પરિચિત શખ્સ સામે પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી દબોચી લઈ જેલભેગો કરી દીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતી 14 વર્ષની સગીરાના પિતાએ ભગવતીપરા વિસ્તારના જયપ્રકાશનગરમાં રહેતા રાહુલ નામના શખ્સ સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પોકસો સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની 14 વર્ષની સગીર દીકરી હોસ્પિટલ ચોક નજીક આવેલી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. ગઈકાલે દીકરી રાબેતા મુજબ દરરોજ લેવા-મુકવા જતી રીક્ષા મારફતે શાળાએ જવા માટે નીકળી હતી. સગીરાને હાલ પરીક્ષા ચાલતી હોય તેણે પરીક્ષાનું પેપર વહેલું પૂર્ણ કરી લીધું હતું અને તે શાળામાંથી વહેલા બહાર નીકળી ગઈ હતી.આ દરમિયાન સગીરાના પરિચયમાં રહેલ રાહુલ નામનો શખસ શાળાની બહાર જ આંટાફેરા કરતો હતો. આટો મારવા જવાનાં બહાને સગીરાને બાઈકમાં બેસાડી પોતાના જય પ્રકાશનગર સ્થિત ઘરે લઇ ગયો હતો. જ્યાં આરોપીએ સગીરાના શરીરે હાથ ફેરવ્યો હતો, જેનો સગીરાએ ઇન્કાર પણ કર્યો હતો તેમછતાં રાહુલે શારીરિક અડપલાં ચાલુ રાખ્યાં હતાં અને સગીરાના છાતીના ભાગે બચકા ભરી લીધા હતા. આ તરફ સ્કૂલનો સમય પૂરો થયાં બાદ તેડવાં આવેલ રીક્ષાચાલકે અમુક સમય સુધી રાહ જોયા બાદ પણ સગીરા શાળાની બહાર નહિ આવતા તેણે માતાને આ બાબતે જાણ કરી હતી. જેથી, પરિજનો શાળા ખાતે દોડી આવ્યા હતા અને સગીરાની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. આ દરમિયાન પેપર વહેલું પૂર્ણ કરી શાળામાંથી બહાર નીકળી ગયાનું જાણવા મળ્યું હતું. માતા શાળાના ગેટ ખાતે હાજર હતી, તે જ સમયે રાહુલ બાઈક પર સગીરાને ઉતારી નાસી ગયો હતો. જે બાદ માતાએ પુત્રીને આ બાબતે પૂછતાછ કરતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. જે બાદ સગીરાના પિતાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવતા પીઆઇ આર જી બારોટ અને ટીમે પોક્સો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રાહુલ નારણભાઈ નગવડીયાની ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો.