રાજપૂત સમાજની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો
આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સાંસદે આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યસભાના સાંસદ તરીકે તાજેતરમાં વરણી પામેલા માનસિંહજી પરમારના સન્માનાર્થે રાજકોટમાં રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજપૂત સમાજો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ (રામનાથપરા, બેડીપરા તથા પડધરી નવ ગામ ઘોળ), ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ, ક્ષત્રિય ગુર્જર રાજપૂત સમાજ, રાજસ્થાન રાજપૂત સમાજ તેમજ રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, ગુજરાત (સુપ્રિમ કાઉન્સિલ) સહિત રાજપૂત સમાજની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સમારોહ દરમિયાન રાજ્યસભાના સાંસદ માનસિંહજી પરમારનું શાલ, પુષ્પગુચ્છ અને સન્માનચિહ્ન અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ તેમને રાજપૂત સમાજનું ગૌરવ અને લોકહિત માટે કાર્યરત નેતા ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે માનસિંહજી પરમારે પોતાના સંબોધનમાં સમાજની એકતા, શિક્ષણ, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતાં જાહેરજીવનમાં સમાજના હિત અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં ધીરુભા ડોડિયા, જીણાભા ચાવડા, દેવાભા ડોડિયા, રમેશસિંહ ચાવડા (ઇગલ), ચંદુભા પરમાર, બલદેવસિંહ સિંધવ, ભરતસિંહ ચુડાસમા, અજયસિંહ પરમાર, રમેશસિંહ એમ. ચાવડા, ચંદ્રસિંહ ડોડિયા, કિશોરસિંહ ડી. ચૌહાણ, રણજીતસિંહ દાહિમા, મહેન્દ્રસિંહ ચાવડા, બકુલસિંહ સિંધવ, જોગેન્દ્રસિંહ ચંપાવત, કલુભા હેરમા, મનુભા ડોડિયા, દેવાભા રાઠોડ, ગોવિંદસિંહ પરમાર, સુરૂભા જાદવ, અરવિંદસિંહ પરમાર, જયેશસિંહ ડોડિયા, જયપ્રકાશસિંહ કટારિયા, રામજીભા સોલંકી, નશાજી દહિયા, સંજયસિંહ વાઘેલા તથા રામસિંહજી શેખાવત સહિત રાજપૂત સમાજના અનેક અગ્રણી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સંગઠન અને સામાજિક વિકાસનો સંદેશ પ્રતિબિંબિત થયો હતો. ઉપસ્થિત આગેવાનોએ રાજ્યસભામાં માનસિંહજી પરમારની વરણીને રાજપૂત સમાજ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી તેમજ તેમના જાહેરજીવનમાં વધુ સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.




