By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    6 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    8 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    7 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor
Last updated: 2026/07/13 at 3:35 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
27 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

ગોંડલનાં જામવાડી જીઆઈડીસી માં હજુ મહિના પહેલાં ફુડ વિભાગ દ્વારા બે જગ્યાએથી મરચુ,હળદર સહિત ભેળસેળ યુક્ત મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. હવે ગુંદાળાથી ભેળસેળ કરેલા શંકાસ્પદ મસાલાનો જથ્થો ઝડપાતા ગોંડલ પંથકમાં ઉત્પાદીત ખાદ્ય પદાર્થોની ગુણવતા અંગે સવાલો ઉઠવાં પામ્યાં છે. એસઓજીએ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ધમધમતી એક મસાલાની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મોટો દરોડો પાડતા આ ફેક્ટરીમાંથી 42 લાખનો શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલાનો મસમોટો જથ્થો મળી આવતા જાણવાજોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પીઆઇ પારગી,પીએસઆઈ . ઝાલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાળા ગામની સીમમાં આવેલ ‘મહાદેવ ઈન્ડસ્ટ્રીઝમાં જે.પી. મસાલા નામના કારખાનામાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે. બાતમી આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફ્સિરને સાથે રાખી ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં કારખાનેદાર પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલામાં ભેળસેળ કરતો હોવાનું જાણવા મળ્યું છે ધાણાજીરુંમાં વેસ્ટ ભુસુ ઉમેરવામાં આવતું હતું જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી, તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો. આ નકલી અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા પોલીસે આ મામલે ગોંડલની મુરલીધર રેસીડેન્સીમાં રહેતા અને મસાલાની ફેક્ટરી ચલાવતા મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગીરધરભાઈ બાલધા ઉ.39 સામે જાણવાજોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલા મરચું, જીરું, ધાણાજીરું, હળદર નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ અંદાજિત કિંમત ૪૧,૯૧,૩૫૦/ જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ સીઝ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

નાના મવા રોડ પર બંધ ટેમ્પો પાછળ બાઈક ઘુસી જતા યુવકનું મોત

રાજકોટના નાના મવા રોડ નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પા પાછળ બાઈક અથડાતા પ્રૌઢનુ કરૂણ મોત નિપજયુ હતુ. જયારે અકસ્માતમાં પુત્રનો બચાવ થયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નાનામવા રોડ પર આંબેડકર નગરમાં રહેતા વશરામભાઈ પુંજાભાઈ પરમાર ઉ.46 તેના પુત્રને લઈને જતા હતા ત્યારે નાના મવા રોડ પર બંધ ટેમ્પા સાથે બાઈક અથડાતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા જેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ચૌધરી સહીતના સ્ટાફે તપાસ કરતા મૃતક વશરામભાઈ પ્રાઈવેટ સીકયુરીટીમાં નોકરી કરતા હતા અને તેના પુત્રને લઈને તેના સગાના ઘેર જતા હતા તે દરમ્યાન આ બનાવ બન્યો હોવાનુ જણાવતા પોલીસે રોડ ઉપર વાહન રાખી બેદરકારી દાખવનાર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

