By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    7 minutes ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    18 minutes ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 hour ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    2 hours ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    3 hours ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    3 hours ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 day ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે
ગુજરાત

રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે

Khaskhabar Editor
Last updated: 2026/08/07 at 2:12 PM
Khaskhabar Editor 53 minutes ago
Share
4 Min Read
SHARE

ગોબરધન યોજના : ગ્રામીણ ગુજરાતનું ‘ગ્રીન’ ફ્યુચર

એક પ્લાન્ટથી વર્ષે 8થી 10 LPG સિલિન્ડરની બચત થઇ રહી છે

- Advertisement -

સ્વચ્છ ઊર્જા માટે ગુજરાતનો મોટો નિર્ણય : રૂ. 30 હજારના પ્લાન્ટમાં રૂ. 25 હજારની સહાય

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમલમાં રહેલી ગોબરધન યોજના ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, સ્વચ્છ ઊર્જા અને ખેડૂતો-પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારે વર્ષ 2026-27 દરમિયાન રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 88 ક્લસ્ટરોમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જેના કારણે ગ્રામ્ય જીવનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 23,731 કરોડના ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ‘GOBARdhan’ને મંજૂરી આપ્યા બાદ ગુજરાતમાં પણ આ યોજનાના વિસ્તરણને વધુ ગતિ મળી છે. રાજ્ય સરકારનું માનવું છે કે આ યોજના ગ્રામ્ય ગુજરાત માટે ગ્રીન ફ્યુચરનો મજબૂત આધાર બનશે.

ગુજરાત સરકારે ગોબરધન યોજનાના અસરકારક અમલીકરણ માટે ક્લસ્ટર આધારિત મોડલ અપનાવ્યું છે. પ્રથમ તબક્કામાં 38 ક્લસ્ટરોમાં NDDB, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી નોડલ એજન્સીઓ મારફતે 7,423 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં રાજ્ય સરકારના 100 ટકા નાણાકીય ફાળા હેઠળ 50 ક્લસ્ટરોમાં 10 હજાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. GCMMF અને જિલ્લા દૂધ સંઘોના સંકલનથી અત્યાર સુધીમાં લગભગ 7 હજાર પ્લાન્ટ એટલે કે 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આમ, બંને તબક્કામાં કુલ 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે.

- Advertisement -

યોજના હેઠળ 2 ઘનમીટર ક્ષમતાવાળા ફ્લેક્સી પ્રકારના આધુનિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા HDPE મટીરીયલથી બનેલા આ પ્લાન્ટ સરળતાથી સ્થાપી શકાય છે અને તેની જાળવણીનો ખર્ચ પણ ખૂબ ઓછો રહે છે. લાભાર્થીને બાયોગેસ કીટ સાથે બાયોડાયજેસ્ટર, જિયો ટેક્સટાઇલ શીટ, ગેસ પાઇપ, H₂S ફિલ્ટર, બે બર્નર ગેસ સ્ટવ, પ્રેશર રેગ્યુલેટર વાલ્વ અને લાઇટર સહિતની સંપૂર્ણ સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે લાભાર્થીને રૂ. 25 હજારની સબસિડી આપવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ માત્ર રૂ. 5 હજારનું યોગદાન આપવાનું રહે છે.

યુનિસેફના સર્વે અનુસાર 2 ઘનમીટર ક્ષમતાવાળો એક બાયોગેસ પ્લાન્ટ દર વર્ષે અનેક લાભો આપે છે. તેના દ્વારા 8થી 10 એલપીજી સિલિન્ડરની બચત થાય છે. ઉપરાંત 18,250 કિલોગ્રામ પશુજન્ય કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન થાય છે અને 834 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત રસોડામાં ધુમાડો ઓછો થતાં ગ્રામીણ મહિલાઓના આરોગ્યમાં સુધારો થાય છે. બાયોસ્લરી સ્વરૂપે મળતા સેન્દ્રિય ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે અને કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન મળે છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામમાં રહેતા મંજુલાબેન દેડાભાઈ બારડના પરિવારે ગોબરધન યોજનાનો લાભ લઈને અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પહેલાં તેમના ઘરે પશુના છાણના સંગ્રહને કારણે ગંદકી, દુર્ગંધ અને માખી-મચ્છરોની સમસ્યા રહેતી હતી. વર્ષ 2025-26માં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ સરકારના સહયોગથી તેમના ઘરે ગોબરધન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. GCMMF અને જૂનાગઢની સાવજ ડેરીના સહયોગથી ઉભા કરાયેલા આ પ્લાન્ટની જાળવણી મંજુલાબેન પોતે કરે છે. હવે તેઓ પશુના છાણમાંથી મળતા બાયોગેસનો રસોઈ માટે ઉપયોગ કરે છે અને પ્લાન્ટમાંથી મળતી બાયોસ્લરીને સેન્દ્રિય ખાતર તરીકે ખેતીમાં વાપરે છે, જેના કારણે યુરિયા ખાતરનો ખર્ચ ઘટ્યો છે. તેમની આ પહેલ ગામના અન્ય પશુપાલકોમાં પણ સ્વચ્છતા અને “વેસ્ટ ટુ વેલ્થ”ના અભિગમ અંગે જાગૃતિ ફેલાવી રહી છે.

You Might Also Like

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

કાલે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
Next Article 78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી
દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા
ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટરાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?