ફ્રન્ટલાઈન વોરિયર્સ અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસીકરણની પ્રક્રિયા ચાલુ
રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ
- Advertisement -
કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન લઇ
જામનગરને સુરક્ષિત બનાવવા લોકોને અનુરોધ-કલેકટર રવિશંકર
જામનગર તા. ૮ ફેબ્રુઆરી
જામનગર ખાતે આજરોજ કલેકટરશ્રી રવિશંકર અને અધિક કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.
હાલ જામનગર ખાતે ફ્રન્ટલાઈન વોરિયર્સ અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે, આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
આ તકે કલેકટરશ્રી રવિશંકરે કહ્યું હતું કે, રસી એકદમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે અને આ રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. જામનગરના અન્ય નાગરિકો પણ કોઈ ડર વગર રસી મુકાવી જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ જિલ્લા અનુરોધ કર્યો હતો.
આ તકે જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ, અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. શ્રી એસ.એસ.ચેટરજી વગેરે ડોક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
- Advertisement -
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.


