મધ્ય પ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ પોતાની માતાને યાદ કર્યા હતા.
મધ્ય પ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે હું મારી માતાને મળવા જઈ શક્યો નહીં. પણ દેશની માતાઓના આશીર્વાદ આજે મને મળ્યા છે. પીએમે કહ્યું કે, શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું. કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું મારી માતા પાસે તો નથી જઈ શક્યો, પણ આજે લાખો માતા-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. મારા માટે ખુશીની વાત છે.
- Advertisement -
પીએમ મોદીએ કહ્યું કે, કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું છે. દૂરના દેશમાંથી મહેમાન આવ્યા છે. આ ચિત્તાના સન્માનમાં તાળીઓ પાડો. હું મધ્ય પ્રદેશ અને દેશના લોકોને શુભકામના આપું છું. સ્વસહાય જૂથની મહિલાઓને સંબોધન કરતા પીએમે કહ્યું કે, દેશની દિકરીએ ક્યારેય કોઈનાથી પાછળ નથી રહી. મધ્ય પ્રદેશમાં જળ પરિયોજનાનો સમૂહ હાથમાં છે. અમારો ટાર્ગેટ છે કે, ગ્રામિણ પરિવાર આ અભિયાન સાથે જોડાય. સ્વસહાય જૂથ અભિયાનમાં કેટલીય બહેનો જોડાઈ છે.
मध्य प्रदेश के श्योपुर में 'स्वयं सहायता समूह सम्मेलन' में लोगों के स्नेह से अभिभूत हूं। https://t.co/SrCMkZWKJn
— Narendra Modi (@narendramodi) September 17, 2022
- Advertisement -
પીએમે કહ્યું કે, સપ્ટેમ્બરનો આ મહિનો દેશમાં પોષણ માસ તરીકે મનાવાય છે. ભારતના પ્રયત્નો છે કે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને આંતરાષ્ટ્રીય સ્તર પર મોટા અનાજ વર્ષ તરીકે મનાવાની ઘોષણા કરી છે. ગામની અર્થવ્યવસ્થામાં, મહિલાઓ ઉદ્યમીઓને આગળ વધારવા માટે, તેમના માટે નવી સંભાવનાઓ બનાવવા માટે અમારી સરકાર નિરંતર કામ કરી રહી છે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટના માધ્યમથી અમે દરેક જિલ્લાના લોકલ ઉત્પાદનો મોટા બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે આગળ કહ્યું કે, છેલ્લા 8 વર્ષોમાં સ્વંસહાય જૂથને સશક્ત બનાવવા માટે અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારો ટાર્ગેટ છે કે, ગ્રામિણ પરિવારમાંથી ઓછામાં ઓેછી એક બહેન આ અભિયાન સાથે જોડાય. જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધ્તવ વધ્યું છે. તે ક્ષેત્રમાં, તે કાર્યમાં આપની સફળતા નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું શાનદાર ઉદાહરણ છે, જેનું મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.