વિછિયાના મોટા હડમતીયા ગામેથી 60 લાખનો દારૂ ઝડપાયો

- Advertisement -

વિંછીયાના મોટા હડમતીયા ગામની સીમમાં દારૂના કટીંગ વેળાએ વિછિયા પોલીસ ત્રાટકી હતી અને દારૂની 28932 બોટલ સહિત 1 કરોડ 9 લાખની મતા જપ્ત કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે વિંછીયા પોલીસ મથકના પીઆઈ યુ.આર.ડામોરની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના એએસઆઈ દિલીપભાઈ માલકીયા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ, મનોજભાઈ ડાભી, પ્રકાશભાઇ કુકડીયા સહિતના સ્ટાફને વિંછીયા પોલીસ મથકની આંબલી ચોકી પહોચતા ઉદય ખાચર મોટા હડમતીયા ગામની સીમમા માવજીભાઈ વાલાણીની વાડીના શેઢા પાસે આવેલ સરકારી ખરાબામા વિદેશી દાની બોટલોનુ કટીંગ કરે છે આ ચોક્કસ બાતમી આધારે ટીમે દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતાં જ પોલીસને જોઈ હાજર શખ્સો નાસી છૂટ્યા હતાં. ત્યાં પડેલ બે ટ્રકમા રહેલ ક્નટેનરમાં જોતાં તેમાં અલગ-અલગ બ્રાંડની વિદેશી દાની બોટલો ભરેલ જોવામા આવેલ હતી. પોલીસે બંને ટ્રક પોલીસ મથકે લઈ જઈ તપાસ કરતાં કુલ 28,932 બોટલ દારૂ જેની કિંમત 59.47 લાખ થતી હોય અને બે ટ્રક સહિત 1.09 કરોડનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા મુખ્ય સૂત્રધાર ઉદય કાળુભાઈ ખાચર સહીત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટમાં રહેતી મહિલા પ્રોફેસરે જૂનાગઢના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી : તારી માંએ કંઈ શીખવાડ્યું નથી, નકરી ભણી છો અને રખડી છો કહી સાસુ મેણા મારતા

રાજકોટના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર ઓપેક પ્રાઈમ બિલ્ડિંગમાં રહેતા અને જૂનાગઢ ખાતે ડો.સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશનમાં સહાયક અધ્યાપક તરીકે નોકરી કરતાં કૃતિબેનએ પતિ આશિષ, સસરા શાંતિલાલ સવજીભાઈ કુંડારીયા, સાસુ કિરણબેન, જેઠ કૃણાલ અને જેઠાણી ડિમ્પલબેન વિરુદ્ધ મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 2006માં કોર્ટ મેરેજ અને 2008માં આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા હતા. સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. લગ્ન બાદ પતિ સાથે ધોરાજીના વાડોદર ગામે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયા હતા. તે વખતે પતિ સોની કામ કરતો હતો. લગ્ન બાદ બીએડનો અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા. કોલેજમાં રીડીંગ અને તહેવારની રજા હોય ત્યારે સાસરે જતાં તે વખતે સાસુ ઘરકામ અને રસોઈ બાબતે મેણાંટોણાં મારતા, કહેતાં કે તારી માંએ કંઈ શીખવાડ્યું નથી, નકરી ભણી છો અને રખડી છો, ઘરનું કંઈ કામ આવડતું નથી, બાપ વગરની છો અને ભાગીને લગ્ન કર્યા છે એટલે તારામાં સંસ્કાર નથી. પતિને ફરિયાદ કરે તો કંઈ કરતા નહીં. ઉલટાનું તેની સાથે બોલાચાલી અને મારકુટ કરતા હતા. સસરા તેના પતિને તેના વિરુદ્ધ ચડામણી અને કાન ભંભેરણી કરતા હતા. જેઠ પણ જેમ ફાવે તેમ બોલતા હતા. પતિને એમ કહેતા કે તારી પત્ની જૂનાગઢ કોલેજમાં હતી ત્યારે છોકરાઓ સાથે ફરતી હતી, તેના બધા રિપોર્ટ મારી પાસે છે. લગ્ન થયા બાદ જેઠાણીએ પણ તેની સાસુને ચડામણી શરૂ કરી હતી. પુત્રીનો જન્મ થતાં સાસરીયાઓ ખબરઅંતર પુછવા પણ આવ્યા ન હતા બે માસ બાદ પુત્રીને લઈને સાસરે ગયા હતા 2013માં કંધેવાડી ગામે વિદ્યાસહાયક તરીકે નોકરી મળી હતી તે ! વખતે પતિ સહિતના સાસરીયાઓ સાથે રહેવા આવ્યા ન હતા. તેની પુત્રીને ટાઈપ-૧ ડાયાબિટિસ આવતા પતિ અને સાસરીયાઓ વધુ ત્રાસ આપવા લાગ્યા હતા. તેની નોકરીની બધી કમાણી સારવારમાં જતી રહેશે તેવા મેણાંટોણાં મારતા હતા. 2017થી 2019સુધી ઉપલેટાના કોલકી ગામે નોકરી દરમિયાન પણ સાસરિયાઓએ ત્રાસ આપ્યો હતો. 2019થી 2022 સુધી વડવાજળી ગામે બદલી થતાં તે બાબતને લઈને પણ જેઠ-જેઠાણી એવું કહેતા કે તને રાજકોટમાં રખડવું છે એટલે રાજકોટમાં બદલી કરાવી છે. હતી. ઘણું કહેવા છતાં પતિ રાજકોટ શિફટ થતાં ન હતા. ૨૦૨૨માં તેને જૂનાગઢની કોલેજમાં નોકરી હાલ રાજકોટથી જૂનાગઢ અપડાઉન કરે છે. રાજકોટ આવી ત્યારથી પુત્રીને ભણાવી નથી તેમ કહેતા હતા. જૂનાગઢ આવી જવાનું કહીં પતિ મરી જવાની ધમકી આપતા હતા.

