હવે ભારતીય હવાઈ દળની મહિલા પાયલોટ ચિનૂક પણ ઉડાડશે. ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત ભારતીય સેનાને હથિયારો તથા અન્ય સામાન પૂરો પાડવામાં ચિનૂક હેલિકોપ્ટર મહત્વની ભૂમિકા ભજવે છે અને ભારતીય હવાઈ દળના બે મહિલા પાયલોટને આ જવાબદારી સોંપી છે. એક મહિલા પાયલોટ ચંદીગઢ અને આસામમાં ચિનૂક હેલિકોપ્ટરમાં તૈનાત કરવામાં આવ્યા છે.
ભારતીય હવાઈ દળના સ્કવોડ્રન લીડર પારુલ ભારદ્વાજ અને સ્વાતિ રાઠોડને ચિનૂક હેલિકોપ્ટરની જવાબદારી સોંપાઈ છે. ચંદીગઢ ફીધરવેસ્ટ યુનિટ અને આસામના માઈટી ટેલન્સ યુનિટમાં બંને મહિલા પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓએ આ પૂર્વે એમઆઈ-17 વી ફાઈવ હેલિકોપ્ટર પણ ઉડાડ્યા છે અને બંનેના નામે અનેક સિધ્ધિઓ પણ બોલે છે.
- Advertisement -
ચિનૂક હેલિકોપ્ટર એ અન્ય હેલિકોપ્ટરની તુલનામાં વધુ કંટ્રોલ કરી શકાય તેવું હેલિકોપ્ટર છે અને ખાસ કરીને ચીન સાથેની સીમામાં તૈનાત ભારતીય ભૂમિ દળને પુરવઠો પુરો પાડવામાં આ હેલિકોપ્ટર મહત્વની ભૂમિકા ભજવશે.