By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    18 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    5 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    5 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    18 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    18 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    18 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    3 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    18 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    17 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    18 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાસ બહુ અચાર પ્રા.લિ.: સ્વાદિષ્ટ ફેમિલીયર અથાણું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > સાસ બહુ અચાર પ્રા.લિ.: સ્વાદિષ્ટ ફેમિલીયર અથાણું
AuthorNaresh Shah

સાસ બહુ અચાર પ્રા.લિ.: સ્વાદિષ્ટ ફેમિલીયર અથાણું

Khaskhabar Editor
Last updated: 2022/08/27 at 5:58 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

શાહનામામાં પ્રગટ થતી મોટાભાગની વેબસિરિઝમાં એ મર્યાદા રહી છે કે તમે તેને સહપરિવાર માણી શક્તા નથી પરંતુ આ બધામાં એક પ્રોડકશન હાઉસ એવું પણ છે કે, તેણે બનાવેલી વેબસિરિઝમાં તમને ૠષિકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્ય, આસિત સેન અને ગુલઝારસાહેબની ફિલ્મો જેવી ખુશ્બુ આવે. ટીવીએફે (ધ વાઈરલ ફિવર) બનાવેલી પંચાયત, યે મેરી ફેમિલી, કોટા ફેકટરી, ગુલ્લક સિરિઝ એવી છે કે તેને લોકોએ સપરિવાર માણી છે અને વ્યુઅરશીપ રેટમાં પણ ઊંચી પાયદાન પર સ્થાન પામી છે. આ જ પ્રોડકશન હાઉસે બનાવેલી (અને ઝિ ફાઈવ પર સ્ટ્રીમ થયેલી) સાસ બહુ અચાર પ્રા. લિ. પણ નેચરલી, તેના નામમાં સ્પષ્ટ થાય છે તેમ, એક મેચ્યોર્ડ લેવલનો ફેમિલી ડ્રામા છે. મેચ્યોર્ડ શબ્દ અહીં સકારણ લખ્યો છે કારણકે સાસુ, બહુ અને અથાણાંની વાત કરતી આ વેબસિરિઝમાં સીધાસપાટ સંબંધો દર્શાવવામાં આવ્યા નથી પરંતુ એ સંબંધોમાં એક્વીસમી સદીની માનસિક્તાના પડઘા કોતરાયેલાં છે. અહીં દિપક શ્રીવાસ્તવ (સમીર સોની) અને સુમન શ્રીવાસ્તવ (અમૃતા સુભાષ) નામના બચ્ચરવાળ દંપતિની વાત છે પરંતુ બન્ને અલગ થઈ ગયા છે. પત્ની સુમન શ્રીવાસ્તવ અભણ કહી શકાય, એ પ્રકારની છે અને મોટાભાગે આવી સ્ત્રી રસોઈકામમાં નિપુણ હોય છે. સુમન શ્રીવાસ્તવ અથાણાં બનાવવાની એક્સપર્ટ છે.

એક દીકરી અને એક પુત્ર પછી પત્ની સુમનથી અલગ થઈ ગયેલાં દિપક શ્રીવાસ્તવ મનીષા (અંજના સુખાની) ને પોતાના ઘરે લઈ આવ્યો છે, જેને ખરા દિલથી પરિવારમાં કોઈ માન-સન્માન આપતું નથી. ખુદ દિપકની માતા (સાસુ – યામિની દાસ) પણ પ્રથમ વહૂ એટલે કે સુમન માટે સોફટ કોર્નર ધરાવે છે અને બેધડક અલગ રહેતી સુમનને મળવા, સપોર્ટ કરવા જતી-આવતી રહે છે.હાઉસવાઈફમાંથી ઘરભંગ થયેલી સુમન પગભર થઈને પોતાના બન્ને સંતાનોને, પોતાની પાસે લાવવા માંગે છે અને એટલે હોમમેઈડ અથાણાંમાંથી કમાણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ દરમિયાન શ્રીવાસ્તવ ફેમિલી સાથે, જે કંઈ બને છે, એ સાસ બહુ અચાર પ્રા. લિ. ની કથા છે.

