મોનસૂનનો મહિનો સૌથી સારો છે પરંતુ આ સિઝનમાં રોગોના ફેલાવવાનો ખતરો પણ વધી જાય છે. આ સિઝનમાં ખાવા-પીવાથી લઈને રહેવા-ખાવા સુધી દરેક વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે.
ચોમાસાની સિઝન આવવાની સાથે ઈમ્યૂનિટી પણ કમજોર થઈ જાય છે જેનાથી વાયરલ અને ઈન્ફેક્શન થવાનો ખતરો પણ વધી જાય છે. એવામાં મોનસૂનની મજા લેવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. અમુક વસ્તુઓ એવી પણ છે જેને ડાયેટમાં શામેલ કરીને ઈમ્યુનિટીને મજબૂત કરી શકાય છે અને તમે આ સિઝનમાં પણ હેલ્ધી રહી શકો છો.
- Advertisement -
તુલસી
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ચોમાસાની સિઝનમાં ઘણી બિમારીઓને ખતરો હોય છે. તુલસીના પાન ફક્ત બિમારીઓને જ નહીં પરંતુ ઈમ્યુનિટીને પણ મજબૂત રાખવામાં મદદ કરે છે. તુલસીના પાનને તમે ઈચ્છો તો સીધા ખાઈ શકો છો અથવા હર્બલ ચા, સૂપમાં પણ તેને ખાઈ શકો છો.
- Advertisement -
આદૂ
આદૂ જિંજરોલ્સ, પેરાડોલ્સ, સેસ્ક્યૂટરપેન્સ, શોગાઓલ્સ અને જિંજરોનથી ભરપૂર હોય છે. આ બધામાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. સૌથી વધારે તે શરદી અને ખાંસીમાં પણ મદદ કરે છે.
મરી
મરીમાં એક પાઈપરીન નામનું તત્વ હોય છે જેમાં એન્ટીઓક્સીડેન્ટ અને રોગ દૂર રાખવાના ગણુ હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
મીઠો લીમડો
વરસાદની સીઝનમાં ઈન્ફેક્શન ખૂબ વધારે વધી જાય છે. ઈન્ફેક્શનથી બચવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. મીઠા લીમડામાં એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ગુણ પણ મળી આવે છે જે તમને ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાનમાં હાઈપોગ્લાઈસેમિક ગુણ મળી આવે છે.
લીંબૂ
વરસાદની સીઝનમાં જો લીંબૂ જેવા ખાટ્ટા ફળો ખાવામાં આવે તો ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ રહેશે. હકીકતે લીંબૂ વિટામિન સીથી ભરપૂર હોય છે. એ પણ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે જે ઈમ્યુનિટીને મજબૂત રાખવામાં મદદ કરે છે.