જાણીતા વક્તાઓ ડો. શરદ ઠાકર, રમજાન હસણીયા અને જ્વલંત છાયાનો જૈન-જૈનતરોને મળશે લાભ : જાહેર જનતાને લાભ લેવા અનુરોધ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા શરૂ થયેલા સેવાકીય પ્રવૃતિના આયોજણીની હારમાળાનો પહેલો મણકો 21મી સદીમાં જૈન દર્શન એ વિષય ઉપરના વાર્તાલાપથી થશે. આગામી તા. 6 ઠ્ઠી એપ્રિલને બુધવારે રાત્રે 8-45થી હેમુગઢવી હોલમાં આ વિશિષ્ઠ કાર્યક્ર્મ યોજાશે અને તેમાં પ્રખર વકતાઓ જૈન દર્શન વિશેના પોતાના વિચારો વ્યક્ત કરશે. આ કાર્યક્ર્મ વિશે માહિતી આપતા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, બુધવારે એક એવી સાંજ હશે કે જ્યાં વકતાઓ રાજકોટના જૈન-જૈનેતરોને જૈન દર્શનના મહાસાગરમાં તરબોળ કરી દેશે. આ કાર્યક્રમમાં ડોક્ટરની ડાયરી જેવી પોતાની લોકપ્રિય કોલમથી જાણીતા લેખક ડો. શરદ ઠાકર, જૈન દર્શનના ગહન અભ્યાસુ અને શ્રેષ્ઠ વક્તા ડો. રમજાન હસણીયા અને જાણીતા પત્રકાર, કોલમિસ્ટ જ્વલંત છાયા વક્તવ્ય આપશે.
આ કાર્યક્ર્મનું ઉદઘાટન જીતુભાઈ બેનાણી અને રાજુભાઇ દોશીના હસ્તે થશે. મુખ્ય મહેમાન તરીકે જ્યોતિન્દ્ર્ભાઈ મહેતા, નલિનભાઈ વસા,કૌશિકભાઈ મહેતા, જયેશભાઇ શાહ, સુનિલભાઈ શાહ, ડો. દર્શિતાબેન શાહ, ડો. મેહુલભાઈ રૂપાણી અને અનિમેશભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે દીપકભાઈ મહેતા, ડો. હિરેન કોઠારી, કેતનભાઈ શેઠ, ઋષભભાઇ શેઠ, હેમલભાઈ મહેતા, પપ્પુભાઈ મહેતા, વિરેશભાઈ ગોડા, પારસભાઈ ખારા, મિતુલભાઈ વસા, નિલેષભાઈ દેસાઇ, હર્શિલભાઈ શાહ અને નિલભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ વિનામૂલ્યે છે અને વહેલો તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ મિલન કોઠારીએ જણાવ્યું છે.
વક્તાઓનો પરિચય
- Advertisement -
ડો. શરદ ઠાકર : ડો. શરદ ઠાકર ગુજરાતી સાહિત્યના આકાશે ઝળહળતું નામ છે. વ્યવસાયે ગાયનેક એવા આ લેખક ગુજરાતી સાહિત્યનાં ઓ’ હેન્રી છે. તેમની રનમાં ખીલ્યું ગુલાબ અને ડોક્ટરની ડાયરી લોકપ્રિય કોલમ છે. તેઓ મૂળ જૂનાગઢના છે અને જામનગરની મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવી હતી. અમદાવાદમાંથી તેઓ એમ.ડી. અને ડીજીઓની ડીગ્રી મેળવી હતી. તેઓ સ્વતંત્ર પ્રેકટીશ કરે છે. તેમને લેખન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાના બે અને રાજ્ય કક્ષાના 2 સન્માન પ્રાપ્ત થયેલા છે.
રમજાન હસણીયા : કચ્છનાં મોટી ખાખર ગામે જન્મેલા રમજાન હસણીયાએ અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મભાવનું નિરૂપણ : ચૂંટેલી કવિતાના આધારે એ વિષય ઉઓપ્ર પી.એચ.ડી.ની ઉપાધી મેળવી છે. તેમને આચાર્ય યશવંત શુક્લ સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે. હાલમાં તેઓ રાપરની સરકારી કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે પર્યુષણમાં વ્યાખ્યાન આપેલા છે અને તેમના પ્રવચનો યુટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છે.
જ્વલંત છાયા : ગુજરાતી પત્રકારિત્વ અને લેખન ક્ષેત્રે આ નામ અજાણ્યું નથી. હાલમાં ચિત્રલેખા સામાયિકમાં સૌરાષ્ટ્રનાં બ્યુરો તરીકે કાર્યરત જ્વલંત છાયાએ પુસ્તકો પણ લખ્યા છે અને કાવ્ય રચના ઉપર પણ હાથ અજમાવ્યો છે. તેઓ એક સારા લેખક ઉપરાંત સારા ઉદઘોષક પણ છે અને ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ પણ જાણીતો છે અને ગાંધીજી ઉપરનું તેમનું પુસ્તક ઘણું લોકપ્રિય થયેલું છે.



