બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી
ખાસ-ખબર સંવાદદાતા
હવે તમારે ડોક્ટરની સલાહ લેવા માટે હોસ્પિટલમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે તમારા વોટ્સએપ પર ડો સાહેબ ઉપલબ્ધ થશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા કોમન સર્વિસ સેન્ટર સ્કીમ દ્વારા દેશના ગ્રામીણ અને દૂરના ભાગોમાં રહેતા લોકોને ટેલિકોન્સલ્ટેશન સોલ્યુશન્સ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે WHATSAPP પર એક સમર્પિત હેલ્પલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વ્હોટ્સએપ હેલ્પડેસ્ક લોકો માટે વહીવટીતંત્ર પાસેથી મદદ મેળવવાનું, ડોકટરોની સલાહ લેવાનું, કોવિડ સંબંધિત સંસાધનોની વિશાળ શ્રેણીને ઍક્સેસ કરવાનું અને તેમના પ્રશ્નોનું નિરાકરણ મેળવવાનું સરળ બનાવે છે.
- Advertisement -
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
WHATSAPPપર સેવાનો ઉપયોગ કેમ કરશો?
ખાસ વાત એ છે કે, આ સેવા બધા માટે મફતમાં ઉપલબ્ધ છે, એટલે કે યુઝર્સ વોટ્સએપ પર CSC હેલ્થ સર્વિસ હેલ્પડેસ્કને ફ્રીમાં એક્સેસ કરી શકશે. આ સેવા હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ હશે. હેલ્પડેસ્કને એક્સેસ કરવા માટે, ઠવફતિંઆા યુઝર્સે +917290055552 નંબર પર ‘હાય’ મેસેજ મોકલવો પડશે અને ડોક્ટર સાથે કનેક્ટ થવા માટે વિકલ્પો પસંદ કરવા પડશે. ‘આ ચેટબોટને એક કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન તરીકે અનન્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ભારતમાં લોકોને સામાન્ય સેવાઓ પ્રદાન કરવા માટે ફાયદાકારક રહેશે.
- Advertisement -
અમે ઇચ્છીએ છીએ કે, આ ચેટબોટ ભારતના લોકો માટે ઉપયોગમાં લેવા માટે ખૂબ જ સરળ બને.