By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    10 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    10 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટેક્સ ન ભરાય તો મિલકત સીલ કરવાની અને પાણી-ગટર કનેક્શન કાપવાની વહીવટી સત્તા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ટેક્સ ન ભરાય તો મિલકત સીલ કરવાની અને પાણી-ગટર કનેક્શન કાપવાની વહીવટી સત્તા
Author

ટેક્સ ન ભરાય તો મિલકત સીલ કરવાની અને પાણી-ગટર કનેક્શન કાપવાની વહીવટી સત્તા

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:04 PM
Khaskhabar Editor 3 months ago
Share
14 Min Read
SHARE

પ્રોપર્ટી ટેક્સ અને તેની વસુલાત અંગે કાયદો

પ્રોપર્ટી ટેક્સ અથવા મિલકત વેરો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત છે. કોઈપણ નાગરિક જ્યારે રહેણાંક, વ્યાપારી કે ઔદ્યોગિક મિલકત ધરાવે છે, ત્યારે કાયદાકીય રીતે તેણે આ વેરો ચૂકવવો અનિવાર્ય બને છે. આ કરવેરા દ્વારા એકત્રિત થતી રકમનો ઉપયોગ શહેરના પાયાના માળખાકીય વિકાસ, રોડ-રસ્તા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી જાહેર સુવિધાઓ પાછળ કરવામાં આવે છે. ભારતીય બંધારણ અને સ્થાનિક મ્યુનિસિપલ કાયદાઓ અંતર્ગત મિલકત વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક તંત્રને આપવામાં આવી છે. મિલકત વેરો સમયસર ન ચૂકવવો એ કાનૂની અપરાધ બને છે, જેના કારણે મિલકત ધારક સામે કડક દંડાત્મક અને જપ્તી સુધીની કાનૂની કાર્યવાહી થઈ શકે છે. દરેક નાગરિક માટે પ્રોપર્ટી ટેક્સ અંગેની કાનૂની જોગવાઈઓ, વેરાની વસૂલાતની પદ્ધતિઓ અને કાયદાકીય નિયમોની સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.
પ્રોપર્ટી ટેક્સ અંગે કાયદાકીય જોગવાઈઓ
પ્રોપર્ટી ટેક્સની વસૂલાત અને તેની કાનૂની પ્રક્રિયાઓ મુખ્યત્વે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની વિવિધ કલમો હેઠળ સંચાલિત થાય છે. આ કાયદાની અનુસૂચિ અંતર્ગત પ્રકરણ 8માં મિલકત વેરાની આકારણી અને વસૂલાત માટેના કડક નિયમો ઘડવામાં આવ્યા છે. કાયદાની કલમ 158 મુજબ મિલકત વેરો એ સંબંધિત જમીન અને બાંધકામ પરનો પ્રથમ ચાર્જ છે, એટલે કે મિલકત પરના અન્ય કોઈપણ દેવા કરતાં ટેક્સની વસૂલાતને પ્રથમ અગ્રિમતા મળે છે. જો કરદાતા ડિફોલ્ટર સાબિત થાય, તો કાયદાના પ્રકરણ 9ના નિયમો મુજબ કમિશનરને મિલકત જપ્ત કરવા, ડિસ્ટ્રેસ વોરંટ જારી કરવા અને મિલકતની જાહેર હરાજી કરીને સરકારી લેણાં વસૂલ કરવાની અબાધિત કાનૂની સત્તાઓ આપવામાં આવી છે.
પ્રોપર્ટી ટેક્સની ગણતરીની પદ્ધતિ
ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની જેમ, રાજકોટમાં પણ આ ટેક્સ ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 કાયદાની કલમ 127 થી 141 મહાનગરપાલિકાને મિલકત વેરો લાદવાની અને તેની વસૂલાત કરવાની કાનૂની સત્તા આપે છે. અગાઉ ટેક્સની ગણતરી ભાડાના મૂલ્ય પર થતી હતી. પરંતુ વર્ષ 2000 પછી ગુજરાત સરકારે કાયદામાં સુધારો કરીને “કાર્પેટ એરિયા પદ્ધતિ” દાખલ કરી. આ નિયમો હેઠળ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના વિસ્તાર માટે ફેક્ટર્સ (ઋ1, ઋ2, ઋ3, ઋ4) નક્કી કરે છે. અનુસૂચિ ’એ’ ના પ્રકરણ-8 માં “કરવેરાના નિયમો” આપેલા છે. કાયદાની કલમ-16 મુજબ કોઈપણ નવી મિલકતની આકારણી કરે અથવા જૂની આકારણીમાં ફેરફાર કરે, ત્યારે આ નિયમ હેઠળ મિલકતધારકને ’સ્પેશિયલ નોટિસ’ આપવી કાયદાકીય રીતે ફરજિયાત છે. જો નાગરિકને આ ગણતરી સામે વાંધો હોય, તો તે આ જ નિયમ હેઠળ ’વાંધા અરજી’ દાખલ કરી શકે છે.
