ખાસ-ખબર સંવાદદાતા
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.19/11/2023 અને તા.20/11/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 28 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી અને 8 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-04 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને 1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-20 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને 7 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ-04 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.