ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓનાં 12 દિવસનાં રિમાન્ડ મળ્યા: અનેક ભેદભરમ બહાર આવશે
ક્રિપ્ટો કરન્સીનાં નામે અનેકને શિશામાં ઉતારનાર સુરતનાં 4 શઠ-બદમાશોમાંથી બે ઝડપાયા: અનેક રોકાણકારોને મૂંડી નાખ્યાં
હજારો રોકાણકારો પાસેથી ટ્રોનના નામે કરોડો રૂપિયા લઈ થોડા મહિના બાદ ચીટર ગેંગના મુખીયાઓ સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડિયાલ, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તાએ ટ્રોનની જગ્યાએ મેગાટ્રોન નામની કરન્ટસી બહાર પાડવાનું જણાવ્યું હતું અને રોકાણકારોએ ખરીદેલા ટ્રોનના બદલે મેગાટ્રોન આપ્યા હતા. આ મેગાટ્રોન ચીટર ગેંગ દ્વારા બનાવાયેલી નકલી ફેક કરન્સી હતી જે તેમની બનાવેલી એપ્લિકેશન મેગાટ્રોનમાં જમા થઈ ચૂક્યા હતા અને ટુંકસમયમાં આ એપ્લિકેશન પર મેગાટ્રોન નામની ઉપજાવી કાઢેલી ફેક કરન્સીનો ભાવ 1 રૂપિયાથી પણ નીચો ચાલ્યા જતા રોકાણકારોનાં કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. દુનિયાભરમાંથી મેગાટ્રોનમાં રોકાણ કરેલા લોકોની આશરે 15 હજારથી વધુ આઈડી હતી.
બ્રિજેશ, કિરણ, ધવલ અને હિતેશે આ રીતે આચર્યું સમગ્ર કૌભાંડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા એડવોકેટ સાથે ઓનલાઈન કરન્સીના બહાને રૂ. 38.30 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ બાદ ચાર શખસો સામે પોલીસે ગુનો નોંધી સુરતના સુત્રધાર સહીત બે શખસોને પકડી લઇ પુછપરછ શરુ કરી છે. પકડાયેલા બન્ને ને સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટમાં 14 દિવસના ના પોલીસ કસ્ટડીના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટ દ્વારા બન્ને આરોપીઓના 12 દિવસનાના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર કરેલ છે. આ ટોળકીએ રાજકોટ અને ગુજરાતના આશરે 300 થી 350 લોકોને શિકાર બનાવ્યા હોવાનું અને કોરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.આ ટોળકીએ ઉદયપુરમાં મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને જાળમાં ફસાવ્યા હતા. અને ગુજરાતભરમાં ઓનલાઈન કરન્સીના બહાને રાજકોટના એડવોકેટ સહિત 350થી વધુ રોકાણકારોનું કરોડોનું ફૂલેકું ફરેવી છેતરપીંડી કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2માં ઉમિયાપાર્ક ચોક પાસે રહેતા એડવોકેટ મહેન્દ્રભાઈ દાદભાઈ વાળા (ઉં.વ. 48)એ સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા સામે ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વાતો કરી ઓનલાઈન સ્માર્ટ કોન્ટ્રાક્ટથી રોકાણ કરાવી રૂા. 38.30 લાખ ઓળવી ગયાની ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે.
- Advertisement -
જેમાં પોલીસે આઇ.પી.સી. કલમ 406, 420, 114 તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્સીયલ ઇસ્ટેબ્લીશમેન્ટસ) એકટ 2003ની કલમ 3 મુજબ ગુનો નોંધી સુરતના બ્રીજેશ જગદીશચંદ્ર ગડીયાલી અને કિરણ વનમાળીદાસ પંચાસરાની ધરપકડ કરી છે. જયારે ધવલભાઇ લહેરી અને હીતેશ ગુપ્તા દુબઈ ભાગી ગયાનું જાણવા મળ્યું છે. આ કૌભાડમાં હજુ અનેક નામો ખુલે તેવી શક્યતા છે.
