સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ, એક્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો હોય છે જે ઘણી બીમારીઓની સારવાર માટે ફાયદાકારક છે.

સરગવો આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ, એક્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો હોય છે જે ઘણી બીમારીઓની સારવાર માટે ફાયદાકારક છે.

300થી વધુ રોગ મટાડે છે સરગવો
જો સરગવાને સુપરફૂડ તરીકે જોવામાં આવે તો તે ખોટું નહીં હોય. વાસ્તવમાં આયુર્વેદમાં પણ સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. સરગવો એક કે બે નહીં પરંતુ 300 થી વધુ રોગોને મટાડે છે.

સરગવામાં હોય છે આટલા બધા વિટામિન્સ અને મિનરલ્સ
આપણે આમતો સરગવાનો ઉપયોગ શાકભાજી અને પાંદડાઓનો ઉપયોગ દવા તરીકે કરીએ છીએ. આ સાથે તેના બીજ અને સુકા પત્તામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્સ સારી માત્રામાં જોવા મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે સરગવાના પાનથી તમે કયા કયા ફાયદાઓ મેળવી શકો છો.

સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ, એક્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો મળી આવે છે. જે ઘણા રોગોની સારવાર કરે છે.

ઈમ્યૂનિટી કરે છે મજબૂત
સરગવાના પાંદડામાં એક કે બે નહીં પરંતુ 40 થી વધુ એન્ટીઑકિસડન્ટ ગુણો હોય છે. જેના કારણે તે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલને કરે છે મેઈન્ટેઈન
સરગવાના પાંદડા આપણા શરીરને બેડ કોલેસ્ટ્રોલથી બચાવવાનું કામ કરે છે. તેના પાંદડામાં ફેટી એસિડ ઓમેગા.3 જોવા મળે છે.

પેટ માટે ઘણી રીતે ફાયદાકારક
એન્ટિબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર સલગવાના પાંદડા આપણા પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે. પાચનની સાથે સાથે તે પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન
સરગવાના પાંદડામાં મળતું એન્ટીઑકિસડન્ટ ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.