By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    1 day ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાયદાનું પાલન કરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કાયદાનું પાલન કરો
Author

કાયદાનું પાલન કરો

Khaskhabar Editor
Last updated: 2025/04/21 at 11:03 AM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

એ મિસ્ટર, તમે અમેરિકન નથી લાગતા, ભારતીય દેખાવ છો. તમારો પાસપોર્ટ અને અન્ય કાગળિયાં દેખાડો.’ નવસારીના નવીનકુમાર નાનાલાલ પટેલ, ‘બી-1/બી-2’ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હતા. ન્યુઆર્ક ઍરપોર્ટ ઉપરથી અમેરિકામાં પ્રવેશતાં ઈમિગ્રેશન ઓફિસરે અમેરિકામાં રહેવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો એ સમય પૂરો થતાં નવીનકુમારે ‘એક્સટેન્શન ઓફ ટાઈમ’ની ખરા-ખોટા કારણો આપીને અરજી કરી અને વધુ છ મહિના, એટલે કે કુલ્લે એક વર્ષ, અમેરિકામાં બી-1/બી-2 વિઝા ઉપર રહેવાની પરવાનગી મેળવી. આ દરમિયાન એમણે એમના ભારતના બિઝનેસની અમેરિકામાં શાખા ખોલી એ કંપની રજિસ્ટર્ડ કરી, કંપનીના નામનો બેન્ક એકાઉન્ટ ખોલાવ્યો, ભારતની કંપનીમાંથી એક લાખ જેટલા ડોલર્સ ટ્રાન્સફર કરાવ્યા. એક બિઝનેસ પ્લાન બનાવડાવ્યો. બિઝનેસ કરવાની જગ્યા પણ ભાડે લીધી. પછી પોતાના લાભ માટે ‘એલ-1’ વિઝાની પિટિશન દાખલ કરાવી અને એના માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી ભરી. એમના સદ્ભાગ્યે એ પિટિશન પંદર દિવસમાં જ એપ્રૂવ થઈ ગયું. પછી તો નવીનકુમાર અમેરિકામાં રહીને બિઝનેસ કરવા લાગ્યા. આ વાતને દોઢ વર્ષ થવા આવ્યું હતું અને એક દિવસ સાંજના ટ્રાફિક લાઈટ પાસે લાલ લાઈટ થતાં એમણે એમની ગાડીને થોભાવી હતી ત્યારે ત્યાં ઊભેલા પોલીસ ઈન્સ્પેક્ટરે એમને ઉપલો સવાલ કર્યો.
‘સર, આઈ એમ અ મેનેજર. અને મારી પાસે અહીં રહેવાના અને કામ કરવાના ‘એલ-1’ સ્ટેટસ છે.’
‘ઓહ! એટલે તમે ઈલ્લિગલ ઈમિગ્રન્ટ નથી. બહુ સારું. ચાલો, તમારો પાસપોર્ટ બતાડો. તમે કહો છો એ એલ-1 વિઝા દેખાડો.’
‘ઓફિસર, સોરી. હું કંઈ પાસપોર્ટ ખિસ્સામાં લઈને નથી ફરતો. મેં તમને કહ્યું ને હું કાયદેસર એલ-1 સ્ટેટસ ઉપર અહીં રહું છું.’
‘ઓહ! એટલે તમારી પાસે એલ-1 વિઝા નથી. તમે એલ-1 સ્ટેટસ ઉપર અહીં ન્યુજર્સીમાં રહો છો.’
‘હા, ઓફિસર. ધેટ ઈઝ લિગલ.’
‘એ લિગલ છે કે ઈલ્લિગલ એ તો અમારા ઈમિગ્રેશન ઓફિસર જ નક્કી કરશે. પણ તમારું એડ્રેસ આપો.’
‘હા… હા, તમારા ઓફિસરને નક્કી કરવા દેજો કે હું લિગલી એલ-1 સ્ટેટસ ઉપર છું કે નહીં. અને એડ્રેસ તો છે ને, મેં રેસિડન્સ તેમ જ ઓફિસ ગયા મહિને જ બદલી છે એટલે મને મોઢે યાદ નથી.’
‘ઓહ! પણ તમે તમારું ચેન્જ ઓફ એડ્રેસ રજિસ્ટર્ડ કરાવ્યું છે?’
‘એ વળી શું? હું ઘર બદલું કે ઓફિસ, મારે એ રજિસ્ટર્ડ શું કામ કરાવવું જોઈએ?’
‘મિસ્ટર…. તમારું નામ શું છે?’
‘નવીનકુમાર નાનાલાલ પટેલ.’
‘હા, તો મિસ્ટર પટેલ, તમને કાયદાની જાણકારી નથી. તમે જો તમારું રહેઠાણ બદલો તો તમારે ઈમિગ્રેશન ખાતાને એની જાણ કરવાની રહે છે. મને લાગે છે કે તમે બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હશો. પછી એલ-1 પિટિશન દાખલ કકર્યું હશે. સ્ટેટસ ચેન્જ કર્યું હશે. પણ તમારા દેશમાં પાછા જઈને એલ-1 વિઝા મેળવ્યા હોય એવું નથી લાગતું.’
‘યસ, યસ, ઓફિસર, તમારી વાત સાચી છે. પણ આમાં મેં કંઈ જ ખોટું કર્યું નથી. અને જુઓ, આ રેડ લાઈટ હવે ગ્રીન થઈ ગઈ છે. મને જવા દો.’
‘નો મિસ્ટર, તમે એમ છટકી જઈ ન શકો. તમારે મારી જોડે પોલીસસ્ટેશન ઉપર આવવું પડશે.’

