By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RTOનાં સૌથી મોટાં કૌભાંડનો ખટારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > RTOનાં સૌથી મોટાં કૌભાંડનો ખટારો
રાષ્ટ્રીય

RTOનાં સૌથી મોટાં કૌભાંડનો ખટારો

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:34 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટના ભોલુગીરી ગોસ્વામીએ 28 ભૂતિયા બસ પર કરોડોની લોન લીધી!

RTOનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં સુરતના ઈર્શાદ પઠાણ સાથે રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી પણ સામેલ

ઈર્શાદ પઠાણે ભોલુગીરી સાથે મળી રાજકોટની ફાઈનાન્સ કંપનીઓ – બેંકોને લૂંટી લીધી

અરુણાચલપ્રદેશમાં આવેલા ઈટાનગરના નાહર લૂંગણ અને રેમર ગેબ નામના આરટીઓ અધિકારી સાથે મળી સુરતના ઈર્શાદ પઠાણે આરટીઓનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ રચ્યું હતું. ઈર્શાદ પઠાણે આરટીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને જ આરટીઓની ગર્વમેન્ટ અપ્રુવ્ડ પરિવહન વેબસાઈટ પર 500થી વધુ બનાવટી-નકલી આરસી બૂક જનરેટ કરી, રજી.નંબર ચઢાવી જે વાહનોનું અસ્તિત્વ જ નહતું તેને કાયદેસર બનાવી નાખ્યા હતા! વાહનોની આરસી બૂક, વીમો, પરમીટ, ફિટનેસ, ટેક્ષ, પીયૂસી સહિત તમામ નકલી કાગળિયાંઓ બન્યા અને ત્યારબાદ બેંકમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ ફાઈનાન્સ કંપનીઓ – બેંકોમાં લોન મૂકાઈ હતી.

Contents
રાજકોટના ભોલુગીરી ગોસ્વામીએ 28 ભૂતિયા બસ પર કરોડોની લોન લીધી!RTOનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં સુરતના ઈર્શાદ પઠાણ સાથે રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી પણ સામેલઈર્શાદ પઠાણે ભોલુગીરી સાથે મળી રાજકોટની ફાઈનાન્સ કંપનીઓ – બેંકોને લૂંટી લીધી

- Advertisement -

ભૂતિયા વાહનોને RTO માન્ય કરાવી લીગલી એપ્રુવ્ડ કરી દીધાં, વાહનોનું વેલ્યુએશન કરનાર વેલ્યુઅરો પણ વગર વાંકે ફસાયા

70 હજારથી 3 લાખમાં વેંચાતી હતી ભૂતિયા વાહનોની RTO માન્ય RC બૂક
અરૂણાચલપ્રદેશના ઈટાનગરનો આરટીઓ અધિકારી નાહર લૂંગણ અને રેમર ગેબ નકલી આરસી બૂક કાઢી આપતા હતા. આ આરસી બૂક ઈર્શાદ 70 હજારથી લઈ 1.5 લાખ સુધીમાં વેંચી દેતો હતો. ઈર્શાદ રાજકોટના ટ્રાવેલ્સ સંચાલક ભોલુગીરીને આ આરસી બૂક 3 લાખ આસપાસમાં વેંચતો હતો. આ રીતે લાખો રૂપીયા ખર્ચી ખરીદવામાં આવેલી આરસી બૂકના આધારે ફાઈનાન્સ કંપનીઓ – બેંકમાંથી કરોડોની લોન લેવાતી હતી.

આંતરરાજ્ય ભૂતિયા વાહનોના આ મસમોટા કૌભાંડના તાર અરૂણાચલ પ્રદેશના ઈટાનગર ઉપરાંત ગુજરાતના સુરત સાથે રાજકોટમાં પણ જોડાયેલા છે! ઉચ્ચ કક્ષાનાં RTO અધિકારીઓ આ કૌભાંડમાં સંકળાયેલા છે.

- Advertisement -

ઈર્શાદ પઠાણે વાહનોનાં નકલી-બનાવટી ચેસિસ નંબર બનાવવા માટેનું મશીન ગાઝિયાબાદથી ખરીદ્યું હતું અને તેની મદદથી તે એક જ વાહનનાં એક જેવા અનેક ચેસિસ નંબર બનાવી ભૂતિયા વાહનોનું વેલ્યુએશન કઢાવી બેંકમાંથી લોન પાસ કરાવી લેતો હતો.

ઈર્શાદ પઠાણે જે વાહનોની હયાતી જ નહતી તે વાહનોને આરટીઓના સરકારી અધિકારીઓ સાથે મળી આરટીઓમાંથી અપ્રુવ્ડ કરાવ્યા હતા તેથી જ સરકારી ચોપડે બોલતા આ વાહનોને વેલ્યુઅરોએ વેલ્યુએશન આપ્યું હતું, ફાઈનાન્સ કંપની – બેંકે લોન આપી અને જ્યારે લોન ભરપાઈ ન થઈ ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો અને એ સત્ય સામે આવ્યું કે જે વાહનો પર લાખોની લોન આપવામાં આવી હતી તે વાહનોની હયાતી જ નથી અને આમ વાહનોને વેલ્યુએશન આપનારા વેલ્યુઅરો વગર વાંકે ફસાયા હતા.

