જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નોનું દસ દિવસમાં નિરાકરણ ન આવે તો મહા આંદોલનની ચેતવણી
જૂની પેન્શન યોજના લાગુ કરવાના મામલે છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણાં, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમનો કોઇ પ્રતિસાદ સરકાર તરફથી ન મળતાં હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મેદાનમાં આવ્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના બનેલા વિવિધ સરકાર માન્ય સંઘ અને મહાસંઘના બનેલા અને સરકાર દ્વારા જેમને માન્ય યુનિયન તરીકે સ્વીકારવામાં આવેલ છે. તેવા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી કિરીટસિંહ ચાવડાએ આ મામલે મુખ્યમંત્રી સહિતના સરકારના ટોચના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આવતીકાલ તારીખ 14 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રાજ્યભરમાં કર્મચારીઓ બાબાસાહેબની પ્રતિમા પાસે એકત્ર થઇને પોતાનો વિરોધ નોંધાવશે.
- Advertisement -
મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ આવતી કાલનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક વિસ્તારમાં યોજવામાં આવનાર છે. અને આ માટેના આદેશ દરેક જિલ્લાને અપાઈ ગયા છે.