જસદણનું મિર્ઝાપુર કનેક્શન : કુંદણીનો બુટલેગર મહાવીર 2 પિસ્ટલ, 4 જીવતા કાર્ટીસ સાથે ઝડપાયો

રાજકોટના વિરનગર પાસેથી જસદણના કુંદણી ગામના નામચીન બુટલેગરને બે પિસ્ટલ અને ચાર કાર્ટીસ સાથે રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો છે બોઘરાવદરના શખસે સંપર્ક કરાવ્યા બાદ મધ્યપ્રદેશના મિરઝાપુરનો શખસ આ હથિયાર આપી ગયાનું અને માથાકૂટ ચાલતી હોય સ્વબચાવ માટે હથિયાર રાખ્યાનું આરોપીએ રટણ કરતા પોલીસે બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખતા શખસોને શોધી કાઢવા અને અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે. ઝાલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ અને વિપુલભાઈ ગોહિલને બાતમી મળી હતી કે, જસદણના કુંદણી ગામે રહેતો બુટલેગર મહેશ ઉર્ફે મહાવીર પાસે ગેરકાયદે હથિયાર છે અને હાલ તે વીરનગર પાસે છે આ બાતમી આધારે ટીમે દરોડો પાડી શખ્સને અટકમાં લઈ નામઠામ પૂછતાં કુંદણીનો મહેશ ઉર્ફે મહાવીર બાવકુ ખાચર ઉ.24 હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ અને ચાર કાર્ટીસ મળી આવ્યા હતા જેથી પોલીસે 1 લાખનો આ મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક તપાસમાં બે હથિયાર સાથે ઝડપાયેલ મહેશ ઉર્ફે મહાવીર સામે અગાઉ જસદણ અને ભાડલા પોલીસ સ્ટેશનમાં દારૂના છ ગુના નોંધાઇ ચૂક્યા છે. હથિયાર બાબતે પૂછતા આ હથિયાર તે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરઝાપુરમાં રહેતા શાકિલ મોહમ્મદ સાદિક મન્સૂરી પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું અને શાકીલ સાથે તેનો સંપર્ક બોઘરાવદરમાં રહેતા જયસુખ ઉર્ફે જસો વલ્લભભાઈ વાઘેલાએ કરાવ્યાનો જણાવ્યું હતું 10 દિવસ પૂર્વે શાકિલ આ હથિયાર આપી ગયો હતો આરોપીના પિતા બાવકુભાઈએ 10 વર્ષ પૂર્વે કોળી યુવાનની હત્યા કરી હોય ત્યારથી તેમની સાથે અદાવત ચાલતી હોવાથી સ્વબચાવ માટે હથિયાર રાખ્યાનું રટણ કર્યું હતું આટકોટ પોલીસ મથકમાં ત્રણેય સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