આશરે 500થી અધિક ભૂતિયા વાહનો પર લાખો રૂપિયાની લોન મેળવી કૌભાંડી ઈર્શાદ પઠાણે 8થી 10 અલગઅલગ ફાઈનાન્સ કંપની – બેંકોને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો. સુરતના ઈર્શાદ પઠાણ સાથે આ કૌભાંડ આચરવામાં રાજકોટના એક શખ્સ ભોલુગીરી ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકા છે. ઈર્શાદ પઠાણ સાથે મળી રાજકોટ અને અમદાવાદમાં બોગસ આરસી બૂક અને બોગસ વીમા પોલીસીના આધારે ફાઈનાન્સ કંપનીઓ – બેંકમાંથી ર8 લકઝરી બસ માટે 4 કરોડ 6 લાખની લોન લઈ તેને ઓળવી જનાર રાજકોટની ખોડીયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી પણ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ભૂમિકામાં છે.

સુરતના ઈર્શાદ પઠાણે કરેલા કૌભાંડમાં રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી મુખ્ય સુત્રધાર

રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગર-12માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઈર્શાદ પઠાણ સહિતના સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જિન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની અલગ-અલગ ફાઈનાન્સ કંપનીઓ – બેંકોમાંથી લાખો રૂપિયાની લોન લઈ બાદમાં લોન ભરપાય ન કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. જેમાં પોલીસે ભોલુગીરી ગોસ્વામીની ધરપકડ કરતા તેણે સુરતના ઈર્શાદ કાળુ પઠાણ પાસેથી આરસી બૂક મેળવ્યાની અને છેલ્લા ચાર વર્ષથી આ કૌભાંડ આચરતો હોવાની કબુલાત આપી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે સુરતનો ઈર્શાદ પઠાણ તેને લોન લેવા માટે નકલી આરસી બૂક અને નકલી વીમા પોલીસીની વ્યવસ્થા કરી આપતો હતો.

જેના બદલામાં પ્રત્યેક લોન દીઠ તેની પાસેથી રૂ.3.50 લાખનું કમીશન લેતો હતો. ત્યારબાદ તે નકલી આરસી બૂક અને વીમા પોલીસી રજૂ ફાઈનાન્સ કંપનીઓ – બેંકોમાંથી લકઝરી બસ માટે લોન મેળવી તેને ચાઉ કરી જતો હતો. તેણે જે નકલી આરસી બૂકના આધારે લોન મેળવી છે તે મુખ્યત્વે ગુજરાત અને આંધ્રપ્રદેશ આરટીઓની છે. આશ્ચર્યની વાત એ છે કે જે બસનું અસ્તિત્વ જ ન હતું તેના આધારે ફાઈનાન્સ કંપનીઓ – બેંક આંખો મીચી તેને લોન આપી દેતી હતી. રાજકોટના નારાયણનગરમાં રહેતા ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી, સુરતના ઈર્શાદ પઠાણ સામે વાહનો પર લોન લઈ ભરપાઈ ન કરવામાં આવતા આ અંગે રાજકોટની કેટલીક બેંક દ્વારા પણ ફરિયાદ નોંધાવવા આવી છે કે, આ ત્રણેય આરોપીઓએ અશોક લેલન્ડ કંપનીની બસની હયાતી ન હોવા છતાં તેવા વાહનોના એન્જીન અને ચેસીસ નંબર બનાવી આરટીઓ રજીસ્ટ્રેશનની બોગસ આરસી બૂકો અને વિમા પોલીસી બનાવી ખોટા દસ્તાવેજો હોવા છતાં બેંકમાંથી લાખોની લોન મેળવી હતી અને પછી ત્રણેય ભેજાબાજોએ બેંકમાંથી બોગસ દસ્તાવેજોના આધારે મેળવેલી લોનની ચડત રકમ સહિતની રકમ બેંકમાં ભરપાઈ નહીં કરી મોટું કૌભાંડ આચર્યું છે.

 

ભોલુગીરીએ ઈર્શાદની મદદથી રાજકોટની કઈ બેંક-ફાઈનાન્સ કંપનીમાંથી કેટલી લોન લીધી ?
સુરતના ઈર્શાદ પઠાણ સાથે મળી ભોલુગીરી ગોસ્વામી 2017થી 2019 સુધીમાં રાજકોટની HDFC બેંકમાંથી 3 આરસી બૂકને આધારે રૂ. 45 લાખની ત્રણ લોન, લીમડા ચોકના આઈ.કે. ફાઈનાન્સમાંથી પાંચ નકલી આરસી બૂકોને આધારે 97 લાખની લોન, ઓરિક્સ ફાઈનાન્સમાંથી 10 નકલી આરસી બૂકોને આધારે 1 કરોડ 47 લાખની લોનો, રાજકોટના ટાટા ફાઈનાન્સમાંથી ત્રણ બૂકોને આધારે 53 લાખની અને રાજકટના આઈએફએલ ફાઈનાન્સમાંથી સાત નકલી આરસી બૂકોને આધારે 97 લાખની મળી કુલ 28 નકલી આરસી બૂકોને આધારે રૂ. 4,06,20,000ની લોન લઈ છેતરપીંડી આચર્યાનું સામે આવ્યું હતું.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહારમાં નીતિશ સાથે બેઠક યોજાય તે પહેલા બે મંત્રી કોરોના સંક્રમિત
Next Article મોદીની સુરક્ષામાં ચૂક: ભાજપે પંજાબના મુખ્યમંત્રીનું રાજીનામું માગ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?