અન્ય વર્ગના યુવાનો પણ તાલીમ લઈ શકશે
તર્કબદ્ધ-મુદ્દા આધારિત રાજનીતિ માટે પાટીદાર યુવાનોને તૈયારનો પ્રયોગ
- Advertisement -
પ્રોજેક્ટમાં પાટીદારો સમાજના યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર સમાજ હવે યુવાનોને સક્રિય રાજકારણની તાલીમ આપવાની દિશામાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત પાટીદારોની સંસ્થા સરદારધામ સમાજના યુવાનોને રાજનીતિના પાઠ શીખવશે.
ગુજરાતના રાજકારણમાં અવારનવાર પાટીદાર સમાજના મહત્ત્વના વિષયો ચર્ચામાં રહે છે. એમાંના માત્ર પાટીદાર સમાજ નહિ, પરંતુ તમામ સમાજના લોકોને રાજનીતિજ્ઞ તાલીમ આપશે.
- Advertisement -
અમદાવાદના વૈષ્ણોદેવી સ્થિત સરદારધામ ખાતે આવનારા દિવસોમાં રાજનીતિમાં જવા ઇચ્છુક યુવાનો અથવા તો હાલ રાજનીતિમાં સક્રિય કાર્યકર્તાઓ માટે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરાશે. સરદારધામ દ્વારા ’રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર’ શરૂ કરવામાં આવશે. એમાં રાજકારણમાં જવા માગતા હોય, હાલ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સદસ્યો અથવા તો રાજકીય પક્ષના કાર્યકર્તા માટે આદર્શ રાજનીતિ વિષયને કેન્દ્રમાં રાખી ખાસ પ્રકારની તાલીમ અપાશે.
યુવાનોને રાજનીતિના કેન્દ્રમાં રાખી મનોવૈજ્ઞાનિક પરિબળો બાબતે માહિતગાર કરાશે
આ બાબતે સાથે વાત કરતાં સરદારધામ સંસ્થાના માનદ મંત્રી ત્રિકમભાઈ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે ‘દેશ અને સમાજને સારા રાજકારણી મળે એ હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એમાં રાજનીતિની મુદ્દાસર સમજ આપવાનો પ્રયાસ છે. યુવાનોને રાજનીતિના કેન્દ્રમાં રાખી તેના સામાજિક, ભૌગોલિક, મનોવૈજ્ઞાનિક પરિબળો બાબતે માહિતગાર કરવામાં આવશે. હાલના સમયમાં કાર્યકર્તાઓ તો મળે છે, પરંતુ તર્કબદ્ધ અને મુદ્દા આધારિત રાજનીતિ માટે તૈયાર કરવા આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે’. આ પ્રોજેક્ટમાં પાટીદારો સમાજના યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે, પરંતુ સાથે સાથે અન્ય લોકો પણ આ તાલીમ મેળવી શકશે.