કર ચૂકવણીની સમય મર્યાદા અને નિયમો
દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં સ્થાનિક તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સનું બિલ અથવા માંગણી નોટિસ જારી કરવામાં આવે છે. કાયદા અનુસાર વેરો ચૂકવવા માટે સામાન્ય રીતે ત્રણથી છ મહિનાનો ચોક્કસ સમયગાળો આપવામાં આવે છે. જો કોઈ મિલકત ધારક નિર્ધારિત સમય મર્યાદામાં વેરો જમા કરાવે છે, તો તેને સરકારી નિયમો અનુસાર રિબેટ અથવા વળતરનો લાભ મળે છે. નિયત તારીખ પછી વેરો ચૂકવનાર વ્યક્તિ કાયદાકીય રીતે ડિફોલ્ટરની યાદીમાં આવી જાય છે અને સમયસર ચૂકવણી કરવી એ નાગરિકની કાનૂની ફરજ છે.
વસૂલાત માટે નોટિસ
જ્યારે કોઈ મિલકત ધારક નિયત સમયમાં ટેક્સ ચૂકવતો નથી, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને કાનૂની નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસમાં બાકી ટેક્સની રકમ, વ્યાજ અને નોટિસ ફીની વિગતો સ્પષ્ટપણે દર્શાવેલી હોય છે. કાયદા મુજબ આ નોટિસ મળ્યાના અઢાર કે ત્રીસ દિવસની અંદર બાકી રકમ ચૂકવવાની આખરી તક આપવામાં આવે છે. આ નોટિસ એ વસૂલાત પ્રક્રિયાનું પ્રથમ કાનૂની પગલું છે.
મિલકત સીલ કરવાની વહીવટી સત્તા
નોટિસ આપવા છતાં પણ જો કોઈ મિલકત ધારક લાંબા સમય સુધી પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી ન કરે, તો સ્થાનિક તંત્રને તે મિલકત સીલ કરવાનો સંપૂર્ણ કાયદેસરનો અધિકાર છે. આ પ્રક્રિયા અંતર્ગત મ્યુનિસિપલ સત્તાવાળાઓ પોલીસ બંદોબસ્ત સાથે આવીને મિલકતના મુખ્ય દરવાજા પર સરકારી સીલ મારી દે છે. મિલકત સીલ થયા પછી માલિક તેની અંદર પ્રવેશ કરી શકતો નથી કે તેનો ઉપયોગ કરી શકતો નથી અને સીલ તોડવું એ ગંભીર ગુનો બને છે.
પાણી અને ગટર જોડાણ કાપવાની સજા
પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાઓ સામે કડક આકરા પગલાં તરીકે સ્થાનિક તંત્ર તે મિલકતનું પાણીનું જોડાણ અને ગટરની લાઈન કાપી નાખવાની સત્તા ધરાવે છે. કાયદાકીય રીતે આ મૂળભૂત સુવિધાઓ હોવા છતાં, કરવેરા ન ભરવાના કિસ્સામાં વહીવટી તંત્ર આ સુવિધાઓ સ્થગિત કરી શકે છે.
ટેક્સ આકારણી સામે અપીલ
જો કોઈ મિલકત ધારકને લાગે કે તેના પર લાદવામાં આવેલો પ્રોપર્ટી ટેક્સ કાયદાકીય નિયમો વિરુદ્ધ છે અથવા તેની ખોટી ગણતરી કરવામાં આવી છે, તો તેને અપીલ કરવાનો કાનૂની અધિકાર છે. ગ્રાહક મ્યુનિસિપલ કમિશનર અથવા નિયુક્ત ટેક્સ અપીલ કમિટી સમક્ષ પોતાની વાંધા અરજી રજૂ કરી શકે છે. જો ત્યાંથી ન્યાય ન મળે, તો સ્થાનિક સિવિલ કોર્ટ અથવા સ્મોલ કોઝ કોર્ટમાં પણ દાવો કરી શકાય છે, પરંતુ અપીલ દાખલ કરતા પહેલા બાકી ટેક્સની અમુક ટકા રકમ જમા કરાવવી કાયદાકીય રીતે ફરજિયાત છે.

