By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    3 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    4 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સતર્કતાનો રાષ્ટ્રજોગ સંદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સતર્કતાનો રાષ્ટ્રજોગ સંદેશ
Parakh Bhatt

સતર્કતાનો રાષ્ટ્રજોગ સંદેશ

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 4:07 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

– પરખ ભટ્ટ

લોકડાઉન સમયથી શરૂ કરીને આજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વખત રાષ્ટ્રજોગ સંદેશો પાઠવવા માટે ભારતની ન્યુઝ ચેનલ્સ પર પ્રગટ થયા. આ અઠવાડિયે એમનું રાષ્ટ્રજોગ સંબોધન તહેવારોમાં સતર્કતા દાખવવા બાબતે હતું. રાબેતા મુજબ ન્યુઝ ચેનલ્સ અને નાગરિકોએ અવનવી અટકળો લગાવી. કેટલાકે કહ્યું કે, આજ વખતે સાહેબ અર્થતંત્ર પર વાત કરશે. કેટલાકે વેક્સિનના આગમન બાબતે જાહેરાતની સંભાવના વ્યક્ત કરી. પરંતુ એક પીઢ વડીલની માફક મોદી સાહેબનું કહેવાનું એ જ હતું કે, ‘ભાઇઓ-બહેનોંઓઓ, કોરોના ગયો નથી. બિંદાસ્ત થવાની જરૂર નથી.’ એમના સંબોધન પછી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે હળવી ટિપ્પણીઓ કરી કે, ‘આમ ને આમ અગર સાહેબ હળવી શૈલીમાં રાષ્ટ્રજોગ સંબોધન આપતા રહ્યા, તો નોટબંધી જેવો ખૌફ જતો રહેશે!’

- Advertisement -

નવરાત્રિમાં મિશન શક્તિ

ઉત્તરપ્રદેશના હાથરસ કાંડને લીધે યોગી સરકારની પ્રતિષ્ઠાને ભયંકર હાનિ પહોંચી છે. લટકામાં, બિહારની ચૂંટણી માથે છે! યોગી આદિત્યનાથ હવે પગલાં ન ભરે તો રાજકારણ ક્ષેત્રે ધરખમ ભૂકંપો આવે એવી શક્યતા સેવવામાં આવી હતી. આથી નવરાત્રિ દરમિયાન એમણે સ્ત્રી અત્યાચાર ડામવા માટે ‘મિશન શક્તિ’ લોન્ચ કર્યુ. સોશિયલ મીડિયા પર તે એટલું પ્રચલિત થયું કે લોકોએ આખું અઠવાડિયું યોગી આદિત્યનાથની વાહવાહી કરી. ફક્ત ત્રણ દિવસમાં સ્ત્રી અને બાળકો પર ગુનો આચરનારા 14 આરોપીઓને ફાંસીની સજા, 28 આરોપીઓને ઉંમર-કેદ અને 39 ઇસમોને અમુક વર્ષોની જેલની સજા સંભળાવીને ઉત્તરપ્રદેશ સરકારે સપાટો બોલાવી દીધો. પરંતુ આવું જ કામ ચૂંટણી સિવાયના દિવસોમાં ભારતભરમાં થવું જોઈએ એવું સરકારને ક્યારે સમજાશે?

હમારા ભીમ!

8 જાન્યુઆરી, 2021ના રોજ રીલિઝ થવા જઈ રહેલી બિગ-બજેટ ફિલ્મ ‘આર.આર.આર.’નો પહેલો લૂક સોશિયલ મીડિયા પર ચાલુ અઠવાડિયે અતિશય વાયરલ થયો. બાહુબલિ બાદ એસ.એસ.રાજામૌલી ફરી વખત ‘આર.આર.આર’ લઈને પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યા છે, જેમાં જુનિયર એન.ટી.આર., આલિયા ભટ્ટ, અજય દેવગણ અને રામ ચરણ જેવા સુપરસ્ટાર્સ એકીસાથે બિગ-સ્ક્રીન પર જોવા મળશે. ભારતને સ્વતંત્રતા મળ્યા પહેલાંની આ વાર્તામાં આદિવાસી નેતા કોમારામ ભીમની વીરતા કેન્દ્રસ્થાને છે. બાહુબલિ સમયથી જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહી છે. તમિલ, મલયાલમ, તેલુગુ, હિન્દી સહિતની ભાષાઓમાં તેને વર્લ્ડ-વાઇડ રીલિઝ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

શું તમે કોન્ડોમ ભૂલવા માંગો છો?