- Advertisement -

નવીનકુમારની ન્યુજર્સીના પોલીસસ્ટેશન ઉપર લંબાણપૂર્વક ઊલટતપાસ કરવામાં આવી. ત્યાંના પોલીસ ઓફિસરે ‘આઈસ’ના ઓફિસરને બોલાવ્યા એમણે નવીનકુમારને એરેસ્ટ કર્યા. એમનો પાસપોર્ટ એમના ઘરેથી મેળવ્યો. એની ઉપર જે દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-1/બી-2 વિઝા હતા એ કેન્સલ કર્યા. એમણે જે બી-1/બી-2માંથી એલ-1 સ્ટેટસ ચેન્જ કર્યું હતું એ પણ રદ કરવામાં આવ્યું અને એમને અમેરિકા બહાર ભારત પાછા ચાલી જવાનો હુકમ કરવામાં આવ્યો. અનેક ભારતીયો બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને પછી એમને ત્યાં રહેવા માટે આપેલો સમય એક્સટેન્શન ઓફ ટાઈમની અરજી કરીને લંબાવે છે. ત્યાર બાદ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને એમનું ‘બી-1/બી-2’ સ્ટેટસનું રૂપાંતર એફ-1 સ્ટુડન્ટ સ્ટેટસમાં ફેરબદલી કરાવે છે અથવા તો એમના કોઈ સગાવહાલાની કંપનીમાં ખરી-ખોટી નોકરી મેળવીને ‘એચ-1બી’ સ્ટેટસ પ્રાપ્ત કરે છે યા તો આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેનું ‘એલ-1 સ્ટેટસ’ સ્ટેટસ ચેન્જની અરજી કરીને મેળવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનની બાબતમાં ઘણા સુધારા-વધારા દાખલ કર્યા છે. અમેરિકાનો ઈમિગ્રેશનનો કાયદો હતો એને વધુ કડક બનાવ્યો છે. એનો અમલ પણ ચુસ્તપણે કરવાનો આગ્રહ સેવ્યો છે. એમણે એવું જાહેર કર્યું છે કે જે કોઈ પણ પરદેશી અમેરિકામાં કોઈ પણ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર દાખલ થાય કે પછી ત્યાં ગ્રીનકાર્ડ ઉપર રહેતા હોય એમણે એમના બધા જ ઈમિગ્રેશનને લગતા દસ્તાવેજો હરહંંમેશ એમની પાસે રાખવા જોઈએ, જેથી ગમે ત્યારે, ગમે ત્યાં ઈમિગે્રશન ઓફિસરો કે પોલીસ ઓફિસરો એ જોવા માગે તો તેઓ એ રજૂ કરી શકે. એમણે એવું પણ જાહેર કર્યું છે કે આ લોકો જો એમનું રહેઠાણ બદલે તો એમણે પંદર દિવસની અંદર એની જાણ પણ સત્તાવાળાઓને કરવી જોઈએ.

