈ વાંક, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ ગુડ
ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના રામાણીભાઈ, હિરેનભાઈ, કિશોરભાઈ, દુર્ગેશભાઈ સાકરીયા, સામાજિક અગ્રણીઓ વિજયભાઈ કારીયા, જયંતીભાઈ ખૂટ ઉપરાંત વિહિપ, બજરંગ દળ, દુર્ગાવાહીની અને માત્રુશક્તીના કાર્યકર્તાઓ
ઉપરાંત શહેરના વિવિધ મંડળોના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી.
શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાએ તમામ મહેમાનો અને ઉપસ્થિત દરેકનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ દવે એ જન્માષ્ટમીની શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમોનો હેતુ ધર્મ
જાગૃતિનો અને માં ભારતીને પરમ વૈભવ સુધી લઈ જવાનો છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ડો. માધવ દવે જન્માષ્ટમી મહોત્સવને સામાજિક પરિવર્તન અને ધર્મ જાગૃતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બતાવ્યો હતો. ત્યારબાદ
કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વમુની સ્વામીએ લોકોને આશીર્વાદ આપતા જન્માષ્ટમી મહોત્સવને દિવાળી જેવો ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે ઉપસ્થિત લોકોને સનાતન ધર્મના યોદ્ધાઓ કહ્યા હતા અને જેમ હનુમાનજી મહારાજનો
પરિચય રામદૂત તરીકેનો હતો તેવી રીતે વર્તમાન સમયના હિન્દુ ધર્મના તમામ લોકોએ પોતાની ઓળખ ધર્મ દુત અને ધર્મ રક્ષક તરીકે કરાવી જોઈએ તેમ કહ્યું હતું. વધુમાં સંગઠનના કે સંસ્થાના જવાબદાર કાર્યકર્તાઓને
પોતાની સામાજિક જવાબદારી પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવા સૂચન કર્યું હતું અને સામાન્ય લોકોને કોઈપણ વિદેશી બ્રાન્ડના પ્રચારક નહીં પરંતુ હિંદુત્વના પ્રચારક બનવા માટે આહવાન કર્યું હતું. ઝેન ઝીને આશીર્વાદ આપતા
સ્વામીએ તેઓને તેમનામાં રહેલી શક્તિને રાષ્ટ્રભક્તિ, ધર્મ રક્ષા, સમાજ સેવા અને ઇનોવેશન જેવા યોગ્ય માર્ગે ઉપયોગ કરવા જણાવ્યું હતું. જો વડીલોનો અનુભવ અને યુવાનોનો ઉત્સાહ બંને નો સંગમ થઈ જાય તો દરેક
કામમાં સફળતા નિશ્ચિત છે તેમ કહ્યું હતું. અંતમાં સ્વામીએ ઉપસ્થિત તમામ આગેવાનો અને શ્રોતાઓને એકબીજાના હાથ પકડીને, ખંભે ખંભા મિલાવીને દરેક પરિસ્થિતિમાં “હમ સબ હિન્દુ એક હૈ” અને “શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી
જય” ના જય ઘોષ સાથે જન્માષ્ટમી મહોત્સવમાં જન જનને જોડાવા આવવાનું કર્યું હતું. ત્યારબાદ સ્વામીશ્રીના હસ્તે જન્માષ્ટમી મહોત્સવની થીમ સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશનું અનાવરણ કરવામાં
આવ્યું હતું. આ સાથે જ સમગ્ર સ્થાન હજારો લોકોના જય શ્રી રામ અને જયશ્રી કૃષ્ણના ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. નશામુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપતી આ થીમ દ્વારા યુવાનો અને સમગ્ર સમાજમાં નશામુક્તિ અંગે
જનજાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગત જન્માષ્ટમી મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ અને આયોજનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૫૦થી વધુ મંડળોને શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં
આવ્યા હતા. સમિતિ દ્વારા મંડળોના કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.
આ વર્ષે પણ રાજકોટ શહેરના તમામ ઉત્સાહી મંડળો અને યુવાનોને જન્માષ્ટમી કાર્યાલયે (નાગર બોર્ડીંગ, ટાગોર રોડ) લતા સુશોભન અને ફ્લોટ સુશોભનની મોટા પ્રમાણમા તુરંત નોંધણી કરાવવા કાર્યાલય મંત્રી દિલિપભાઇ
દવે દ્વારા આહ્વાન કરવામા આવ્યુ હતુ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ શહેરના તમામ મંડળોને ફ્લોટ સુશોભન માટે નિ:શુલ્ક વાહનોની વ્યવસ્થા કરી આપવામા આવી રહી છે. અંતમા વનરાજભાઇ ગરૈયાએ
ઉપસ્થીત રહેલ તમામ સંત, મહાનુભાવો, ધર્મ પ્રેમી ભાઇઓ અને બહેનો તથા મંદીર સંચાલકોનો આભાર માન્યો હતો. ત્યારબાદ ૧૦૦૦થી વધુ લોકોએ તાવાનો પ્રસાદ લિધા બાદ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ભક્તિ અને
સંગઠનભાવના સાથે સંપન્ન થયો હતો. આગામી જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સમિતિ દ્વારા વિવિધ આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -
આ પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી રથયાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના સંકલન માટે સુરક્ષા સંયોજકો ની નિમણૂક પણ કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન વ્યવસ્થા, સંકલન અને
સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે નિમણૂક કરાયેલા સંયોજકો હર્ષ મુથ્રેજા, વિનિત જાયસ્વાલ, જિતેંદ્રભાઇ કેશુર, સંજયરાજ સોલંકી, અલ્પેશ મોરડિયા, મનોજ કદમ, વિકાસસિંહ ઠાકુર, ડો. ગુરુભાઇ રાવલ, યોગિભાઇ ત્રિવેદી,
હિતેશભાઇ વાણીયા, જીગ્નેશભાઇ સોલંકી, લોકેન્દ્રભાઇ વિશ્વકર્મા વગેરે બધા મહત્વની જવાબદારી નિભાવશે તેમ સમીતીના સહ ઇનચાર્જ કૌશીકભાઇ સરધારાએ જણાવ્યુ હતુ.




