ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, જોકે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયા છે. પહેલા વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો તેવું માનવામાં આવતું હતું. જોકે હવે આ માટે સુરક્ષાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે. બીજેપીએ આ મામલે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માંગ્યું છે.

- Advertisement -
ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે કે પીએમ સવારે બઠિંડા પહોંચ્યા હતા. પછી તેમને ત્યાંથી હેલિકોપ્ટરથી હુસૈનીવાલમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું. જોકે વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે પહેલા પીએમએ 20 મિનિટની રાહ જોવા પડી હતી. પછીથી તેમણે આકાશ સાફ ન દેખાતા રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો. તેમાં લગભગ 2 કલાકનો સમય લાગવાનો હતો.



