ખાસ-ખબર સંવાદદાતા
તાલાળા તાલુકાનાં સુરવા ગામે સમસ્ત સીદી આદિજાતિ સમાજ ઉત્કર્ષ સમિતી સુરવા ગીર તથા રજાક ભાઈ દરજાદા અને હનીફા બેન મજગુલ તથા તેમના પરિવાર આયોજિત સુરવા મુકામે સ્પોર્ટ્સમાં વિવિધ કેટેગરીમાં સિદ્ધિ મેળવેલ ખુશ્બુ બેન દરજાદા તથા શાહીન બેન દરજાદા તથા રોહિત ભાઇ દરજાદાનો સન્માન સમારોહનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત સરકાર સૈયદ ચિરાજુદ્દીન બાવા ચિસ્તી ભાવનગર તથા સમાજ કલ્યાણ ગ્રુપ નાં સ્થાપક રિઝવાન ભાઈ ડેસર તથા દુધાળા ગામ ,ના ઉપ સરપંચ યારું ભાઈ મકરાણી તથા તેમની પુરી ટીમ તથા હનિફા બેન મજગુલ તથા નામી અનામી આગેવાનો તથા મુસ્લીમ અગ્રણી હાજર રહિયા હતા ત્યારબાદ સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર ને શાહીન બેન દરજાદા નું ભવ્ય સન્માન ચીરાજુદ્દીન બાબા ચિસ્તી તથા ગ્રૂપ સ્થાપક રિઝવાન ભાઈ ડેસર નાં હસ્તે આપી સન્માન કરાયું હતું.
સુરવા ગામે સીદી આદિજાતિનાં સિલ્વર મેડાલિસ્ટ વિજેતાનું સન્માન
