સચિન-જીગરની જોડીએ બધાંને ઝુલાવ્યા, ડાન્સરોએ અદભુત પરફોર્મન્સ આપ્યા
અમેરિકા’સ ગોટ ટેલેન્ટનાં શાકિર અને રેહાને રંગ રાખ્યો: આજે યોજાશે જાજરમાન લગ્ન સમારંભ
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાઈ રહ્યા છે. આજે લગ્નના છેલ્લા દિવસે બંને એકમેકના બંધનમાં બંધાશે ત્યારે ગઈકાલે બીજા દિવસે સવારે મંડપ મુહૂર્ત બાદ સાંજે હલ્દી રસમ અને રાત્રે બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના સમયે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતેથી જોધપુર શહેરનો રાત્રિ નજારો નિહાળ્યો હતો.
આ સાથે રાત્રિના સમયે બોલિવૂડ નાઇટમાં જાણીતા સિંગર સચિન-જિગરની જુગલ જોડીએ લોકોને પોતાના સૂરીલા અંદાજમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ જય અને હિમાંશીનો કપલ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
- Advertisement -
સંગીત સંધ્યાનો પ્રસંગ મહેરાંગઢ પેલેસમાં યોજાયો હતો જ્યાં મહેમાનોના સ્વાગત માટે એક અદભુત લાઈટિંગનો નજારો ઉભો કરવામાં આવ્યો હતો અને આ પેલેસ પરથી આખા જોધપુરનું નાઈટવ્યૂ જોવા મળતું હતું. ઉલ્લેખનીય છે કે ખાસ ઉમેદભવન પેલેસ પર પણ લાઈટિંગ કરવામાં આવી હતી જે રોજ નથી હોતી, જેથી કરીને મેહરાંગઢ ફોર્ટથી સુંદર નજારો દેખાય. આ ફોર્ટના ઉપરના ભાગમાં જ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. ભોજન બાદ બોલિવૂડનાઈટ્સમાં સેલિબ્રિટી સચિન-જીગરે બધાને સૂરસંગીતના તાલે જુલવ્યા હતા તો તેમની સાથે વિવિધ પ્રકારના ડાન્સરોએ પણ પરફોર્મન્સ આપ્યું હતું જેમાં અમેરિકાસ ગોટ ટેલેન્ટમાં ભારતના પ્રતિનિધિ શકિર અને રિહાન પણ હતા. જય અને હિમાંશી એ પણ જબરદસ્ત કપલ ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ત્રિ-દિવસીય જાજરમાન લગ્નના આયોજનમાં બીજા દિવસે, એટલે કે સોમવારે સવારે 9.30 વાગ્યે મંડપમુહૂર્ત અને બપોરના સમયે હલ્દી રસમ યોજાઇ હતી. બાદમાં રાત્રિના સમયે સમગ્ર ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ ઉમેદભવન પેલેસ ખાતે સૌથી ઉપરના માળે પહોંચી અલ્પાહાર લીધો હતો અને ત્યાંથી સમગ્ર શહેરની રોશનીનો રાત્રિ નજારો નીહાળ્યો હતો. આ સમયે ત્યાં રાજસ્થાની કલાકારો કરતાલ સાથે બોલિવૂડનાં ગીતોના સૂર રેલાવતા જોવા મળ્યા હતા, તો ક્યાંક રાજસ્થાની ગીત સાથે નૃત્ય કરતી નજરે પડી હતી.
- Advertisement -
રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પ્રથમ દિવસે રાસ-ગરબામાં ઐશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી તો ગઈકાલે બીજા દિવસે બોલિવૂડ નાઇટમાં જાણીતા સચિન-જિગરની જુગલ જોડીએ ઉકાણી પરિવાર અને આમંત્રિત કલાકરોને બોલીવૂડનાં ગીતો સંભળાવ્યાં હતાં. ડીજેના તાલે ઉકાણી પરિવાર ઝૂમી ઊઠ્યો હતો. જય અને હિમાંશી સહિતના કપલને ડાન્સ કરાવ્યો હતો.

ત્રિ-દિવસીય જાજરમાન લગ્નના આજે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હિમાંશીના લગ્ન યોજવાના છે. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે 3.45 વાગ્યે જાન પ્રસ્થાન થશે અને 7.30 વાગ્યે હસ્ત મેળાપ યોજવામાં આવશે અને રાત્રિના સમયે મંગલ ફેરા ફરી જય અને હિમાંશી પ્રભુતામાં પગલાં માંડશે.
લગ્નોત્સવમાં બે વિશ્ર્વવિક્રમ નોંધાયા
લગ્નમાં પ્રથમ વખત એવી ઘટના બની જે કયારે પણ બની નહીં હોય, (1) સૌથી વધારે ફ્લેવરની ચા સર્વ થઈ, બાન લેબ્સની કેર ટી તરફથી 65 પ્રકારના અલગ અલગ સ્વાદની ચા પીરસવામાં આવી, અને આ એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો, (2) દુનિયાનું સહુથી વિશાળ ગિફ્ટ બોક્ષ: બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બોક્ષ જય અને હેમાંશીને આપવામાં આવ્યું જેની સાઈઝ હતી 12 ફૂટ 12 ફૂટ 12 ફૂટ આ પણ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે, 65 ફ્લેવરની ચા જોઈ ઉમેદ ભવનનું સંચાલન કરનાર તાજ ગ્રુપના જનરલ મેનેજરે કેર ટીને જબરદસ્ત પ્રતિસાદ આપી આવકારી એમના દરેક લકઝરી હોટેલના મેનુમાં શામિલ કરવા માટે કહ્યું. આ વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જયુરી મેમ્બરની ટિમ જોધપુર ઉમેદ ભવન ખાતે ઉપસ્થિત રહી હતી.

15મીએ હલ્દી અને મંડપ મુહૂર્ત યોજાયા
સવારે ઉમેદ ભવન પેલેસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યેલ્લો કલરનું આકર્ષક ડેકોરેશન પુલસાઈડ ઉપર કરેલું હતું. જય ભગવાન ગણપતિ નું પૂજન કર્યા બાદ હલ્દીની રસમ કરવામાં આવી હતી જેમાં હજાર રહેનાર દરેક મહેમાનો એ જય અને હેમાંશી ને હલ્દી લગાવી હતી. ત્યાર બાદ ફૂલો કી હોલી જય અને હેમાંશીને રમાડવામાં આવી હતી જેમાં 100 કિલોથી વધુ ફૂલો વપરાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પૂલ સાઇડ ઉપર વિવિધ પ્રકારનું ભોજન તો પીરસવામાં આવ્યું જ હતું સાથે બોર, આંબલીના કાત્રા, કાચી કેરી, નારિયળ પાણી વગેરે અનેક ગામઠી સ્ટાઇલની વસ્તુઓનો પણ મહેમાનોએ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે દરેકને એક સુંદર પાઘ પણ પેહરવામાં આવી હતી.