શાસ્ત્રીનગરમાં યુવતી સાથે ફોનમાં વાત કરતી વખતે અગાસી પરથી પટકાતા યુવકનું મોત

રાજકોટના દોઢસો ફૂટ રીંગ રોડ નજીક આવેલી રામાપીર ચોકડી પાસેના શાસ્ત્રીનગરમાં યુવતી સાથે વાત કરતી વેળાએ અગાસી ઉપરથી નીચે પટકાતા યુવકનું કરૂણ મોત નિપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ યુપીનો અને હાલ છેલ્લા ત્રણેક વર્ષથી શાસ્ત્રીનગરમાં રહેતો રાજ ગોવિંદભાઈ સહાની ગત રાત્રે પોતાના ઘરની અગાસી ઉપર મોબાઈલ ફોન પર તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો.તે દરમ્યાન સંતુલન ગુમાવતાં તે અગાસી પરથી સીધો નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે ખાબકતાં યુવાનને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેણે દમ તોડી દેતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક રાજ સહાની મૂળ ઉત્તર પ્રદેશ (UP)નો વતની હતો અને છેલ્લા ત્રણ વર્ષથી રોજગારીની કરવા રાજકોટ આવ્યો હતો. અહીં તે ફર્નિચરના કામમાં મજૂરી કામ કરતો હોવાનુ પરીવારે જણાવતા જમાદાર જયદીપસિંહ જાડેજા સહીતે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

ગોવાથી લાવેલા દારૂ સાથે 4 વિદ્યાર્થીની રાજકોટ રેલવે સ્ટેશન પરથી ધરપકડ

રાજકોટ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં રહેલ એલસીબીએ રવિવારે પ્લેટફોર્મ નં.1 પર જનરલ વેઇટિંગ રૂમ પાસે વોચ ગોઠવી ચાર વિદ્યાર્થીઓને અટકાવી ટ્રોલી બેગની જડતી લેતા ગોવાથી લાવેલો વિદેશી દારૂ મળી આવતા ચારેયને ઝડપી લઇ તેમની પાસેથી કુલ 15 બોટલ વિદેશી દારૂ મળી આવતા રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ રેલવે એલસીબી પીએસઆઈ જયુભા પરમારની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પ્લેટફોર્મ નં.1 પર જનરલ વેઇટિંગ રૂમ પાસે ટ્રોલી બેગ સાથે ઊભેલા બે યુવક જ્યારે પ્લેટફોર્મ નં.1 પર અમૂલ સ્ટોલ પાસે બે યુવક શંકાસ્પદ લાગતાં તેમની પૂછપરછ કરી બેગની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચારેયની બેગમાંથી ગોવાથી ખરીદીને લાવવામાં આવેલી દારૂની અલગ અલગ કુલ 15 બોટલ મળી આવી હતી. પોલીસે 11,250નો દારૂનો જથ્થો કબજે કરી ચારેય યુવકની અટકાયત કરી નામઠામ પૂછતાં ચારેય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હરેશ કુંભારવાડા રહેતો દિનેશ બથવાર ઉ.21, અને ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામનો નવઘણ વેજાણંદ સરઠિયા ઉ.21, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સામોર ગામનો રોનક રણમલ આંબલિયા ઉ.24 અને જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતો કૌશિક હરેશ કટારિયા ઉ.24 હોવાનું અને ચારેય અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ તપાસ હાથ ધરી છે.

