બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના આ વર્ષના મોસ્ટ અવેઈટેડ વેડિંગ ફંક્શન્સ હવે શરૂ થઈ ગયા છે. નીતુ સિંહ તથા રિદ્ધિમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રણબીર તથા આલિયાના લગ્ન આવતીકાલ એટલે કે 14 એપ્રિલના રોજ છે. આ લગ્ન વાસ્તુમાં યોજાશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જ્યાં એક તરફ વરરાજાની માતા અભિનેત્રી નીતુ કપૂર, દુલ્હનના પિતા મહેશ ભટ્ટ સહિત બોલિવૂડ સેલેબ્સ કપલના લગ્નની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ આ કપલના ફેન્સ પણ તેમના તરફથી તેમને અભિનંદન આપવાનું ચૂકતા નથી. ચાહકો સતત કપલને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. કેટલાક એવા રસ્તાઓ શોધી રહ્યા છે, જેને જોઈને બધા ચોંકી જાય છે.
https://twitter.com/RanbirKTeam/status/1514172797483819008?cxt=HHwWgICpqeGItoMqAAAA
- Advertisement -
‘વાસ્તુ’માં રણબીર અને આલિયા માટે ગિફ્ટ્સ પણ આવવા લાગી છે. રણબીર-આલિયાના ફેન્સ તેમને ગિફ્ટ મોકલીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ગિફ્ટ્સ વચ્ચે સુરતના એક જ્વેલરે રણબીર અને આલિયાને એક ખૂબ જ ખાસ ગિફ્ટ મોકલી છે, જેને જોઈને દરેક તેમના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં જાણવા મળ્યું છે કે એક પ્રશંસકે કપલ માટે ગોલ્ડ પ્લેટેડ બુકે મોકલ્યો છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તે ગુલદસ્તો ઘરની અંદર લઈ જતો જોવા મળે છે. તે કહે છે કે ‘અમે સુરતથી આવ્યા છીએ, આ રણબીર જી અને આલિયા જી માટે લગ્નની ભેટ છે.
આ સોનાનો ઢોળ ચડાવેલ ગુલાબનો બુકે છે, જેને સોનાથી ફોઇલ કરવામાં આવ્યો છે. આ ભેટ કુશલ ભાઈ જ્વેલર્સ દ્વારા મોકલવામાં આવી છે. આ બુકે ખૂબ જ સુંદર અને વૈભવી દેખાઈ રહ્યો છે. કરન જોહર એક્ટ્રેસ આલિયાના હાથમાં મહેંદી મૂકતા સમયે ભાવુક થયો હતો. રણબીર-આલિયાના લગ્ન 14 એપ્રિલના રોજ વાસ્તુમાં છે
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. આજથી એટલે કે 13 એપ્રિલથી બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ રહ્યા છે. સૌ પહેલા રણબીર કપૂરના વાસ્તુ અપાર્ટમેન્ટમાં ગણેશજીની પૂજા થઈ હતી. મહેંદી સેરેમનીમાં પંજાબી લોકગીતો વાગ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરન જોહરે આલિયાને સૌ પહેલાં મહેંદી મૂકી હતી. આ સમયે કરન જોહર ભાવુક થઈ ગયો હતો.
- Advertisement -
રિપોર્ટ્સનું માનીએ તો રણબીર પણ તેની ભાવિ પત્ની આલિયાને લગ્ન પ્રસંગે એક અમૂલ્ય ભેટ આપવાનો છે. તે આલિયાને હીરા જડિત બેન્ડ આપવા જઈ રહ્યો છે, જેમાં આઠ હીરા હશે. વાસ્તવમાં, આઠ રણબીરનો લકી નંબર છે અને તેના કારણે તેને આ બેન્ડમાં આઠ હીરા જડાવ્યા છે. આ સિવાય તે આલિયાને કસ્ટમ મેડ રિંગ પણ આપવાના છે.


