હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે મંગળવારના રોજ મળેલી બોર્ડ ઓફ સ્ટડીઝ ની બેઠક માં યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયના અભ્યાસ સમિતિના ચેરમેન તરીકે ડો. લલિતભાઈ પટેલની સતત ૮ મી વાર સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી .
યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ મળેલી બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યોની બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે પાટણની પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. લલીતભાઈ પટેલ ની ઇતિહાસ વિષયના અભ્યાસ સમિતિના ચેરમેન તરીકે સતત આઠમી વખત નિમણૂક કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દર ત્રણ વર્ષે અભ્યાસ સમિતિ ના ચેરમેન ની નિમણુંક કરવામાં આવતી હોય છે ડો.લલિતભાઈ પટેલ ની સતત આઠમી વખત વરણી થતાં તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જેઠી નિલેષ પાટણ.


