મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા અરબ સાગરમાં એક રિંગ પાસે ONGCના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે.
- Advertisement -
મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા અરબ સાગરમાં એક રિંગ પાસે ONGCના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. હેલીકોપ્ટરમાં 7 મુસાફરો અને 2 પાયલટ સવાર હતા. અત્યાર સુધીમાં 6 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. તથા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
ONGC chopper carrying 9 makes emergency landing in Arabian Sea, 6 rescued
Read @ANI Story: https://t.co/nBvTaHWb4S#ongc #helicopter #EmergencyLanding pic.twitter.com/bUBzbl2oZB
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 28, 2022
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મુંબઈના પશ્ચિમમાં ઓયલરી સાગર કિરણની પાસે પારસ દામા તટરક્ષક જહાજને ઘટનાસ્થળ સુધી પહોંચાડવા માટે ડાયવરપ્ટ કરી દેવામાં આવ્યું છે. અન્ય એક જહાજ મુંબઈથી રવાના થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, સૌથી પહેલા ઓએસવી માલવીય 16 નામના એક જહાજને બચાવ કાર્ય માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. માલવીય 16એ 6 લોકોને સુરક્ષિત બચાવી લીધા છે.
કોસ્ટગાર્ડના વિમાને બચાવેલા લોકોને લાઈફ ક્રાફ્ટને લોકેશન પાસે પાડ્યા હતા. આ ઘટના સવારે લગભગ 11.50 કલાકે થઈ હતી. અત્યાર સુધીમાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, સાગર કિરણ પાસે સમુદ્રમાં હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કર્યું છે.