બાંટવા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર એમ.એમ. વાધેલા દ્વારા બાંટવા નગરપાલિકાના કર્મચારી મારફત ધરે ધરે નળ જોડાણ નો સર્વે કરી જે આસામી ના ગેરકાયદેસર પાણી ની લાઇનો માલુમ પડી છે. તેવા તમામ લોકોને નગરપાલિકા દ્વારા તાકીદ નોટીસ આપી દિવસ સાતમાં પોતાના ભુતિયા નળ જોડાણ કાયદેસર કરાવી લેવા કડક સુચના આપવામાં આવી છે.
- Advertisement -
આ બાબતે બાંટવા નગરપાલિકાના ઉપ પ્રમુખ રાજુભાઇ વાધવાણી તથા સદસ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્તાર ના લોકોને ગેરકાયદેસર નળ જોડાણ કાયદેસર કરાવી લેવા રૂબરૂ બોલાવી 120 જેટલા ભુતિયા નળ કનેક્શનોના રૂ.1100 ભરી કાયદેસર કરવામાં આવેલ છે.
આ બાબતે નગરપાલિકા ના ચીફ ઓફિસર વાધેલા એ જણાવેલ છે કે સરકારીશ્રી ના આદેશ મુજબ તા.31/12/2020 સુધીમાં તમામ ભુતિયા નળ જોડાણ ધારકોએ પોતાના નળ જોડાણ નિયમિત કરાવી લેવા નોટીસ માં જણાવેલ છે. તા.31/12/2020 પછી જે લોકો પોતાના નળ જોડાણ કાયદેસર નહી કરાવે તેવા તમામ લોકો પાસેથી ગુજરાત રહેણાંક પાણી વિતરણ (સંરક્ષણ) અધિનિયમ 2019 મુજબ સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.
જીજ્ઞેશ પટેલ માણાવદર


