By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    10 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    10 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    10 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    11 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    11 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાર્લ્સ શોભરાજને પણ શરમાવે તેવી સુરતનાં 4 મહાઠગોની મોડસ ઓપરેન્ડી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચાર્લ્સ શોભરાજને પણ શરમાવે તેવી સુરતનાં 4 મહાઠગોની મોડસ ઓપરેન્ડી!
TALK OF THE TOWNરાજકોટસુરત

ચાર્લ્સ શોભરાજને પણ શરમાવે તેવી સુરતનાં 4 મહાઠગોની મોડસ ઓપરેન્ડી!

Khaskhabar Editor
Last updated: 2021/12/20 at 5:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓનાં 12 દિવસનાં રિમાન્ડ મળ્યા: અનેક ભેદભરમ બહાર આવશે

ક્રિપ્ટો કરન્સીનાં નામે અનેકને શિશામાં ઉતારનાર સુરતનાં 4 શઠ-બદમાશોમાંથી બે ઝડપાયા: અનેક રોકાણકારોને મૂંડી નાખ્યાં

હજારો રોકાણકારો પાસેથી ટ્રોનના નામે કરોડો રૂપિયા લઈ થોડા મહિના બાદ ચીટર ગેંગના મુખીયાઓ સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડિયાલ, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તાએ ટ્રોનની જગ્યાએ મેગાટ્રોન નામની કરન્ટસી બહાર પાડવાનું જણાવ્યું હતું અને રોકાણકારોએ ખરીદેલા ટ્રોનના બદલે મેગાટ્રોન આપ્યા હતા. આ મેગાટ્રોન ચીટર ગેંગ દ્વારા બનાવાયેલી નકલી ફેક કરન્સી હતી જે તેમની બનાવેલી એપ્લિકેશન મેગાટ્રોનમાં જમા થઈ ચૂક્યા હતા અને ટુંકસમયમાં આ એપ્લિકેશન પર મેગાટ્રોન નામની ઉપજાવી કાઢેલી ફેક કરન્સીનો ભાવ 1 રૂપિયાથી પણ નીચો ચાલ્યા જતા રોકાણકારોનાં કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. દુનિયાભરમાંથી મેગાટ્રોનમાં રોકાણ કરેલા લોકોની આશરે 15 હજારથી વધુ આઈડી હતી.

Contents
ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓનાં 12 દિવસનાં રિમાન્ડ મળ્યા: અનેક ભેદભરમ બહાર આવશેક્રિપ્ટો કરન્સીનાં નામે અનેકને શિશામાં ઉતારનાર સુરતનાં 4 શઠ-બદમાશોમાંથી બે ઝડપાયા: અનેક રોકાણકારોને મૂંડી નાખ્યાંબ્રિજેશ, કિરણ, ધવલ અને હિતેશે આ રીતે આચર્યું સમગ્ર કૌભાંડસુરતનાં ઠગોની છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને આગળ આવી, ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચની અપીલ
બ્રિજેશ, કિરણ, ધવલ અને હિતેશે આ રીતે આચર્યું સમગ્ર કૌભાંડ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા એડવોકેટ સાથે ઓનલાઈન કરન્સીના બહાને રૂ. 38.30 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ બાદ ચાર શખસો સામે પોલીસે ગુનો નોંધી સુરતના સુત્રધાર સહીત બે શખસોને પકડી લઇ પુછપરછ શરુ કરી છે. પકડાયેલા બન્ને ને સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટમાં 14 દિવસના ના પોલીસ કસ્ટડીના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટ દ્વારા બન્ને આરોપીઓના 12 દિવસનાના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર કરેલ છે. આ ટોળકીએ રાજકોટ અને ગુજરાતના આશરે 300 થી 350 લોકોને શિકાર બનાવ્યા હોવાનું અને કોરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.આ ટોળકીએ ઉદયપુરમાં મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને જાળમાં ફસાવ્યા હતા. અને ગુજરાતભરમાં ઓનલાઈન કરન્સીના બહાને રાજકોટના એડવોકેટ સહિત 350થી વધુ રોકાણકારોનું કરોડોનું ફૂલેકું ફરેવી છેતરપીંડી કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2માં ઉમિયાપાર્ક ચોક પાસે રહેતા એડવોકેટ મહેન્દ્રભાઈ દાદભાઈ વાળા (ઉં.વ. 48)એ સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા સામે ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વાતો કરી ઓનલાઈન સ્માર્ટ કોન્ટ્રાક્ટથી રોકાણ કરાવી રૂા. 38.30 લાખ ઓળવી ગયાની ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે.

