તા. ૨-૧-૨૦૨૨નાં રોજ રાજકોટ ખાતે ફેશન શોનું આયોજન થયું હતું.
જેમાં રાજકોટ, જૂનાગઢ, જસદણ, વગેરે જેવા અનેક શહેરોમાંથી ઘણા બધા નાના મોટા છોકરાઓ તેમજ છોકરીઓએ ભાગ લીધો હતો. ફેઇસ ઓફ ગુજરાત – ૨૦૨૨ ફેશન શોમાં આપણા જસદણ શહેરના વતની એવા ડાન્સર, મોડેલ તેમજ એક્ટર એવા નિકુલ ધીરુભાઈ રાખોલિયા એ પણ આ શોમાં ભાગ લીધો હતો.

- Advertisement -
જેઓ પોતે અત્યારે જસદણમાં નટરાજ ડાંસ એકેડમી ક્લાસિસ પણ ચલાવે છે. આ શોમાં નિકુલ રાખોલિયા એ ફેઇસ ઓફ ગુજરાત ૨૦૨૨ “કિંગ” પ્રથમ વિજેતા નંબર પ્રાપ્ત કર્યો અને સર્ટિફિકેટ તેમજ એવોર્ડ મેળવી પોતાનું, પોતાના પરીવારનું, તેમજ આપણા જસદણ શહેરનું નામ રોશન કરેલ છે.