- Advertisement -

પ્રોપર્ટી ટેક્સની ગણતરીનું સૂત્ર
મિલકત વેરો = કાર્પેટ એરિયા X બેઝ રેટ X F1 X F2 X F3 X F4
જ્યાં…
F1 = લોકેશન ફેક્ટર : મિલકત કયા વિસ્તાર/ઝોનમાં આવેલી છે તેના આધારે.
F2 = ઉંમર ફેક્ટર : મકાન કે બાંધકામ કેટલું જૂનું છે તેના આધારે.
F3 = બાંધકામનો પ્રકાર : સ્લેબ વાળા પાકા બાંધકામ છે કે કાચું બાંધકામ
F4 = ઉપયોગ ફેક્ટર : મિલકતનો ઉપયોગ કોણ કરે છે.
પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત બિલમાં અન્ય ચાર્જીસ પણ ઉમેરવામાં આવે છે
વોટર ચાર્જ : જો કોર્પોરેશનનું પાણીનું જોડાણ હોય તો તેનો ફિક્સ ચાર્જ.
ગાર્બેજ કલેક્શન ચાર્જ : ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા માટેનો ચાર્જ.

પ્રોપર્ટી ટેક્સ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા મહત્ત્વના 25 ચુકાદા…

1 મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર બોમ્બે વિરુદ્ધ લાલા પંચમ (અઈંછ 1965 જઈ 1008) : આ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે કરવેરાની વસૂલાત માટે મિલકત સીલ કરવાની સત્તા કાયદેસર છે, પરંતુ તે પ્રક્રિયામાં નિર્ધારિત કાનૂની નિયમોનું ચુસ્ત પાલન થવું અનિવાર્ય છે.
2 સ્ટેટ ઓફ યુ.પી. વિરુદ્ધ હાજી ઇસ્માઇલ ખાન (અઈંછ 1966 જઈ 1012) : સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે સરકારી લેણાં કે સ્થાનિક વેરા ન ચૂકવનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત કે સીલ કરતા પહેલા તેને સાંભળવાની વ્યાજબી તક આપવી કાનૂની રીતે ફરજિયાત છે.
3 ખીમજી પૂંજા એન્ડ કંપની વિરુદ્ધ કમિશનર ઓફ ઇનકમ ટેક્સ (1976) 3 જઈઈ 433) : સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ટેક્સ ડિફોલ્ટરની મિલકત સીલ કર્યા પછી, તે સીલ સત્તાવાર પરવાનગી વગર તોડવું એ કાયદાકીય રીતે ગંભીર ફોજદારી ગુનો અને કોર્ટની અવમાનના બને છે.
4 એક્સપ્રેસ ન્યૂઝપેપર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (અઈંછ 1986 જઈ 872) : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વહીવટી તંત્ર મિલકત સીલ કરવાની સત્તાનો ઉપયોગ માત્ર કાયદાકીય લેણાં વસૂલવા માટે જ કરી શકે છે, આ સત્તાનો દુરુપયોગ દ્વેષભાવ પૂર્વક કરી શકાય નહીં.
5 શ્યામ કિશોર વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (અઈંછ 1992 જઈ 2279) : અદાલતે ટેક્સ પેયર્સના અધિકારોનું અર્થઘટન કરતા કહ્યું કે અપીલ દાખલ કરવાની જોગવાઈઓમાં ન્યાયાધીશને નાગરિકની આર્થિક સ્થિતિ જોઈને ટેક્સ ડિપોઝિટની રકમમાં મુક્તિ કે રાહત આપવાની સત્તા છે.
6 કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ શશી શંકર ચૌધરી (2001 10 જઈઈ 431) : સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યારે ટેક્સની આકારણી અંગેનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ હોય, ત્યારે વહીવટી તંત્રે સામાન્ય સંજોગોમાં મિલકત સીલ કરવા જેવા આકરા પગલાં લેવાથી બચવું જોઈએ.
7 ગોધરા ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત (અઈંછ 1975 જઈ 32) : અદાલતે ઠરાવ્યું કે જાહેર સુવિધાના વેરા કે બાકી લેણાંની વસૂલાત માટે વહીવટી તંત્ર દ્વારા કરાતી સીલિંગની પ્રક્રિયા તર્કસંગત, ન્યાયી અને કાયદાના શાસનને અનુરૂપ હોવી જોઈએ.