પડધરીના વણપરી પંથકમાંથી ગેરકાયદે રેતીનું વહન, સંગ્રહ કરવાનો પર્દાફાશ

પડઘરીના વણપરી પાસે રેતી માફિયા પર ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી 450 ટન જથ્થો જપ્ત કરી બે શખ્સો સામે કાર્યવાહી કરી છે એસઓજીની ટીમે રેતીનો 200 ટન સાદી રેતી જપ્ત કરી ડમ્પર ડીટેઇન કર્યું હતું. જયારે પડઘરી પોલીસે આ જ વિસ્તારમાં દરોડો પાડી 250 ટન રેતીનો ગેકરાયદે સ્ટોક કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે રેતી ખનીજનું ખનન તથા વહન કરતાં શખ્સો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. મિશ્રા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ અને વિપુલભાઈ ગોહિલને મળેલી બાતમી આધારે પડધરી તાલુકાના વણપરી ગામમાં આવેલ બોડીઘોડી રોડ સાઈડમાં સાદી રેતીનું ગેરકાયદે સંગ્રહ અને વહનની કામગીરી ચાલુ હોય બાતમી આધારે અહીં દરોડો પાડી ધર્મેશ કાના ખુંગલાને ઝડપી લઇ તે રોયલ્ટી વગરની સાદી રેતીનું ગેરકાયદે સંગ્રહ તથા વહન કરતા હોવાનું માલુમ પડતા 1 લાખની 200 ટન સાદી રેતી જપ્ત કરી ડમ્પર ડિટેઇન કર્યું હતું આ બાબતે ખાણ ખનીજ વિભાગે દંડ પેટે રિપોર્ટ આપી ખાણ ખનીજ વિભાગ સંબંધિત દંડ માટે આગળની કાર્યવાહી કરી હતી જયારે પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી. ચૌહાણની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે હકીકત મળી હતી કે, વણપરી-બોડીઘોડી રોડ ઉપર વણપરી ગામ પાસે મોટા પ્રમાણમાં રેતીનો સ્ટોક કરેલ છે આ બાતમી આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા રેતીનો સ્ટોક અશ્વિન છનુ વાળાએ ગેરકાયદે રીતે કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તે અંગે તેનું નિવેદન લેતા આશરે 200 થી 250 ટન રેતીનો સ્ટોક પડેલ હોય જે રેતી રોયલ્ટી સાથે મંગાવેલ હોય અને સ્ટોક રજીસ્ટર રાખેલ નથી. આ રેતી શિકારપુરથી મંગાવી હોવાનું જણાવ્યું હતું આ રીતે તેઓએ મકાન બનાવવા તેમજ સગા સંબંધી માટે મંગાવેલ હોવાનું કહ્યું હતું. પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટોક રજીસ્ટર નીભાવ્યા વગર ગેરકાયદે રીતે મોટા પ્રમાણમાં રેતીનો સ્ટોક કરી વેચાણ કરતા હોવાનું જણાય આવતા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટ રેન્જની ટીમેં ગુજસીટોક, આર્મ્સ, રાયોટ, એટ્રોસિટી, દારૂના ગુનામાં વોન્ટેડ છ શખ્સોને પકડી પાડ્યા

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ઝુંબેશ અન્વયે અલગ અલગ ગુનામાં ફરાર કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ગુજસીટોકના ગુનામાં ફરાર કાળીયા ગેંગના સાગરીતને ખારચીયા ગામેથી ઝડપી લીધો છે જયારે આર્મ્સ એક્ટ, રાયોટ સહિતના ગુનામાં ફરાર ચાર આરોપી અને દારૂના ગુનામાં ફરાર બુટલેગરને પકડી પાડ્યો હતો સૌરાષ્ટ્રભરમાં ઘરફોડ ચોરી અને લૂંટ સહિતના ગુના આચરતી કાળીયા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલ કાળીયા ગેંગના સાગરીત ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઈ ઉર્ફે મુનિભાઈ વાઘેલાની રાજકોટ રેન્જની ટીમે ધરપકડ કરી છે સૌરાષ્ટ્રભરમાં એક દાયકાથી ઘરફોડ ચોરી, લૂંટ સહિતના ગુના આચરતી ગેંગ વિરુદ્ધ ત્રણ માસ પૂર્વે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી છ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે એક શખ્સનો કબ્જો મેળવવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના હેઠળ રેન્જ આઇજી ટીમના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી એન મોરી, બી સી મિયાત્રા અને સી એમ કાંટેલિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા અને નિકુલભાઈ પંપાણીયાને મળેલી ચોક્કસ બાતમી આધારે ગુજસીટોકના ગુનામાં ફરાર ગોંડલના આરોપી ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલાને ખારચીયા ગામની સીમમાંથી પકડી લીધો હતો તેમજ રેન્જ આઈજી ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગભાઈ પરમારને મળેલી બાતમી આધારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયાર બતાવી મારામારી, રાયોટ અને એટ્રોસિટી એક્ટ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી હેમંત ગોકુળભાઈ અગોલાને વગડીયા રોડ પર આવેલી વાડી ખાતેથી, સુરેશ જાદવભાઈ અગોલાને આસુન્દ્રાળી રોડ પર આવેલ વાડી ખાતેથી, જસમત લાભુભાઈ અગોલાને ધોળીયા રોડ પર આવેલ વાડી ખાતેથી અને ગણપત ભાથાભાઈ પનારાને આસુન્દ્રાળી રોડ પર આવેલ વાડી ખાતેથી પકડી પાડી મુળી પોલીસના હવાલે કરવામાં આવ્યા છે આ ઉપરાંત યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગભાઈ પરમારની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલ જ્યારે રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બુટલેગર સુરેન્દ્રનગરના આસિફ ઈકબાલભાઈ અબ્બાસીને માલવણ હાઇવે વાસાડવા ગામના પાટીયા પાસેથી પકડી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવા કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

