ત્રીસ વર્ષ પહેલા પાંચ વિઘામાં પાંચ જાતની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મેળવી અન્ય ખેડુતોને યુવા ખેડુત હિતેષભાઈ ડાંગરે બાગાયતી ખેતી અપનાવવા નવો રાહ ચિંધેછે
- Advertisement -
કેશોદ તાલુકાના માણેકવાડા ગામના પ્રગતશીલ યુવા ખેડુત હીતેષભાઈ ડાંગરે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી આશરે પાંચ વિઘામાં વિવિધ પાંચ જાતોની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે ત્રીસ વર્ષથી સારૂ ઉત્પાદન મેળવી રહ્યાછે એક વખત બોરડીનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી સારૂ વળતર મેળવી શકાયછે જેથી અન્ય ખેત પેદાશો કરતા સારૂ વળતર મેળવી રહ્યાછે હિતેષભાઈ ડાંગરે સુરતીકાંઠા ખારેક એપલ ચોકલેટ ગોલાબોર સહીતની બોરડીનું વાવેતર કરેલછે જેમાં દર વર્ષે પાંચ વિઘામાં આશરે વીસથી પચ્ચીસ હજારનો ખર્ચ થાયછે જેની સામે બે લાખથી વધુની આવક મેળવી રહ્યાછે હાલમાં બોરનું ઉત્પાદન શરૂ હોય કેશોદ જુનાગઢ રાજકોટ સહીતની બજારોમાં બોરનું વેચાણ કરી રહયાછે હાલમાં પીસતાલીસ રૂપીયા પ્રતીકિલોના ભાવથી વેચાણ થઈ રહયુછે બાગાયતી ખેતી કરતા હિતેષભાઈ ડાંગરે જણાવ્યું હતું કે દર વર્ષે સરેરાશ ડીસેમ્બરના અંતમાં જાન્યુઆરી મહીનાની શરૂઆતમાં બોરનું ઉત્પાદન શરૂ થાયછે હાલમાં ગોલાબોરનું થોડા દિવસો વહેલું ઉત્પાદન શરૂ થયું છે જ્યારે અન્ય જાતના બોરનું બે સપ્તાહ બાદ ઉત્પાદન શરૂ થશે.
અહેવાલ :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


