મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગ્રામ્ય વિસ્તારમાંથી આજથી છ માસ પહેલા સગીર વયની બાળાનું અપહરણ થયાની વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જે અપહરણ નો આરોપી ભોગ બનનાર બાળા સાથે ઇન્દોર થી પકડાયો છે. અને પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટી એ પકડી પાડયો છે. આ બાબતે વાત કરીએ તો વાંકાનેર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપરણ ગુનાનો આરોપી ઈન્દોરમાં હોવાની હકીકત પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથ સિંહ ચાવડા અને નંદલાલ વરમોરા ને મળેલી હતી. આ આરોપીને પકડી પાડવા પોલીસની ટીમ બનાવીને ઇન્દોર મોકલવામાં આવેલ ત્યાંથી આરોપી રાહુલ મનીષ ભાઇ ચૌહાણ ઇન્દોરના ગ્રામ્ય વિસ્તારમાંથી ભોગ બનનાર બાળા સાથે ઝડપાઇ ગયો હતો. ઇન્દોર થી તેને વાંકાનેર લાવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને તેના વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. (અહેવાલ:- શ્રીકાંત પટેલ મોરબી)