જસદણના ગઢાળા પાસે ચાલતી ઘોડીપાસાની કલબ પર રેન્જની ટીમનો દરોડો

રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે રાજકોટ રેન્જની ટીમે જસદણના ગઢાળા ગામમાં ચાલતી ઘોડી-પાસાની જુગાર કલબ પર દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા ચાર શખસોને ઝડપી લઇ પાંચ શખસો નાસી છુટયા હોય તેની શોધખોળ હાથ ધરી છે દરોડા દરમિયાન પોલીસે રોકડા 61,100, એક કાર, ત્રણ બાઇક અને મોબાઇલ સહિત કુલ 4,71,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તીઓ નાબૂદ કરવા આપેલ સૂચના અન્વયે રેન્જના પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, અને સી.એમ.કાંટેલીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, અનિરૂધ્ધસિંહ જાડેજા, વકારભાઇ અરબ, નિકુલભાઇ પંપાણીયાને મળેલ ચોકકસ બાતમી આધારે જસદણ પોલીસ સ્ટેશનની હદના ગઢાળા ગામ ખંભાળા-ભડલી રોડ પાસે ચાલતી ઘોડી-પાસાની ક્લ્બ ઉપર દરોડો પાડી જુગાર રમતા નવાગઢના રજાક જમાલ ખોરાણી, બાબરાના સંજય વાઘજી વાઘેલા, ગઢડાના મુકેશ હિપા સરેલીયા અને બાબરાના મનિષ નાનજી મારૂની ધરપકડ કરી રોકડ રૂ.61,100, મોબાઇલ નંગ 3, બાઈક, ઇક્કો કાર મળી કુલ રૂ.4,71,100 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે દરોડા દરમિયાન નાસી છૂટેલા ગઢાળાના સંજય સામત ગરાણીયા, બાબરાના સુરેશ મકવાણા, ગઢાળાના ભરત વાટુકીયા, ખંભાળાના વલ્લભ કોળી, બીજલ કોળી ની શોધખોળ હાથ ધરી જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં બાબરાનો સુરેશ મકવાણા અને ખંભાળાનો બીજલ ભાગમાં જુગાર ઘોડીપાસાની જુગાર કલબ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