- Advertisement -

અપૂર્વસિંઘ કર્કીએ ડિરેકટ કરેલી છ એપિસોડની આ વેબસિરિઝની મજા આપસી સંબંધોમાં આવેલી ઉષ્મા, ઉકળાટ, અભાવ, સ્નેહ, વિશ્વાસ અને આત્મવિશ્વાસની વાત સરસ રીતે કરે છે. અલગ રહેતી માતા સાથે લગાવ હોવા છતાં તેની નબળી આર્થિક સ્થિતિને કારણે મોટી દીકરી ઘરમાં ચોરી કરે છે. પ્રથમ વહૂનો અથાણાંનો બિઝનેસ ગોઠવાય જાય એ માટે ખુદ દાદી (સાસુ) પણ એક વખત ઘરમાંથી દાગીના ચોરીને પૈસાની વ્યવસ્થા કરી આપે છે તો પોતે જ સર્જેલાં સંબંધોના આટાપાટાથી અપસેટ પતિ દિપક શ્રીવાસ્તવનો નાના પુત્ર ઉપર હાથ ઉપડી જાય છે અને એ ઘર છોડીને ચાલ્યો જાય છે તો…

એકલી રહીને સેટલ થવા ઝઝૂમી રહેલી સુમન સાથે પણ અથાણાંના બિઝનેસમાં અનેક મારા-માઠાં પ્રસંગો બનતા રહે છે અને સાસ બહુ અચાર પ્રા.લિ. જોતાં જોતાં તમને પણ હરિવંશરાય બચ્ચનની આ પંક્તિ ચરિતાર્થ થતી દેખાય છે : જીવન હૈ તો સંઘર્ષ હૈ, સંઘર્ષ હૈ તભી તો જીવન હૈ

જિંદગી ક્યારેય, કોઈની એકધારી સુરેખ હોતી નથી. તેમાં નાના મોટા ઉતારચઢાવ આવતાં રહે છે. ઉતાર તમને અકળાવે તો ચઢાવ તમને ચાનક ચડાવે… સમીર સોની, અમૃતા સુભાષ અને અજંના સુખાની અભિનીત આ વેબસિરિઝ આ બધી વાતોની સતત ગવાહી આપતી રહે છે. દાદી સહિત બધાનો અભિનય સંયમિત અને સચોટ છે પરંતુ નવી વહૂનું પાત્રાલેખનની વિશેષતા એ છે કે તમને તેના માટે ધિકકાર નથછ જાગતો અને હા, આ સિરિઝનું લેખન-છ લેખકોએ ર્ક્યું છે. તેમની મહેનત સફળ થઈ છે.

- Advertisement -

19(1)(a)

શિર્ષક 2022માં ડિઝની હોટ સ્ટાર પર સ્ટ્રીમ થયેલી એક મલયાલમ ફિલ્મનું નામ છે, જે ભારતના સંવિધાનની એક કલમ છે. આ કલમ મુજબ આપણા દેશમાં બધાને વાણી સ્વાતંત્ર્યનો તેમજ તેની અભિવ્યક્તિનો અબાધિત અધિકાર છે પણ ભારતીય સમાજની તાસીર આપણે જાણીએ છીએ. વાત પોલિટિકલ નથી કરવી પણ આપણી આસપાસની કરવી છે. વ્યક્ત ન થવું અને અવ્યક્ત જ રહેવું, એ બધું જ પીડાદાયી છે અને વિજય સેતુપતિ, નિત્યા મેનન અને ઈન્જીત સુકુમારનને ચમકાવતી ફિલ્મ પણ બોલવાની સજા અને ન બોલીને થતી ગૂંગળામણને વ્યક્ત કરે છે. પ્રથમ વખત જ ફિચર ફિલ્મ ડિરેકટ કરી રહેલાં ઈન્દુ વી. એસ. ની આ ફિલ્મ છે. તેમણે જ લખેલી કથામાં વિજય સેતુપતિ એક આંદોલનકારી છે તો નિત્યા મેનન ઝેરોક્ષ્ાની ચલાવતી યુવતી છે. એક મોડી રાતે રસ્તા પર નીકળેલાં આંદોલનકારી વિજય સેતુપતિની બે શૂટર હત્યા કરી નાખે છે. વિજયને વ્યક્ત થવાના અધિકારની કિંમત ચૂક્વવી પડે છે તો તેને મનોમન પસંદ કરનારી નિત્યા મેનન અવ્યક્ત રહ્યાઓ ઝૂરાપો વેઠતી રહે છે. તેની એક બહેનપણીને પણ ન બોલવાને કારણે કમને લગ્ન કરવા પડે છે… ફિલ્મ એકદમ ધીમી છે. સમજવાનું છે, એ બધું અધ્યાહાર રહે છે પણ મિનિંગ ફૂલ સિનેમા જોવાની આદત હોય તો આ બોલકાંપણાંનો મહિમા અને મૌનનું તાંડવ માણવા જેવા છે.

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

TAGGED: webseries
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વેશ્ર્વર ચોકમાં બુધવારે હિરાજડિત ગણેશની મૂર્તિનું સ્થાપન થશે
Next Article જામજોધપુરના નરમાણામાં પોલીસ કર્મચારીએ મહિલાને રસ્તામાં રોકી કરી છેડતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?