8 ગુલમાર્ગ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ મ્યુનિસિપલ કાઉન્સિલ ((2006) 9 જઈઈ 415) : કોર્ટે સામાન્ય વેપારીઓ અને નાગરિકોના પક્ષમાં ઠરાવ્યું કે કુદરતી આફતો, મહામારી કે બંધ જેવા અસાધારણ સંજોગોમાં મિલકતનો વ્યાપારી ઉપયોગ ન થયો હોય તો તંત્રે ટેક્સમાં વ્યાજબી માફી આપવી જોઈએ.
9 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ આશામલ વિઠ્ઠલદાસ (અઈંછ 1976 જઈ 1234) : આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કરવેરાની આકારણી કે દરમાં ફેરફાર કરતી વખતે મિલકતધારકને કાયદા મુજબ નોટિસ આપવી અને સાંભળવી એ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ અનિવાર્ય છે.
10 નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટી વિરુદ્ધ એમ.એન. સોરી (અઈંછ 1977 જઈ 302) : સુપ્રીમ કોર્ટે મિલકતધારકની તરફેણમાં ઠરાવ્યું કે મ્યુનિસિપલ તંત્ર કાયદાકીય રીતે નિર્ધારિત સ્ટાન્ડર્ડ રેન્ટ (નિયત ભાડા) કરતાં વધુ રકમ પર પ્રોપર્ટી ટેક્સની આકારણી કરી શકે નહીં.
11 દીવાન દૌલત રાય કપૂર વિરુદ્ધ નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટી (અઈંછ 1980 જઈ 541) : આ ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે સામાન્ય જનતાને મોટી રાહત આપતા ઠરાવ્યું કે જો મિલકતનું વાસ્તવિક ભાડું વધારે હોય તો પણ ટેક્સની ગણતરી માત્ર ભાડા નિયંત્રણ કાયદા હેઠળ નક્કી થવા પાત્ર ભાડા પર જ થઈ શકે.
12 ડો. બલબીર સિંગ વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (અઈંછ 1985 જઈ 339) : અદાલતે નાગરિકોના પક્ષમાં ચુકાદો આપ્યો કે મિલકત ધારક જે મકાનમાં પોતે રહે છે (સેલ્ફ-ઓક્યુપાઇડ) અને જે મકાન ભાડે આપેલું છે, તે બંનેની ટેક્સ આકારણીના માપદંડો અલગ અને ન્યાયસંગત હોવા જોઈએ.
13 મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી વિરુદ્ધ ચિરણજી લાલ (1981) 1 જઈઈ 590) : કોર્ટે ઠરાવ્યું કે જો તંત્ર મિલકતના ભાડા મૂલ્યમાં અચાનક મોટો વધારો કરવા માંગતું હોય, તો ટેક્સ પેયરને તેની વિગતવાર ગણતરી આપવી અને તેનો પક્ષ સાંભળવો અનિવાર્ય છે.
14 શ્રીમતી ગોદાવરી દેવી વિરુદ્ધ કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન (અઈંછ 1993 જઈ 1225) : સામાન્ય નાગરિકની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો કે મિલકતની આસપાસની અન્ય સમાન મિલકતોના ટેક્સ દરને ધ્યાનમાં લીધા વગર કોઈ એક વ્યક્તિ પર મનસ્વી રીતે ઊંચો વેરો લાદી શકાય નહીં.
15 ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિરુદ્ધ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (1997) 11 જઈઈ 341) : કોર્ટે ચેરિટેબલ, શૈક્ષણિક અથવા જાહેર જનતાના હિત માટે વપરાતી મિલકતોને ટેક્સમાંથી મુક્તિ આપવાના નિયમોનું ઉદાર અર્થઘટન કરી સામાન્ય જનતા અને સંસ્થાઓને મોટી રાહત આપી હતી.
16 આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ બકિંગહામ એન્ડ કર્નાટક મિલ્સ કંપની લિમિટેડ (અઈંછ 1970 જઈ 169) : બંધારણીય બેન્ચે ઠરાવ્યું કે ટેક્સના નિયમો એટલા અસ્પષ્ટ અથવા આકરા ન હોવા જોઈએ જે સામાન્ય નાગરિકના વેપાર કે મિલકત ધરાવવાના મૂળભૂત અધિકાર પર ત્રાપ મારે.