એક વર્ષ પહેલા બ્રિજેશકુમાર ગડીયાલી સહિતની ટોળકીએ ઉદયપુર ખાતે ઓનલાઈન મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને બોલાવી પૈસા કમાવવાની લાલચ આપી હતી. આથી એડવોકેટ સહિતના લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યુ હતું.જે પૈકી એડવોકેટ મહેન્દ્રભાઈએ કુલ રૂા.52,20,100નું રોકાણ કર્યુ હતું. દરમિયાન એડવોકેટે અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂા.13,90,00 પરત આપ્યા હતા.જ્યારે રૂા.38,30,100 રોકાણ હોવાથી આરોપીઓએ તેના વોલેટ જમા કરી છેતરપીંડી કરી હતી.
રોકાણકારોને રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમાં કરી બાદ આરોપીઓ પોતે પોતાના મેગાટ્રોન કરન્સી બહાર પાડવાના હોવાનુ જણાવી તે મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ ઉદયપુર ખાતે યોજી ફરીયાદી તથા અન્ય રોકાણકારોને ટ્રોન તથા મેગાટ્રોનની કિંમત સરખીજ હશે તેવો વચન અને વિશ્ર્વાસ અપાવી અને મેગાટ્રોનમાં ટ્રોન ટ્રાન્સફર કર્યા બાદ તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન તથા 50 ટકા મેગાટ્રોન આપવાનુ વચન અને વિશ્ર્વાસ આપી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઇન મેગાટ્રોનમાં ફેરવી અને જે મેગાટ્રોનની કિ.રૂ. 00.001 થતા એડવોકેટ તથા તમામ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી
- Advertisement -
જે મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ગુન્હો દાખલ થયેલ છે. પકડાયેલ આરોપીઓ 300 થી 350 રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત કરેલ છે તે બાબતે તેમજ અન્ય કોઇ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરેલ છે કે કેમ? તેમજ પકડવાના બાકી આરોપીઓ બાબતે પુછતાછ બાકી હોઈ પકડાયેલ આરોપીઓના રિમાન્ડ માટે સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટમાં 14 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના 12 દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.
PSI બી.ટી. ગોહિલ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા,ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ વી.કે.ગઢવી સાથે સ્પેશ્યલ શાખા પી.એસ.આઈ બી.ટી.ગોહિલ, ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા વધુ તપાસ કરે છે.
સુરતનાં ઠગોની છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને આગળ આવી, ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચની અપીલ
એક વર્ષ પહેલા બ્રિજેશકુમાર ગડીયાલી સહિતની ટોળકીએ ઉદયપુર ખાતે ઓનલાઈન મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને બોલાવી પૈસા કમાવવાની લાલચ આપી હતી. તેઓએ ઓનલાઇન www.cybertron.liveમાં સ્માર્ટ કોન્ટ્રાકટ બનાવી ફરીયાદી તથા રોકાણકારોને સ્માર્ટ કોન્ટ્રાકટ આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવી અને તેમાં રોકાણ કરવાથી 150 દિવસ સુધી બે ટકા વળતર રોજે રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી અલગ અલગ સમયે અલગ અલગ રકમ રોકાણ કરાવી આથી એડવોકેટ સહિતના લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યુ હતું.જે પૈકી એડવોકેટ મહેન્દ્રભાઈએ કુલ રૂા.52,20,100નું રોકાણ કર્યુ હતું.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચનાં વિરલ ગઢવી તથા બી. ટી. ગોહિલની ઉમદા કામગીરી
દરમિયાન એડવોકેટે અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂા.13,90,00 પરત આપ્યા હતા.જ્યારે રૂા.38,30,100 રોકાણ હોવાથી આરોપીઓએ તેના વોલેટ જમા કરી છેતરપીંડી કરી હતી. રોકાણકારોને રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમાં કરી બાદ આરોપીઓ પોતે પોતાના મેગાટ્રોન કરન્સી બહાર પાડવાના હોવાનુ જણાવી તે મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ ઉદયપુર ખાતે યોજી ફરીયાદી તથા અન્ય રોકાણકારોને ટ્રોન તથા મેગાટ્રોનની કિંમત સરખીજ હશે તેવો વચન અને વિશ્ર્વાસ અપાવી અને મેગાટ્રોનમાં ટ્રોન ટ્રાન્સફર કર્યા બાદ તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન તથા 50 ટકા મેગાટ્રોન આપવાનુ વચન અને વિશ્ર્વાસ આપી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઇન મેગાટ્રોનમાં ફેરવી અને જે મેગાટ્રોનની કિ.રૂ. 00.001 થતા એડવોકેટ તથા તમામ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ગુન્હો દાખલ થયેલ છે. પકડાયેલ આરોપીઓ 300 થી 350 રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત કરેલ છે તે બાબતે તેમજ અન્ય કોઇ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરેલ છે કે કેમ? તેમજ પકડવાના બાકી આરોપીઓ બાબતે પુછતાછ બાકી હોઈ પકડાયેલ આરોપીઓના રિમાન્ડ માટે સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટમાં 14 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા સ્પેશ્યલ જી.પી.આઇ.ડી. કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના 12 દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.