જેતપુરના જીવણપરામાંથી ટ્રેકટરમાં બનાવેલા ચોરખાનામાંથી 1708 બોટલ દારૂ ઝડપાયો

રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીએ જેતપુરના જીવણપરામાં દરોડો પાડી ટ્રેકટર ટ્રોલીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. 1708 બોટલ દારૂ સાથે ત્રણ બુટલેગરને ઝડપી લઇ પોલીસે 8.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ટ્રોલી નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવી દારૂ સપ્લાય થતો હોય દરોડા દરમિયાન બે શખ્સો નાસી જતાં શોધખોળ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા તેમજ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એસલીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મનહરભાઇ, મનદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ભરતભાઇ ગમારાને બાતમી મળી હતી કે જેતપુરના દાસીજીવણપરા વિસ્તારમાં અમુક શખ્સો અંગ્રેજી દારૂ એક ટ્રેક્ટરમાં ટ્રોલી નીચે બનાવેલા ચોરખાનામાં સંતાડી વેચાણ કરી રહ્યા છે આ બાતમી આધારે પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની કુલ 1708 બોટલ દારૂ જેની કિંમત 2.65 લાખ થતી હોય તે મળી આવ્યો હતો પોલીસે દરોડો પાડતા કેટલાક શખ્સો નાસી છૂટ્યા હતા જ્યારે પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો, એક ટ્રેક્ટર, અને મોબાઇલ સહીત 8.75 લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના બાબુલાલ કેવલરામ સોલંકી, નવાગઢના રાજુ લક્ષ્મણ ગોહેલ અને સાગર ધના પરમારની ધરપકડ કરી દરોડા દરમિયાન નાસી છૂટેલા રાજસ્થાનના પદ્મરામ ઉર્ફે ગોપાલ અને નવાગઢના રમેશ રવજી મકવાણાની શોધખોળ હાથ ધરી છે ઝડપાયેલા પૈકીના આરોપી રમેશ પરમાર અને સાગર પરમાર સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ અને રાયોટિંગ સહિતના અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.

મંગળા રોડ પર ફાયરિંગના ગુનામાં 9 માસથી વોન્ટેડ શખ્સની ધરપકડ

રાજકોટના મંગળા મેઈન રોડ ઉપ્પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે નવ માસ પહેલા થયેલા સામસામે ફાયરિંગમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ બની હતી અને ત્યાર બાદ બંને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફાયરિંગના ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ના પીએસઆઈ એમ કે મોવલિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી, જગદીશસિંહ પરમાર, મહાવીરસિંહ ચુડાસમા અને રવિરાજભાઈ પટગીરને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં નવ માસથી વોન્ટેડ એમપીના વિશ્વરાજસિંહ ઉર્ફે દાદુ ઠાકુર પૃથ્વીરાજસિંહ રાઠોડને ગૌરીદળ ગામ પાસેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિરત્ન પાર્કમાં ટ્રાફિક બ્રિગેડ જવાન ઉપર કડા-ધોકાથી હુમલો

રાજકોટના ભોમેશ્વરના સાધના એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાફિક બ્રિગેડ તરીકે બે માસથી નોકરી કરતા સમીરભાઈ સલીમભાઈ જુણેજા ઉ.25એ ત્રણ અજાણ્યા શખ્સો સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું મારુ બાઈક લઈને પરદા ફિટીગનું પણ જ્યાં કામ કરું છું તે મારા શેઠ હિતેશભાઈ ચાવડાના ઘરે બારીના પડદાનુ ફિટિંગ કરવાનુ હોવાથી ત્યા જતો હતો ત્યારે રવિરત્ન પાર્ક ખાતે પહોંચતા શેરીમાંથી વાદળી કલરનું ફ્રોન્ક્સ જેના રજી નં.જી.જે.૦૩ એન. કે.૪૦૪૫ વાળાએ કારને પુરપાટ ઝડપે ગાડી ચલાવી નિકળેલ જેથી મે મારા બાઈકને બ્રેક મારતા આ કાર ચાલકે પોતાની કાર ઉભી રાખી મને કહેલ કે સામુ શુ જોવે છે આ બાજુ કારની પાસે આવ એમ કહેતા હું ત્યા ગયેલ તો આ કારમાં આગળની શીટમાંથી બે વ્યક્તિ નીચે ઉતર્યા હતા અને મને કહેવા લાગેલ કે તને કઈ હવા છે તે તારુ મો.સા અહી કેમ ઉભુ રાખ્યુ તેવામા એક શખ્સે મને તેના હાથમા પહેરેલ કડા વડે માથાના ભાગે ત્રણ ચાર ઘા માર્યા હતા પાછળની શીટમા બેસેલ એક વ્યક્તિએ કારમાંથી લાકડાનો ધોકો લઈને બહાર આવ્યો હતો અને તેના હાથમાંથી ક્રિમ કલરવાળા ટિશર્ટ વાળા વ્યક્તિએ આ લાકડાનો ધોકો લઈ મને એક ઘા બાવળા પર તથા એક ઘા પીઠના ભાગે તથા એક ઘા માથાના ભાગે માર્યો હતો ત્યારે આ કાળો શર્ટ પહેરેલ વ્યકતિએ મને ઢિકાપાટુનો માર માર્યો હતો બાદ આ સફેદ કલરના શર્ટ પહેરેલ વ્યક્તિએ મારો મોબાઈલ નંબર માગેલ અને મને કહેલ કે બીજી વાર કયાય ભેગો ન થતો નહીતર જાનથી મારી નાખીસ અને ખોટા કેસમા તને ફિટ કરાવી નાખીસ બાદ મારુ મો.સા લઈને ત્યાથી જતો રહેલ બાદ ત્યાથી થોડે આગળ આ મારા શેઠ ત્યા ઉભેલા હોય તેમની પાસે જઈ આ બનાવની વાત કરેલ બાદ બાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

