સુધારા વધારા માટે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે, તંત્રના અણધડ વહીવટથી નાગરિકો પરેશાન
હાલ દરેક સરકારી કામો તથા મહત્વના દસ્તાવેજોમાં આધારકાર્ડ ફરજીયાત બન્યું છે. ત્યારે લોકો પણ આધાર કાર્ડમાં સરનામું, નામ, મોબાઈલ નંબર તથા અન્ય ભૂલો સુધારવા માટે લોકો લાઈનમાં ઉભા રહીને આધાર કાર્ડ અપડેટ કરાવી રહ્યા છે.
પરંતુ રાજકોટ મનપા તંત્રનો અણધડ વહીવટ અને ઉદાસીનતાના કારણે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આધારકાર્ડ સુધારા વધારા તથા નવા એનરોલમેન્ટ લોકો વહેલી સવારથી જ લાંબી લાઇનમાં ઉભા રહેવું પડતા તંત્રની નિષ્કાળજીના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જ્યારે કોઈ અરજદાર આધાર કાર્ડમાં સુધારણા કરવા હોય ત્યારે અગાઉ ફોન કરીને ટોકન લેવો પડે છે આથી અરજદારને બે ધક્કા ખાવા પડે છે. ત્યારે તંત્ર દ્વારા આધાર કાર્ડ કેન્દ્રની સુવિધા વધારવાના બદલે ઘટાડી રહી છે.