PI વિરલ ગઢવી અને PSI બી.ટી. ગોહિલની ઉમદા કામગીરી
ક્રિપ્ટો કરન્સીનો આ કેસ ખરેખર એક કોયડા સમાન હતો. આ મુદ્દે ગુનો નોંધવા માટે સૌ પ્રથમ તો આખો વિષય સમજવો પડે. ક્રિપ્ટો કરન્સી બહુ અટપટો વિષય છે. તેનાં ટેકનિકલ મુદ્દાઓ સમજવાનું આસાન નથી. ફરિયાદી મહેન્દ્રસિંહ વાળાએ સુરતની ચંડાળ ચોકડી વિરૂદ્ધ અરજી આપી તે પછી. PI વિરલ ગઢવી અને PSI બી. ટી. ગઢવીએ આખા સબ્જેક્ટમાં ઊંડા ઉતરીને ઝીણામાં ઝીણી વિગતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. નવા યુગનાં નવા ગુનાઓ ઉકેલવા આવો જ અભિગમ જોઈએ. પી.આઈ. વિરલ ગઢવી અને પી.એસ.આઈ. બી. ટી. ગોહિલ જમાના સાથે સતત અપડેટેડ રહે છે અને નવી-નવી વસ્તુઓ જાણવાનો, તેનાં વિશે વાંચવાનો તેમને શોખ છે. વી. કે. ગઢવી તો ક્રાઈમની એકપણ વેબ સીરિઝ જોવાનું પણ ચૂકતાં નથી. આમ તો આ બેઉએ પોતાનો તમામ અનુભવ નિચોવીને આ મુશ્કેલ કેસનાં તાણાવાણા ઉકેલ્યા હતા.
- ચીટર ગેંગે 7 સ્ટાર હોટલ્સમાં બેઠકો કરી રોકાણકારોને બાટલીમાં ઉતાર્યા.
મેગાટ્રોનનાં નામે રોકાણકારોને આકર્ષવા માટે ચીટર ગેંગ દીવ, દમણ, ગોવા અને રાજસ્થાનની નામાંકિત હોટેલમાં મિટિંગ રાખતી હતી અને ત્યાં રોકાણકારોને બોલાવી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવતી હતી, પોતે સાચી જગ્યાએ રોકાણ કરી રહ્યા છે તેવો વિશ્વાસ અપાવી ચીટર ગેંગ દર વખતે રોકાણકારો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતી હતી. રોકાણકારોને ચીટરગેંગે બોલાવી બોટલીમાં ઉતાર્યા હતા તે હોટેલનાં નામ, તારીખ, સ્થળની યાદી આ મુજબ છે. - 4 નવે., 2020નાં રોજ હોટલ ઝઝીરા દમણ બીચ
- 7 નવે., 9 ડિસે. 2020નાં રોજ રાજકોટની ઈમ્પિરીયલ પેલેસ
- 5 જાન્યુ., 2021નાં રોજ દિવની રાધિકા બીચ રિસોર્ટ
- 14 અને 15 જાન્યુ. 2021નાં રોજ ઉદયપુરની Trident, Reddison Blue, ચુડા પેલેસ
- 2 ફેબ્રુ.,થી 5 ફેબ્રુ., 2021નાં રોજ ગોવાની હોટલ હેરીટેજ વિલેજ