નવીનકુમારે અમેરિકામાં રહેવા અને બિઝનેસ કરવા માટે ઘણી બધી ચાલાકીઓ કરી હતી. સૌપ્રથમ એમણે બી-1/બી-2 વિઝા અમેરિકામાં ફક્ત ફરવા જવું છે એવું જણાવીને મેળવ્યા હતા. ફોર્મ ડીએસ-160માં અમેરિકામાં ફક્ત ત્રણ અઠવાડિયાં રહેવું છે જણાવ્યું હતું. ઈમિગ્રેશન ઓફિસરે એમને રહેવા માટે જે છ મહિના સમય આપ્યો હતો એ ખોટા કારણો આપીને બીજા છ મહિના લંબાવ્યો હતો. અમેરિકા પહોંચ્યા બાદ તેઓ એલ-1 વિઝા મેળવશે એવા પૂર્વનિયોજિત ઈરાદાથી તેઓ અમેરિકામાં પ્રવેશ્યા હતા અને એ ઈરાદાઓ મુજબ એમણે અમેરિકામાં પ્રવેશ્યા બાદ ભારતની કંપનીની શાખા ખોલી હતી. અને એલ-1 વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. આટઆટલું ખોટું કર્યા બાદ એમણે પ્રેસિડન્ટ ટ્રમ્પે બહાર પાડેલા નિયમોનું પણ પાલન કર્યું નહોતું. ઈમિગ્રેશનને લાગતા ડોક્યુમેન્ટ્સ સાથે રાખ્યા નહોતા. રહેઠાણ બદલ્યું હોવા છતાં એની જાણ સત્તાવાળાઓને કરી નહોતી. આ સઘળી ગેરરીતિઓ અને ગેરકાયદેસર વર્તાવોના કારણે એમને અમેરિકામાં છોડવું પડ્યું હતું. જો તમે અમેરિકામાં પ્રવેશવાની, ત્યાં ભણવાની, નોકરી કરવાની, બિઝનેસ કરવાની, કાયમ રહેવાની, ત્યાંના નાગરિક બનવાની ઈચ્છા ધરાવતા હોવ તો એ માટે અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952 હેઠળ અનેક પ્રકારના વિઝાઓ ઘડવામાં આવ્યા છે. તમે એ બધી સુવિધાનો લાભ લો, લાયકાતો કેળવો. કાયદાને અનુસરો. જો આવું કરશો તો તમને નવીનકુમારની જેમ અમેરિકા છોડવાનો વારો નહીં આવે. અમેરિકા ખરેખર એક ખૂબ જ સારો દેશ છે. એ ઈમિગ્રન્ટોને દેશ પણ કંઈ અમસ્તો નથી કહેવાયો, પણ તમારે ત્યાં કાયદેસર પ્રવેશવું જોઈએ ને ત્યાંના કાયદાઓનું પાલન કરવું જોઈએ. અન્યથા તમારી દશા નવીનકુમાર જેવી થશે.

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

TAGGED: obey the law
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્કૂલે પરીક્ષા આપી ઘરે જતી ધો.9ની છાત્રાનું અપહરણ કરી બચકાં ભર્યા
Next Article શેર બજાર અપડેટ: માર્કેટ ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં નોંધપાત્ર ઉછાળો દેખાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?