પ્રખર સંગઠનકાર- પરિશ્રમની પરાકાષ્ટા સર્જનાર
ગુજરાતમાં સતાનું કેન્દ્ર બની ગયેલા પાટીલના જન્મદિને રાજયભરમાં કાર્યક્રમોની હારમાળા પેઈજ સમિતિથી છેલ્લા કાર્યકર્તા સુધી પહોંચનાર પ્રથમ પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે
ગુજરાતના રાજકારણમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આંધીની માફક આવીને છવાઈ ગયેલા અને જે રેકોર્ડ ભૂતકાળમાં કદી કોઈ વિધાનસભા ચૂંટણીમાં થયો નથી તેવા 182 બેઠકોની જીતનો લક્ષ્યાંક સંભાળ્યાના પ્રથમ દિવસે જ આવનાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલનો આજે જન્મદિન છે અને ખાસ-ખબર પરિવાર પાટીલને ઉષ્માભરી શુભેચ્છા પાઠવે છે. આજે સમગ્ર ગુજરાત ભાજપમાં પાટીલનો જન્મદિન મનાવવા અનેક સેવાકાર્યો પક્ષ દ્વારા આયોજીત પણ થયા છે.
પાટીલ જયારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા તે સમયે તેમની સંગઠન શક્તિનો પરિચય નવસારી કે વધુમાં વધુ સુરત સુધી હતો પણ હવે સમગ્ર ગુજરાત અનુભવી રહ્યું છે. ભાજપમાં વારંવાર પરીશ્રમની પરાકાષ્ટા શબ્દનો ઉપયોગ થાય છે પણ તેનો સૌ પ્રથમ સમય પુર્વ મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને 11 વર્ષ શાસન કર્યુ જ નહી પણ દેશને એક સંગઠન સરકારનું મોડેલ આપ્યું તે પણ હવે સંગઠનની દ્રષ્ટીએ પાટીલ આ દ્રષ્ટાંત પુરુ પાડી રહ્યા છે અને ભાજપના સંગઠનમાં પેજ કમીટીને માપદંડ બનાવીને છેલ્લા કાર્યકર્તા સુધી પહોંચી ગયા છે.
- Advertisement -
પાટીલને ગુજરાતમાં સતાના બીજા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે પણ તેમાં કશું ખોટુ નથી. હાલના સમયમાં રાજકારણ હવે વ્યક્તિલક્ષી બની ગયો છે અને સંગઠનના સહારે ચાલે છે અને પાટીલ તેજ કરી રહ્યા છે. સરકાર અને સંગઠન તાલ મિલાવીને ચાલે તો સફળતા દૂર નથી તે ભાજપે જ સાબીત કર્યુ છે અને પાટીલ તેજ માર્ગે છે. ફરી તેમને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે શ્રેષ્ઠ સમાજસેવાની શુભેચ્છા.


