PMOમાં બેઠેલા રાજકીય આગેવાનો કારણે જ મારી ધરપકડ થઈ છે – જિજ્ઞેશ મેવાણી
આસામ કોર્ટે કહ્યું, પોલીસની દાદાગીરી વધી જશે તો રાજ્ય પોલીસ સ્ટેટ બની જશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
આસામના કોકરાઝારના એક સ્થાનિક ભાજપ નેતાએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુધ્ધ ફરિયાદ કરી હતી જેને લઈને પાલનપુરમાંથી આસામ પોલીસની એક ટીમે ધરપકડ કરી હતી. વડાપ્રધાન મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા મેવાણીને જામીન આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આસામના બારપેટા કોર્ટે પણ મેવાણીને મહિલા કોન્સેટબલ પર કથિત હુમલો કરવાના કેસમાં જામીન આપી દીધા છે. કોર્ટે આસામ પોલીસને જિજ્ઞેશ મેવાણીને ફસાવ્યા હોવાની વાત કરીને પોલીસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, જો પોલીસની આ પ્રકારની મનમાની રોકવામાં નહીં આવે તો આપણું રાજ્ય એક પોલીસ સ્ટેટ બની જશે.
- Advertisement -
જિજ્ઞેશ મેવાણીએ જામીન મેળવ્યા બાદ જણાવ્યું હતું કે, આસામમાં ભાજપની સત્તા છે. મારી ધરપકડ સામાન્ય નથી. આ ધરપકડ PMOમાં બેઠેલા રાજકીય સાહેબોના આદેશ અંતર્ગત કરવામાં આવી છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાથી ભાજપ આવી હરકતો કરી રહ્યો છે.


