નાગરિકોને લાભ લેવા અનુરોધ
રાજકોટ – રાજકોટ કલેકટર ઓફિસના જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરી શકાશે.ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી કોઈ પણ આધાર કાર્ડ ધારક પોતાના આધાર કાર્ડમાં મોબાઇલ નંબર તેમજ ઇમેઇલ એડ્રેસ અપડેટ કરાવી શકશે, જે માટે કોઈ પણ ફોર્મ ભરવાની કે ડોકયુમેન્ટ આપવાની જરૂરિયાત રહેતી નથી… આ ઉપરાંત આધાર કાર્ડમાં મોબાઇલ નંબરથી ખરાઈ કરી રાજયસરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ શકાશે. જેમ કે ઈ – શ્રમ પોર્ટલ રજીસ્ટ્રેશન, હેલ્થ કાર્ડ રજીસ્ટ્રેશન, સરકારી પી.ડી.એસ. / ડી.બી.ટી. યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના, નવા મોબાઇલ સિમ કનેક્શન માટે કે.વાય.સી, ડુપ્લીકેટ આધાર કાર્ડ, આધાર કાર્ડ વિગતો ઓનલાઇન અપડેટ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આર.ટી.ઓ. સેવાઓનો વપરાશ, આવકવેરા રીટર્નની ચકાસણી અને ઇપીએફઓને લગતી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.