ગ્રીન લોજ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એ ડિવિઝન પીઆઇ વાઢિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પ્રકાશભાઈ સોલંકી સહિતની ટીમે બાતમી આધારે ગરેડીયા કુવા રોડ ઉપર આવેલ ગ્રીન લોજ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અબ્દુલહમીદ હુસેનભાઇ સિપાઈ, કાંતિ પાંચાભાઇ પેઢડિયા, રજનીકાંત મગનભાઈ મેજડીયા, મુરગર ભવાનીગર ગોસ્વામી અને ફકીરા હસમભાઇ ચૌહાણની ધરપકડ કરી 5200 રોકડા કબ્જે કર્યા છે.

હથિયારોની હેરાફેરી કરતી વેપન કાર્ટેલ ગેંગને 16 હથિયાર સાથે પીસીબીએ ઝડપી લીધી

રાજકોટમાં આગામી 16 તારીખે અષાઢી બીજ નિમિતે ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રા યોજાનાર હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે વેપન કાર્ટેલ ગેંગના 5 શખ્સોને 16 હથિયાર અને 30 કાર્ટીસ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પીસીબીની ટીમને મળેલી બાતમી હારે મિર્ઝાપુરના સૂત્રધારને વાંકાનેર ચોકડી પાસેથી 5 હથિયાર સાથે ઝડપી લીધા બાદ એક પછી એક પાંચ શખ્સોને ઝડપી લઇ 10 દેશી પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વર, 30 જીવતા કાર્ટીસ, 4 મોબાઈલ સહીત 2 લાખ 3 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયા, પીએસઆઈ આર કે જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે મિર્ઝાપુરનો શખ્સ વાંકાનેર ચોકડી પાસે હથિયારોની ડિલિવરી દેવા આવવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી મિર્ઝાપુરના શકીલ સાદિક મન્સૂરીને અટકાયતમાં લઇ જડતી લેતા તેની પાસેથી 5 હથિયાર અને 20 કાર્ટીસ મળી આવ્યા હતા શકીલ સહીત બેની અટકાયત કરી પૂછતાછ કરતા અગાઉ ચોટીલાના બે શખ્સોને પણ સપ્લાય કર્યાનું જણાવતા પોલીસે અનિલ અને દર્શનને ઝડપી લઇ હથિયાર અને 10 કાર્ટીસ કબ્જે કર્યા હતા તેમજ પ્રદીપ પાસેથી 3 હથિયાર કબ્જે કર્યા હતા પોલીસે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઇ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય એસઓજીએ કુંદણી ગામે ગઈકાલે દરોડો પાડ્યો હતો અને કુખ્યાત બુટલેગરને બે હથિયાર સાથે પકડ્યો હતો તેમાં પણ મિર્ઝાપુરના શકીલનું અને બોઘરાવદરના જયસુખનું નામ ખુલ્યું હતું આ બંને શખ્સોને શહેર પીસીબીએ ઝડપી લીધા છે.

You Might Also Like

બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો

શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા

જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા

જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
Next Article UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
CRIME

આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
CRIME

શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?