- Advertisement -

જેમાં પોલીસે આઇ.પી.સી. કલમ 406, 420, 114 તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્સીયલ ઇસ્ટેબ્લીશમેન્ટસ) એકટ 2003ની કલમ 3 મુજબ ગુનો નોંધી સુરતના બ્રીજેશ જગદીશચંદ્ર ગડીયાલી અને કિરણ વનમાળીદાસ પંચાસરાની ધરપકડ કરી છે. જયારે ધવલભાઇ લહેરી અને હીતેશ ગુપ્તા દુબઈ ભાગી ગયાનું જાણવા મળ્યું છે. આ કૌભાડમાં હજુ અનેક નામો ખુલે તેવી શક્યતા છે.

એક વર્ષ પહેલા બ્રિજેશકુમાર ગડીયાલી સહિતની ટોળકીએ ઉદયપુર ખાતે ઓનલાઈન મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને બોલાવી પૈસા કમાવવાની લાલચ આપી હતી. આથી એડવોકેટ સહિતના લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યુ હતું.જે પૈકી એડવોકેટ મહેન્દ્રભાઈએ કુલ રૂા.52,20,100નું રોકાણ કર્યુ હતું. દરમિયાન એડવોકેટે અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂા.13,90,00 પરત આપ્યા હતા.જ્યારે રૂા.38,30,100 રોકાણ હોવાથી આરોપીઓએ તેના વોલેટ જમા કરી છેતરપીંડી કરી હતી.

રોકાણકારોને રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમાં કરી બાદ આરોપીઓ પોતે પોતાના મેગાટ્રોન કરન્સી બહાર પાડવાના હોવાનુ જણાવી તે મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ ઉદયપુર ખાતે યોજી ફરીયાદી તથા અન્ય રોકાણકારોને ટ્રોન તથા મેગાટ્રોનની કિંમત સરખીજ હશે તેવો વચન અને વિશ્ર્વાસ અપાવી અને મેગાટ્રોનમાં ટ્રોન ટ્રાન્સફર કર્યા બાદ તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન તથા 50 ટકા મેગાટ્રોન આપવાનુ વચન અને વિશ્ર્વાસ આપી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઇન મેગાટ્રોનમાં ફેરવી અને જે મેગાટ્રોનની કિ.રૂ. 00.001 થતા એડવોકેટ તથા તમામ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી

- Advertisement -

જે મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ગુન્હો દાખલ થયેલ છે. પકડાયેલ આરોપીઓ 300 થી 350 રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત કરેલ છે તે બાબતે તેમજ અન્ય કોઇ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરેલ છે કે કેમ? તેમજ પકડવાના બાકી આરોપીઓ બાબતે પુછતાછ બાકી હોઈ પકડાયેલ આરોપીઓના રિમાન્ડ માટે સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટમાં 14 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના 12 દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.

PSI બી.ટી. ગોહિલ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા,ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ વી.કે.ગઢવી સાથે સ્પેશ્યલ શાખા પી.એસ.આઈ બી.ટી.ગોહિલ, ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા વધુ તપાસ કરે છે.

સુરતનાં ઠગોની છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને આગળ આવી, ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચની અપીલ

એક વર્ષ પહેલા બ્રિજેશકુમાર ગડીયાલી સહિતની ટોળકીએ ઉદયપુર ખાતે ઓનલાઈન મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને બોલાવી પૈસા કમાવવાની લાલચ આપી હતી. તેઓએ ઓનલાઇન   www.cybertron.liveમાં સ્માર્ટ કોન્ટ્રાકટ બનાવી ફરીયાદી તથા રોકાણકારોને સ્માર્ટ કોન્ટ્રાકટ આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવી અને તેમાં રોકાણ કરવાથી 150 દિવસ સુધી બે ટકા વળતર રોજે રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી અલગ અલગ સમયે અલગ અલગ રકમ રોકાણ કરાવી આથી એડવોકેટ સહિતના લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યુ હતું.જે પૈકી એડવોકેટ મહેન્દ્રભાઈએ કુલ રૂા.52,20,100નું રોકાણ કર્યુ હતું.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચનાં વિરલ ગઢવી તથા બી. ટી. ગોહિલની ઉમદા કામગીરી 

