આશરે દસ વર્ષ આસપાસ જેટલા સમય પછી જૂનાગઢની પબ્લિક ને આ રેલ્વે ના અતિ બિસ્માર રસ્તામાંથી રાહત મળશે. આ રસ્તાનું કામ આજે ચાલુ હતું તે દરમ્યાન જૂનાગઢના ધારાસભ્ય શ્રી ના પુત્ર શ્રી મનોજભાઈ જોષી તેમજ શ્રી અમિતભાઈ પટેલે એ સ્થળ પર જઈને મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં પણ રસ્તો બનતો રેશે ત્યારે પણ મુલાકાત કરીશું એમ જણાવ્યું હતું. જેથી રસ્તાનું કામ યોગ્ય થતું રહે અને જૂનાગઢની પબ્લિક ને એક સારો રોડ મળી શકે.
આ ખરાબ રસ્તાની તકલીફ ભોગવી રહેલી પ્રજાને આગામી દિવસોમાં અયા ડામર રોડ ની સુવિધા મળશે જેમાં ખાસ જોષીપુરા અને સરદારપરા ના રહેવાસીઓને રાહત અવશ્ય મળશે.