સોશિયલ મીડિયા પર છેલ્લા સાત-આઠ દિવસોમાં ભારતની એક અગ્રગણ્ય કોન્ડોમ બ્રાન્ડ દ્વારા હેશટેગ ‘ફોર્ગેટ કોન્ડોમ્સ’ (કોન્ડોમ ભૂલી જાઓ) કેમ્પેઇન ચલાવવામાં આવ્યું, જેમાં રાધિકા આપ્ટે, વિક્રાંત મેસ્સી, બાની જે, કલ્કી કોચલિન, ડોલી સિંઘ અને વરૂણ સિંઘ જેવા સ્ટાર્સ નજરે ચડ્યા. જેનું નામ સાંભળતાવેંત નાકનું ટિચકું ચડી જાય અને લોકો તેને અનસુના કરીને આગળ વધી જાય એવો ‘કોન્ડોમ’ શબ્દ આ સપ્તાહમાં ટ્રેન્ડિંગ રહ્યો. કંપનીએ કરેલા રીસર્ચ મુજબ મોટાભાગના ભારતીયો માને છે કે કોન્ડોમ પહેરવાથી એમને શારીરિક સુખ મળતું નથી. ભારતમાં આને કારણે વસ્તીવધારો તેમજ ગુપ્તરોગની સમસ્યામાં પણ ખાસ્સો વધારો થઈ રહ્યો છે! આથી કંપનીએ અત્યાર સુધીનું સૌથી પાતળું ‘ઇન્વિઝિબલ કોન્ડોમ’ લોન્ચ કર્યુ.

- Advertisement -

ઇરોઝ-નાઉની ગુસ્તાખી!

ભારતમાં પ્રખ્યાત થવા કે પછી ટ્રેન્ડમાં રહેવા માટે કંપનીઓ અને ઑર્ગેનાઇઝેશન હવે જાતે જ વિવાદાસ્પદ માર્કેટિંગ કરી રહી છે. ગયા અઠવાડિયે તનિષ્કની એડવર્ટાઇઝમેન્ટ પર હલ્લાબોલ થયા પછી ‘ઇરોઝ નાઉ’ જેવી ચિંદી-ચોર કંપનીને પણ આવી સસ્તી પબ્લિસિટી મેળવવાનું ચાનક ચડ્યું. એમણે નવરાત્રિ સંદર્ભે ત્રણ ગ્રાફિક્સ બનાવીને સોશિયલ મીડિયા પર વહેતા કર્યા, જેમાં નવરાત્રિ જેવા પાવન તહેવારને દ્વિ-અર્થી સંવાદોમાં ઢાળીને બિભત્સ થાળીમાં પીરસવામાં આવ્યા. લોકોએ તેનો ભરપૂર વિરોધ નોંધાવ્યો અને રાબેતા મુજબ, કંપનીએ માફીપત્ર રજૂ કરીને પોસ્ટ્સ હટાવી લીધી. પરંતુ આ ચક્કરમાં હેશટેગ ‘બોયકોટ્ટ ઇરોઝ નાઉ’ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગયા એનું શું? આવી ફાલતુ કંપનીને મફતની પબ્લિસિટી મળી ગઈ! ખરેખર તો આમના પર કાયદાકીય જોગવાઈઓ લાગુ પાડી દેવી જોઈએ.

લાલો છવાઈ ગયો!

મૂળ ગુજરાતી એવા બોલિવૂડ ડિરેક્ટર હંસલ મહેતાએ ‘સોની લિવ’ પર રીલિઝ થયેલી ‘સ્કેમ 1992’ વેબસીરિઝ ડિરેક્ટ કરી હતી. ઑટીટી વ્યુઅર્સને તે એટલી બધી પસંદ આવી કે ચાલુ અઠવાડિયે તેનો સમાવેશ ભારતના ટોચના 30 ઑટીટી શોમાં થઈ ગયો. પ્રતિક ગાંધી, હેમંત ખેર, પરેશ ગણાત્રા, સતિશ કૌશિક, શ્રેયા ધન્વંતરી સહિતના કલાકારોથી સુસજ્જ આ શો શેરબજારના સૌથી મોટા કૌભાંડી હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે, જે મૂળ સૌરાષ્ટ્રના મોટી પાનેલી ગામના રહેવાસી હતાં. મુંબઈમાં નાનકડી ચાલથી શરૂ કરીને શેરબજારના ખેરખાં બનવા સુધીની સફર અને ત્યારબાદ 5000 કરોડના મસમોટા કૌભાંડના માસ્ટર-માઇન્ડ હર્ષદ મહેતાની આ સ્ટોરી ભારતીય ઑટીટી પ્લેટફોર્મ માટે રિવોલ્યુશનરી સાબિત થઈ રહી છે.

You Might Also Like

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં થયેલી હત્યા કેસમાં ખુલાસો : 7 વાર યુવક-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું’તું
Next Article નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અનેક રાજ્યોની કેન્દ્રને 16 દરખાસ્ત, ગુજરાતની એક પણ નહીં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?