17 મોહિત ભાર્ગવ વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઇન્દોર (2004) 3 જઈઈ 712) : અદાલતે નાગરિકોની વહારે આવીને સ્પષ્ટ કર્યું કે ટેક્સ બિલમાં કોઈપણ પ્રકારની પેનલ્ટી કે દંડ જોડતા પહેલા તંત્રે તેનું કાનૂની કારણ આપવું પડશે, મનસ્વી રીતે દંડ વસૂલી શકાય નહીં.
18 ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ વિરુદ્ધ સોલર સેલ્સ ઇન્ડિયા (અઈંછ 2008 જઈ 2135) : આ કેસમાં સામાન્ય નાગરિકોના હિતમાં નક્કી થયું કે જો મિલકત સીલ હોય અથવા કાનૂની વિવાદને કારણે વણવપરાયેલી પડી હોય, તો તે સમયગાળાના ટેક્સમાં ગ્રાહકને વ્યાજબી રાહત મળવી જોઈએ.
19 ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર્સ વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (અઈંછ 1996 જઈ 1947) : સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ઓપન લેન્ડ (ખુલ્લી જમીન) અને બાંધકામ વાળી મિલકત પર એક સરખો ભારે વેરો ન લાદી શકાય. ખુલ્લી જગ્યાઓ પર ટેક્સનો દર હંમેશાં ઓછો હોવો જોઈએ.
20 મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી વિરુદ્ધ ગંગા રામ (1995) 6 જઈઈ 213) : ટેક્સ પેયરની તરફેણમાં કોર્ટે આદેશ આપ્યો કે વહીવટી તંત્ર દ્વારા કરાતી ટેક્સની વાર્ષિક આકારણી (એસેસમેન્ટ) જો પદ્ધતિસર ન હોય, તો નાગરિક જૂના દરે જ ટેક્સ ચૂકવવા પાત્ર રહેશે.
21 પટેલ ગોરધનદાસ હરગોવિંદદાસ વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ (અઈંછ 1963 જઈ 1742) : સુપ્રીમ કોર્ટે સામાન્ય જનતાના પક્ષમાં ઠરાવ્યું કે મ્યુનિસિપલ તંત્ર કાયદામાં આપેલા પ્રાવધાનો સિવાય મિલકતના મૂડી મૂલ્ય (કેપિટલ વેલ્યુ) પર મનસ્વી રીતે કર લાદી શકે નહીં.
22 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ મારુતિ એન્ટરપ્રાઇઝ (2014) 11 જઈઈ 602) : અદાલતે નાગરિકોના હકનું રક્ષણ કરતા ઠરાવ્યું કે કાયદા મુજબની ’સ્પેશિયલ નોટિસ’ આપ્યા વિના મિલકત વેરાની રકમમાં એકપક્ષીય રીતે કરવામાં આવેલો કોઈપણ વધારો ગેરકાનૂની છે.
23 જલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલ વિરુદ્ધ હરિપ્રસાદ મનિલાલ જોશી (અઈંછ 1998 જઈ 2304) : કોર્ટે ચુકાદો આપ્યો કે જો ટેક્સ પેયર વહીવટી ભૂલનો ભોગ બન્યો હોય, તો તંત્ર તેની પાસેથી પાછલી તારીખથી (બેક ડેટથી) દંડ સાથે ટેક્સ વસૂલ કરી શકે નહીં.
24 મ્યુનિસિપલ કાઉન્સિલ, કોટા વિરુદ્ધ દિલ્હી ક્લોથ મિલ્સ (2001) 3 જઈઈ 654) : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે પ્રોપર્ટી ટેક્સ બિલમાં નાગરિકને વાંધો ઉઠાવવાની પ્રક્રિયા કે મુદ્દત દર્શાવેલી ન હોય, તેવું બિલ કાનૂની રીતે ખામીયુક્ત અને રદબાતલ ગણાય છે.
25 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા મંડળ (અઈંછ 2003 જઈ 3412) : અદાલતે નાગરિકોની તરફેણમાં ઠરાવ્યું કે નવી કાર્પેટ એરિયા પદ્ધતિ દાખલ કરતી વખતે જો સામાન્ય જનતા પર અચાનક અસહ્ય ટેક્સનો બોજ વધતો હોય, તો તંત્રે વ્યાજબી મર્યાદા (કેપિંગ) નક્કી કરવી જોઈએ.

- Advertisement -

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Next Article સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?