સમાજિક સંકલન સેલ બક્ષીપંચ મોરચાનાં સંયોજક હેમરાજ પાડલીયા દ્વારા આયોજન
બક્ષીપંચ સમાજના બાળકોના હસ્તે કેક કટીંગ કરવામાં આવશે
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનોખી-આગવી વિચારધારા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમાજિક સંકલન સેલ બક્ષીપંચ મોરચાનાં સંયોજક હેમરાજ પાડલીયા દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસ ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આખા દેશમાં બહુ ચર્ચિત થયેલી વિક્ર્મ અગ્નિહોત્રિની ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ શોનું ગાંધીનગરમાં નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. કાશ્મીરી પંડિતો સાથે થયેલા અત્યાચારો અને વાસ્તવિક બાબતો ઉજાગર કરતી વાતો આ ફિલ્માં દર્શાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને આ ફિલ્મ જોવાનું કહ્યું છે.
રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરતી અને જનજાગૃતિ ફેલાવતી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ આજે સાંજે 6.30 કલાકે, છ વર્લ્ડ સિનેમાગૃહ, O-5, ગાંધીનગર ખાતે બતાવવામાં આવશે. આ પ્રસંગે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રભારી એવા એમ.એસ.પટેલ, પ્રમુખ ઉદય કાનગડ, ઉપાધ્યક્ષ નાઝાભાઈ ધાંધર, મહામંત્રી મયંકભાઈ નાયક, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ પ્રમુખ જીલુભા ધાંધલના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં બક્ષીપંચના બાળકોના હસ્તે કેક કટીંગ કરીને સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.