દરમિયાન એડવોકેટે અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂા.13,90,00 પરત આપ્યા હતા.જ્યારે રૂા.38,30,100 રોકાણ હોવાથી આરોપીઓએ તેના વોલેટ જમા કરી છેતરપીંડી કરી હતી. રોકાણકારોને રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમાં કરી બાદ આરોપીઓ પોતે પોતાના મેગાટ્રોન કરન્સી બહાર પાડવાના હોવાનુ જણાવી તે મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ ઉદયપુર ખાતે યોજી ફરીયાદી તથા અન્ય રોકાણકારોને ટ્રોન તથા મેગાટ્રોનની કિંમત સરખીજ હશે તેવો વચન અને વિશ્ર્વાસ અપાવી અને મેગાટ્રોનમાં ટ્રોન ટ્રાન્સફર કર્યા બાદ તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન તથા 50 ટકા મેગાટ્રોન આપવાનુ વચન અને વિશ્ર્વાસ આપી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઇન મેગાટ્રોનમાં ફેરવી અને જે મેગાટ્રોનની કિ.રૂ. 00.001 થતા એડવોકેટ તથા તમામ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ગુન્હો દાખલ થયેલ છે. પકડાયેલ આરોપીઓ 300 થી 350 રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત કરેલ છે તે બાબતે તેમજ અન્ય કોઇ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરેલ છે કે કેમ? તેમજ પકડવાના બાકી આરોપીઓ બાબતે પુછતાછ બાકી હોઈ પકડાયેલ આરોપીઓના રિમાન્ડ માટે સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટમાં 14 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના 12 દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.

PI વિરલ ગઢવી અને PSI બી.ટી. ગોહિલની ઉમદા કામગીરી
ક્રિપ્ટો કરન્સીનો આ કેસ ખરેખર એક કોયડા સમાન હતો. આ મુદ્દે ગુનો નોંધવા માટે સૌ પ્રથમ તો આખો વિષય સમજવો પડે. ક્રિપ્ટો કરન્સી બહુ અટપટો વિષય છે. તેનાં ટેકનિકલ મુદ્દાઓ સમજવાનું આસાન નથી. ફરિયાદી મહેન્દ્રસિંહ વાળાએ સુરતની ચંડાળ ચોકડી વિરૂદ્ધ અરજી આપી તે પછી. PI વિરલ ગઢવી અને PSI બી. ટી. ગઢવીએ આખા સબ્જેક્ટમાં ઊંડા ઉતરીને ઝીણામાં ઝીણી વિગતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. નવા યુગનાં નવા ગુનાઓ ઉકેલવા આવો જ અભિગમ જોઈએ. પી.આઈ. વિરલ ગઢવી અને પી.એસ.આઈ. બી. ટી. ગોહિલ જમાના સાથે સતત અપડેટેડ રહે છે અને નવી-નવી વસ્તુઓ જાણવાનો, તેનાં વિશે વાંચવાનો તેમને શોખ છે. વી. કે. ગઢવી તો ક્રાઈમની એકપણ વેબ સીરિઝ જોવાનું પણ ચૂકતાં નથી. આમ તો આ બેઉએ પોતાનો તમામ અનુભવ નિચોવીને આ મુશ્કેલ કેસનાં તાણાવાણા ઉકેલ્યા હતા.

  • ચીટર ગેંગે 7 સ્ટાર હોટલ્સમાં બેઠકો કરી રોકાણકારોને બાટલીમાં ઉતાર્યા. 
    મેગાટ્રોનનાં નામે રોકાણકારોને આકર્ષવા માટે ચીટર ગેંગ દીવ, દમણ, ગોવા અને રાજસ્થાનની નામાંકિત હોટેલમાં મિટિંગ રાખતી હતી અને ત્યાં રોકાણકારોને બોલાવી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવતી હતી, પોતે સાચી જગ્યાએ રોકાણ કરી રહ્યા છે તેવો વિશ્વાસ અપાવી ચીટર ગેંગ દર વખતે રોકાણકારો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતી હતી. રોકાણકારોને ચીટરગેંગે બોલાવી બોટલીમાં ઉતાર્યા હતા તે હોટેલનાં નામ, તારીખ, સ્થળની યાદી આ મુજબ છે.
  • 4 નવે., 2020નાં રોજ હોટલ ઝઝીરા દમણ બીચ
  • 7 નવે., 9 ડિસે. 2020નાં રોજ રાજકોટની ઈમ્પિરીયલ પેલેસ
  • 5 જાન્યુ., 2021નાં રોજ દિવની રાધિકા બીચ રિસોર્ટ
  • 14 અને 15 જાન્યુ. 2021નાં રોજ ઉદયપુરની Trident, Reddison Blue, ચુડા પેલેસ
  • 2 ફેબ્રુ.,થી 5 ફેબ્રુ., 2021નાં રોજ ગોવાની હોટલ હેરીટેજ વિલેજ

You Might Also Like

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જખૌનાં દરિયાકિનારેથી 400 કરોડનાં હેરોઈન સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ
Next Article કેટરીના કૈફ વિકી કૌશલના મુંબઈના અંધેરીમાં માતા-પિતાના ઘરે ગઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?