ગાવો મે અગ્રત: સન્તું, ગાવો મે સન્તુ પૃષ્ઠત: ગાવો મે હૃદયે સન્તું, ગવાં મધ્યે વસામ્યહમ્
કથાનો કાર્યક્રમ
પોથી યાત્રા
26/3/2022, બપોરે 2 વાગ્યે
રામ જન્મોત્સવ
તા.29/3/2022, બપોરે 12 વાગ્યે
નંદ મહોત્સવ
તા.29/3/2022, બપોરે 1 વાગ્યે
કૃષ્ણ-રૂકમણી વિવાહ
તા.31/3/2022, બપોર 12.30
કથા પૂર્ણ
તા.1/4/2022, બપોરે 12.00
મહાપ્રસાદ
દરરોજ બપોરે 12 થી 2
કથા સમય
સવારે 8.30 થી બપોરે 1 વાગ્યા સુધી
લોકડાયરો
તા.27/3/2022, રાત્રે 8 કલાકે
કથા સ્થળ
શ્રી બજરંગ જીવદયા ગૌશાળા
મુ. અણીયારા
ભાવનગર હાઇવે, બસ સ્ટેન્ડ પાસે, તા.જી. રાજકોટ
શ્રી બજરંગ જીવદયા ગૌશાળાના લાભાર્થે આયોજન
- Advertisement -
રાજકોટ જિલ્લાના ભાવનગર હાઈવે ઉપર બસ સ્ટેન્ડ પાસે આવેલ અણીયારા ગામે તા. 26 માર્ચના શનિવારથી તા. 1 એપ્રિલ ને શુક્રવાર સુધી ગૌશાળાના લાભાર્થે પૂ. જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવતામૃત મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન થયું છે. આ ભાગવત કથામાં વક્તા તરીકે શ્રી જીજ્ઞેશદાદા (રાધે રાધે, કેરીયાચાડવાળા) તેમની આગવી શૈલીમાં સવારે 8-30થી બપોરે 1 વાગ્યા સુધી કથામૃતનું રસપાન કરાવશે. કથા સ્થળ: શ્રી બજરંગ જીવદયા ગૌશાળા, મુ. અણીયારા, ભાવનગર હાઈવે, બસ સ્ટેન્ડ પાસે, તા.જી. રાજકોટ. તા. 26મીના શનિવારે બપોરે 2 કલાકે ધામધૂમથી પોથીયાત્રા નીકળશે. કથા દરમિયાન તા. 28 ને સોમવારે બપોરે શ્રી નૃસિંહ પ્રાગટ્ય, તા. 29 ને મંગળવારે બપોરે 12 કલાકે શ્રીરામ જન્મોત્સવ, સવારે 11 કલાકે શ્રી વામન જન્મ, બપોરે 1 કલાકે શ્રી નંદ મહોત્સવ, તા. 30 ને બુધવારે બપોરે 12-30 કલાકે શ્રી ગિરિરાજ ઉત્સવ, તા. 31 ને ગુરૂવારે બપોરે 12-30 કલાકે શ્રી કૃષ્ણ- રૂકમણી વિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. તા. 1 એપ્રિલના બપોરે 12 કલાકે કથા વિરામ પામશે. કથા દરમિયાન દરરોજ બપોરે 12થી 2 સુધી મહાપ્રસાદ યોજાશે.
શ્રીમદ્ ભાગવતામૃત મહોત્સવ દરમિયાન તા. 27મી ને રવિવારે રાત્રે 8 કલાકે આયોજિત લોકડાયરામાં કલાકારો મનસુખભાઈ વસોયા (લોકસાહિત્યકાર, ખીલોરીવાળા), કરિશ્મા દેસાણી (લોકગાયિકા), સેજલ ગોસ્વામી (ભજન લોકગીત) અને કૌશલ કિશોરદાદાનું ગ્રુપ જમાવટ કરશે. જયારે તા. 29 ને મંગળવારે રાત્રે 8 કલાકે ધર્મેશભાઈ રાવળ એન્ડ ગ્રુપ દ્વારા માતાજીના રાસ-ગરબા તેમજ તા. 30 ને બુધવારે રાત્રે 9 કલાકે અનિલ પટેલ એન્ડ ગ્રુપના મિતલ પટેલ, ભુમિ ગાથાણી (ગાયક), અક્ષય પટેલ (રીધમ), અને મીત પટેલ (સાઉન્ડ)ના રાસ-ગરબા રજૂ કરવામાં આવશે. ગૌશાળાના લાભાર્થે આયોજિત કથાનો લાભ લેવા સમસ્ત અણીયારા ગ્રામજનો દ્વારા અનુરોધ કરાયો છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરેશભાઈ પટેલ ચેરમેન, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, વજુભાઈ વાળા પૂર્વનાણા મંત્રી, પૂર્વ રાજ્યપાલ કર્ણાટક રાજ્ય, મનસુખભાઈ માંડવીયા કેન્દ્રિય કેબિનેટ મંત્રી, સી. આર. પાટિલ પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપ, જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, બ્રિજેશ મેરજા રાજ્યકક્ષા મંત્રી ગુજરાત સરકાર, મોહનભાઈ કુંડારિયા સાંસદ રાજકોટ, રામભાઈ મોકરીયા સાંસદ, રાજ્યસભા, અરૂણ મહેશ બાબુ કલેકટર રાજકોટ, એહમદ ખુરશીદ પોલીસ કમિશનર રાજકોટ, અમિત અરોરા આરએમસી કમિશનર રાજકોટ, મનોહરસિંહ જાડેજા ડીસીપી રાજકોટ, પ્રવિણકુમાર મીણા ડીસીપી રાજકોટ, બસીયા એસીપી ક્રાઈમ બ્રાંચ રાજકોટ, જે. વી. ધોળા પી.આઈ. ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ, માવજીભાઈ ડોડીયા પ્રમુખ, અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજ વગેરે હાજર રહેશે. આ અંગે વધુ માહિતી માટે મુકેશભાઈ અજાણી મો. 9374109893 અને કાનજીભાઈ વઘાસીયા મો. 9099405811નો સંપર્ક કરી શકાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભવાનભાઈ ચાવડા, કિશોરભાઈ ડાભી, ઘનશ્યામભાઈ સિંધવ, નારણભાઈ ખેર, મનસુખભાઈ અજાણી, પ્રવિણભાઈ આંબલીયા, મુકેશભાઈ અજાણી, અશ્ર્વિનભાઈ અજાણી જહેમત ઉઠાવી રહ્યા છે.


