રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની વહીવટી કામગીરીને વધુ વેગવંતી અને લોકાભિમુખ બનાવવાના હેતુથી આજે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની વિવિધ મહત્વની સમિતિઓના ચેરમેન પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત બોર્ડ કરવામાં આવી છે.શહેરના વિકાસ કાર્યો, આરોગ્ય સુવિધા, કાયદો અને વ્યવસ્થા તેમજ આવાસ યોજનાઓ જેવા સંવેદનશીલ અને મહત્વના વિભાગો સોંપવા માટે અનુભવી અને સક્રિય કોર્પોરેટરોની પસંદગી કરવામાં આવી છે.
ડ્રેનેજ સમિતિ : કિરણ હરસોડા
- Advertisement -
કાયદો વ્યવસ્થા સમિતિ : જયરાજસિંહ જાડેજા
આરોગ્ય સમિતિ : ડો.રીંકલ મેઘાણી
ટીપી શાખા સમિતિ : અનિલ ચૌહાણ
- Advertisement -
બાગ બગીચા સમિતિ : રક્ષિત કલોલા
બાંધકામ સમિતિ : અશ્વિન ભોરણીયા
આવાસ સમિતિ : દિલીપ લુણાગરિયા




