આજના મેડિકલ યુગમાં દવાની સાથે સાથે નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ માનીને બાધા-માનતા અને આખડીયો રાખતા હોય છે.તો કેટલાક લોકો પોતાનું પાપ છુપાવવા તાજા જન્મેલા બાળકોને તરછોડી ભગવાન ભરોસે મૂકી દેતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ તાજેતરમાં હેસાણા ના ઋતુરાજ ફ્લેટ પાસેના કચરાના ઢગલામાં કોઈ વ્યક્તિ પોતાનું પાપ છુપાવવા કડકડતી ઠંડી માં તાજી જન્મેલી બાળકીને તરછોડી ને જતી રહી હોવાની ઘટનાના સમાચાર દૈનિક પત્રોમાં પ્રકાશિત થતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કારોબારી સભ્ય અને અનેક સેવાકીય સંસ્થાઓની સાથે સાથે પાલનપુર ખાતે ચાલતા સદભાવ ગૃપમા ટ્રસ્ટી તરીકેની સેવા આપતા હરેશભાઈ ચૌધરીના ધ્યાન ઉપર આ સમાચાર આવતાં તેઓએ પલભરના વિલંબ વગર પોતાની ગાડી લઈને પાલનપુર થી સીધા મહેસાણા પહોંચ્યા હતા. અને મહેસાણા સિવિલ-હોસ્પિટલના CWC ( ચાઈલ્ડ વેલ્ફેર કમિટી)ના ચેરમેન મુકેશભાઈ અને લક્ષ્મીબેન પરમાર (સંસ્થાકીય સંભાળ અધિકારી) ને આ તરછોડાયેલા દીકરીની ખબર અંતર પૂછી આ દીકરીની તમામ પ્રકારની સાર સંભાળ અને એના આજીવન અભ્યાસનો તમામ ખર્ચ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ઉઠાવશે તેવી વાત જણાવી આ માટે તેઓ દ્વારા સદભાવ ગૃપ ના લેટરપેડ ઉપર લેખિતમાં બાહેધરી આપતાં ઉપસ્થિત તબીબ સહિતના સર્વે લોકોએ સદભાવ ગૃપ પાલનપુરના ટ્રસ્ટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કારોબારી સભ્ય હરેશભાઈ ચૌધરી ની માનવતાને સરાહનીય લેખાવી સદભાવ ગૃપ પાલનપુર દ્વારા સમાજમાં એક પ્રેરણારૂપ પ્રતીતિ કરાવી હોવાનું જણાવ્યું હતું .જેઠી નિલેષ પાટણ.


