કેશોદ શહેર ભાજપ ના નવનિયુક્ત હોદેદારો નો સન્માન સમારોહ કેશોદ ગિરનારા સોની સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો.કેશોદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ માં નવનિયુક્ત કેશોદ ભાજપ શહેર નાં ઉપ પ્રમુખ અને યુવા તેમજ સેવાકીય અને સુવર્ણકાળ એસોસિયેશન નાં પ્રમુખ દિલીપભાઈ લોઢીયા નું વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય વંદના બેન મકવાણા, પ્રવીણભાઈ ભાલારા સહિત નવનિયુક્ત હોદેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા હતા.ત્યારે કેશોદ સુવર્ણ એસોસિએશન પ્રમુખ,તેમજ શહેર ઉપ પ્રમુખ દિલીપ ભાઈ લોઢિયાએ તમામ હોદેદારો ને આવકાર્યા હતા ને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉપસ્થિત તમામ હોદેદારો નું પુષ્પ ગુચ્છ તેમજ સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે દીલીપ ભાઈ લોઢિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોને આવકાર્યા હતા.
ઉપસ્થિત મહેમાનોનું કેશોદ ગિરનારા સોની સમાજ તેમજ સમસ્ત સોની જ્ઞાતિ દ્વારા શાબ્દિક સૂત્ર સારથી સ્વાગત કરવામાં આવ્યું હતું..
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


